________________
५२२
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २१ उत्कृष्टज्ञानावच्छेदिका च तनुरीशं = भवानीपतिं न व्याप्नोति । तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदान ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।। २०।।
अन्याङ्गरहितत्वं च तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ।। २१ ।।
अन्येति । अन्याङ्गरहितत्वं च = अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च तस्य = ब्राह्मणभवान्तरप्राप्तकाकभवस्य काकभवोत्तरं देहान्तराग्रहदशां = शरीरान्तरानुपादानावस्थामाश्रित्यातिप्रसक्तिमद् = अतिव्याप्तं तदानीमपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यात् ।। २१ ।।
ગ્રન્થકાર આ રીતે કાકાદિમાં અતિવ્યાપ્તિનું વારણ થવા છતાં ઈશ્વરાત્મામાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ તો આવશે જ, કારણ કે ઈશ્વરને કોઈ જ શરીર માન્યું નહીં હોવાથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીર પણ સંભવતું નથી. તેથી ઈશ્વરાત્મામાં વિશેષણ ન હોવાથી વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ=લક્ષણનો અભાવ રહી જાય છે. [૨ll (નવો પરિષ્કાર અને એમાં દોષ દર્શાવે છે.).
ગાથાર્થ અને અન્યાંગરહિતત્વ એ તેના કાકભવની ઉત્તરમાં જ્યાં સુધી નવો દેહ ધારણ કર્યો નથી તે અવસ્થાને આશ્રીને અતિપ્રસક્તિવાળું છે.
ટીકાર્ય અને અન્યાંગરહિતત્વ=અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરરાહિત્ય તેની=બ્રાહ્મણભવની પછી કાગડાનો ભવ પામેલા જીવની, કાગડાના ભવ પછી જ્યાં સુધી અન્ય શરીર ધારણ કર્યું નથી, એ અવસ્થાને આશ્રીને અતિપ્રસક્તિવાળુ=અતિવ્યાપ્તિવાળું છે, કારણકે ત્યારે અપકૃષ્ટજ્ઞાનાવરચ્છેદક શરીરથી રાહિત્ય=રહિતપણું છે.
વિવેચન : (બ્રાહાણ : “ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરની હાજરીમાં, જ્યાં સુધી વેદઅપ્રામાયની માન્યતા નથી ત્યાં સુધી વેદપ્રામાણ્યનો સ્વીકાર એ શિષ્ટત્વ છે.” આવું લક્ષણ ઈશ્વરમાં અવ્યાપ્ત થાય છે. કારણકે ઈશ્વરને શરીર જ નથી. એટલે કાકભવમાં આવતી અતિવ્યાપ્તિનું વારણ આ રીતે ન કરતાં, આ રીતે કરીશું કે અન્ય અંગ=ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરથી અન્ય શરીર=અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીર. એનું સાહિત્ય એની ગેરહાજરી. આને વિશેષણ બનાવવાથી કોઈ આપત્તિ રહેશે નહીં. અર્થાત્ “અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરની ગેરહાજરીમાં જ્યાં સુધી વેદઅપ્રામાણ્યની માન્યતા નથી, ત્યાં સુધી વેદપ્રામાયનો સ્વીકાર એ શિષ્ટત્વ છે' આવું લક્ષણ બતાવીશું. કાગડાને એવા શરીરની ગેરહાજરી નથી, હાજરી છે, તેથી અતિવ્યાપ્તિ નહીં આવે. ઈશ્વરને શરીર જ ન હોવાથી આવા શરીરની ગેરહાજરી તો છે જ. તેથી અવ્યાપ્તિ નહીં થાય).
ગ્રન્થકાર : છતાં, કાગડાનો ભવ પૂરો કરીને અન્ય ભવમાં જઈ રહેલો એ બ્રાહ્મણ જીવ અશિષ્ટ તો છે જ. ને છતાં, જ્યાં સુધી એ અન્યભવનું શરીર ધારણ કર્યું નથી, તે અવસ્થામાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ થશે જ, કારણકે એ જીવે બ્રાહ્મણભવમાં “વેદ પ્રમાણ છે એવી સ્વારસિકરુચિ ધરાવ્યા પછી એ ભવમાં, કાકભવમાં કે આ અન્યભવમાં ક્યારેય સ્વારસિક “વેદ અપ્રમાણ છે' એવી બુદ્ધિ કરી નથી. વળી હાલ શરીર જ ન હોવાથી અંગરાહિત્ય પણ છે જ. એટલે એ અવસ્થામાં લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ થશે જ. If૨૧ (પદ્મનાભનામનો વિદ્વાન નવો પરિષ્કાર જણાવે છે.)