SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २९ पातोऽसौ तत्त्वतो मतः ।।” (यो.बि. २३४) इति । इत्थं च सिद्ध्यन्तराङ्गसंयोगादात्मादिप्रत्ययवतामेव सिद्धिः सिद्धा भवति । हाठिकानामपि = बलात्कारचारिणामप्येषा हि सिद्धिरात्मादिप्रत्ययं विना न भवति । न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।। २८ ।। सद्योगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते । सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ।। २९ ।। શલ્યથી હણાયેલા પ્રાસાદાદિની રચનાની જેમ આ અન્યસિદ્ધિ મિથ્યાઅભિનિવેશ વગેરે પાતશક્તિના અનુવેધના કારણે અસિદ્ધિરૂપ જ હોય છે. યોગબિંદુ (૨૩૪)માં કહ્યું છે. જે નવી સિદ્ધિને જોડતી નથી, એ અવશ્ય પડે છે. આમ પાતશક્તિથી પણ અનુવિદ્ધ જ હોવાથી આ સિદ્ધિ તત્ત્વતઃ પાત જ કહેવાયેલી છે. આમ અન્યસિદ્ધિના કારણનો સુયોગ હોવાથી આત્માદિપ્રત્યયવાળા જીવને જ સિદ્ધિ હોય એમ સિદ્ધ થાય છે. હાઠિકોને પણ= બળાત્કારથી ચરનારાઓને પણ આ સિદ્ધિ આત્માદિપ્રત્યય વિના થતી નથી, કારણકે “મૃતિંડવગેરેરૂપ અન્ય ઉપાયના કાર્યભૂત ઘટાદિ હજારો બળાત્કાર કરો તો પણ અન્ય ઉપાયથી કરી શકાતા નથી. વિવેચન : (૧) જેના ગર્ભમાં ઉત્તરસિદ્ધિનું અવંધ્યબીજ પડેલું હોય, એવી સિદ્ધિ ઉત્તરસિદ્ધિને અવશ્ય લાવી આપે છે. વળી એ ઉત્તરસિદ્ધિ પણ એનાથી પણ ઉત્તરસિદ્ધિનું અવંધ્યબીજ ધરાવતું હોવાથી એ આગળની ઉત્તરસિદ્ધિને અવશ્ય લાવી આપે છે. આ ક્રમે ઉત્કૃષ્ટસિદ્ધિ સુધી પહોંચી જીવ છેવટે મોક્ષ પામે છે. પણ જે સિદ્ધિ આવી હોતી નથી, એ ઉત્તરકાળમાં અવશ્ય પતન પામનારી હોય છે. જ્યાં જ્યાં પ્રાક્કાલમાં (=પૂર્વકાળમાં) આવી સિદ્ધિ, ત્યાં ત્યાં ઉત્તરકાળમાં પતન. આવો વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી આ સિદ્ધિ પ્રાક્કાળવ્યાપ્તિથી અવશ્ય પાતવાળી હોય છે. તેથી અવશ્ય સદનુષ્ઠાનથી પાત=ભ્રંશ થાય છે. પછી મોક્ષપ્રાપ્તિની તો વાત જ ક્યાં ? એટલે આ સિદ્ધિ વાસ્તવિક સિદ્ધિ કહેવાતી નથી. (૨) જે ભૂમિમાં હાડકાં વગેરે શલ્ય રહેલા હોય એ ભૂમિ પર નિર્માણ પામેલા મહેલ વગેરે બાહ્ય દૃષ્ટિએ મહેલ જ દેખાવા છતાં, એમાં રહેનારા સુખચેનથી રહી શકતા ન હોવાથી, એ પરમાર્થથી મહેલરૂપ રહેતો નથી. એમ જે સિદ્ધિ મિથ્યાઅભિનિવેશથી ગર્ભિત હોય છે, એ ઉત્તરકાળમાં અવશ્ય નાશ પામનારી હોવાથી તાત્વિક સિદ્ધિ નથી. એટલે કે સિદ્ધિ બે પ્રકારની થઈ. ઉત્તરસિદ્ધિના અવંધ્યબીજથી ગર્ભિત અને પાતશક્તિથી ગર્ભિત. આમાંની પ્રથમ તાત્ત્વિક છે, બીજી અતાત્ત્વિક. (૩) એટલે કે અન્ય સિદ્ધિના–ઉત્તરસિદ્ધિના અવંધ્યબીજથી ગર્ભિત હોવાથી... (૪) હાઠિક હઠીલા જીવો. “સત્ત્વશાલીને કશું અશક્ય નથી એમ પોતાના સત્ત્વ=પરાક્રમ પર મુસ્તાક રહીને પ્રવર્તનારા જીવો એ હાઠિકો છે. આવા જીવોને પણ આ સિદ્ધિ આત્માદિ પ્રત્યય વિના સંભવતી નથી. (૫) ગમે એટલો ઉદ્યમશીલ હોય ને ગમે એટલો આત્મવિશ્વાસથી છલકાતો હોય એવો પણ પુરુષ રેતીમાંથી ઘડો બનાવી શકતો નથી, બાવળ પર આંબા ઊગાડી શક્તો નથી, પછી ભલે ને હજારો વાર મથે. આ આખા અધિકારપરથી સૂચિત એ થાય છે કે આત્માદિપ્રત્યય ઉત્તરસિદ્ધિનું અવંધ્યબીજ છે અને મિથ્યાઅભિનિવેશાદિ પતનનું અવંધ્યકારણ છે. ર૮ (આ જ વાતને અન્ય રીતે કહે છે-). ગાથાર્થ સદ્યોગારમ્ભક જીવ આ શાસ્ત્રસિદ્ધ પ્રત્યાયની અપેક્ષા રાખે છે. તે જાત્યમયૂરની જેમ બીજાઓ કરતાં હમેશા જુદો પડી જતો હોય છે.
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy