________________
४३८
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - २१ स्वर्गप्राप्तिहेतुमुक्त्यद्वेषसत्त्वेऽपि तस्य सदनुष्ठानरागाप्रयोजकत्वाद् बाध्यफलापेक्षासहकृतस्य तस्य मोक्षार्थसदनुष्ठानरागानुबन्धित्वात् ।। २० ।।
अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाऽधीना मुक्त्यद्वेषमपेक्षते ।। २१।।
अपीति । बाध्या = बाधनीयस्वभावा फलापेक्षाऽपि = सौभाग्यादिफलवाञ्छाऽपि (सदनुष्ठानरागकृत=) એનો રાગની સામગ્રી તરીકે ઉલ્લેખ ન હોય.
સમાધાન : અભવ્યના અને ચરમાવર્તવર્તી જીવના સદનુષ્ઠાનરાગમાં પણ ફરક હોય છે. અભવ્યને માત્ર સ્વર્ગાદિના સાધન તરીકે જ અનુષ્ઠાન પ્રત્યે રાગ(ઇચ્છા) થયેલ છે. વિષયસુખના ગાઢ કામી એને સ્વરૂપે તો આ અનુષ્ઠાન પ્રત્યે રાગ નહીં, ભારોભાર દ્વેષ જ હોય છે, કારણ કે અનુષ્ઠાન માટે વિષયસુખને ઓછેવત્તે અંશે પણ છોડવા પડતા હોય છે. જ્યારે ચરમાવર્તવર્તી જીવને અનુષ્ઠાન પ્રત્યે સ્વરૂપે પણ રાગ પ્રગટવા માંડે છે. મારા ભગવાને કહેલું અનુષ્ઠાની’ ‘કેવું સુંદર નિર્દોષ અનુષ્ઠાન !” “ફરી ફરી કરવામાં આનંદ આવે એવું અનુષ્ઠાન આવી બધી પ્રીતિ એ સ્વરૂપે રાગ તરીકે અહીં અભિપ્રેત છે. આવો સદનુષ્ઠાનરાગ જ તહેતુનું બીજ છે, જે અભવ્યાદિને ન હોવાથી અતિવ્યાપ્તિનો પ્રશ્ન રહેતો નથી. રવો (અભવ્યાદિને સદનુષ્ઠાનરાગ કેમ થતો નથી ? એ જણાવે છે )
ગાથાર્થ ? બાળફલાપેક્ષા પણ સદનુષ્ઠાનનો રાગ કરનારી હોય છે. તે (બાધ્યફળાપેક્ષા) પ્રજ્ઞાપનાને આધીન હોય છે અને મુકિતઅષની અપેક્ષા રાખે છે.
ટીકાર્ય : બાધ્યા=બાધા પામવાના સ્વભાવવાળી ફળાપેક્ષા પણ=સૌભાગ્ય વગેરે ફળની વાંછા પણ સદનુષ્ઠાન પર રાગ કરાવનારી બને છે. અને તે બાધ્યફળાપેક્ષા પ્રજ્ઞાપનાને આધીન=ઉપદેશને આધીન હોય છે, કારણ તરીકે મુક્તિઅષની અપેક્ષા રાખે છે.
વિવેચનઃ (૧) અચરમાવર્તમાં જે ભૌતિક ફળાપેક્ષા હોય છે તે મુક્તિદ્વેષના કારણે અબાધ્ય હોય છે, અને એ જ કારણે ઉપદેશની યોગ્યતા હોતી નથી. બાધ્યફળાપેક્ષા ચરમાવર્તમાં હોય છે અને ચરમાવર્તમાં જીવ ઉપદેશને યોગ્ય બનેલો હોય છે. માટે એની અપેક્ષાને અહીં ઉપદેશને આધીન કહી છે. એટલે કે ઉપદેશની અસર ઝીલી શકે એવી કહી છે.
(૨) આનો અર્થ એ છે કે મુક્તિઅદ્વેષ બાધ્યફળાપેક્ષાનું કારણ છે. બાધ્યફળાપેક્ષા એટલે બાધ્યત્વ વિશિષ્ટફળાપેક્ષા. આમાં ફળાપેક્ષા તો જીવને જે અનંતાનુબંધી કક્ષાનો રાગ ઉદયમાં છે, એના કારણે હોવાથી મુક્તિઅદ્વેષ ફળાપેક્ષાનું કારણ નથી. તેથી એને સવિશેષણ ન્યાયે ફળાપેક્ષામાં રહેલ બાધ્યત્વનું કારણ માનવાનું છે. એટલે કે મુક્તિઅદ્વેષ ફળાપેક્ષાને બાધ્ય બનાવે છે. અને આ બાધ્યફળાપેક્ષા સદનુષ્ઠાનરાગને પેદા કરે છે.
શંકા ? તો તો પછી કોઈ ચરમાવર્તવર્તી જીવ કશો ધર્મ કરતો ન હોય તો પણ એને સદનુષ્ઠાનરાગ પેદા થવો જોઈએ, કારણ કે એને રહેલી ભૌતિકઅપેક્ષાઓ બાધ્ય જ હોય છે.
સમાધાનઃ અહીં પ્રકરણ પરથી સમજી લેવાનું છે કે ધર્માનુષ્ઠાનમાં રહેલી બાળફળાપેક્ષા સદનુષ્ઠાન રાગને પેદા કરે છે. એટલે કે બાધ્યફળાપેક્ષાપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન રાગને પેદા કરે છે.