________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४२७ દ્વારા અનર્થનું સંપાદન થાય છે. કુદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થયેલો વિષવિશેષ= એક ચોક્કસ પ્રકારનું ઝેર એ ગર છે. એનો કાળાન્તરમાં વિષમવિકાર પ્રગટ થાય છે. (શંકા-) આલોક-પરલોક બંનેની અપેક્ષાથી કરેલું અનુષ્ઠાન અલગ પડી જશે. (સમાધાન-) ના, નહીં પડે, બંને અપેક્ષામાં જે અધિક હશે તે બળવાન હોય છે એમ અમે સંભાવના કરીએ છીએ.
વિવેચન : (૧) વગેરે શબ્દથી આલોક સંબંધી સ્પૃહણીય બધી ભૌતિક ચીજો લેવાની છે. (૨) વિષ-ગર અચરમાવર્તમાં જ હોય છે. અચરમાવર્તમાં શુભ પરિણામ શું? તો કે ધર્મકરણબુદ્ધિ. ભૌતિક ચીજની પ્રાપ્તિના સાધન તરીકે ધર્મને જોઈને ધર્મ કરવાની ઇચ્છા જાગે છે. આ એનું સચ્ચિત્ત છે. ધર્મના પ્રભાવે જેવી એ ચીજ મળી જાય છે એટલે તરત એ “ગરજ સરી વૈદ વેરી' ન્યાયે ધર્મને છોડી દે છે. કારણ કે કોઈપણ ધર્મ કરવા માટે કંઈકને કંઈક અંશે પણ સંજ્ઞાઓની અટકાયત-વિષયકષાયનો ત્યાગ જરૂરી હોય છે. જે એને કોઈપણ હિસાબે માન્ય હોતા નથી. આમ ધર્મકરણબુદ્ધિનો નાશ એ સચ્ચિત્તનું મારણ છે. (૩) કાળાન્તરે બીજી કોઈ ઇચ્છા જાગે ને એના ઉપાય તરીકે અન્ય ધર્મ કરે એ વાત જુદી.
ચરમાવર્તવર્તી જીવ ભૌતિક ઇચ્છાથી ધર્મ કરે છે. પણ એની ઇચ્છા બાધ્ય હોવાથી એને પરિણામે ધર્મ પ્રત્યે (=સદનુષ્ઠાનપ્રત્યે) રાગ-શ્રદ્ધા-આદર-કૃતજ્ઞભાવ પેદા થાય છે. એટલે કામ સરી ગયું હોવા છતાં ધર્મ કરવાની ઇચ્છા સરી જતી નથી. આમ ધર્મકરણ ઇચ્છા ઊભી રહેતી હોવાથી સચ્ચિત્તનું મારણ કહી શકાતું ન હોવાના કારણે એનું અનુષ્ઠાન વિષ-ગર ન બનતાં તદ્વૈત બને છે. વળી કાળાન્તરે બીજી કોઈ ભૌતિક ઇચ્છા પેદ એટલે એના ઉપાય તરીકે એ અન્ય ધર્મ કરે છે. એમાં પણ ભૌતિક અપેક્ષા તો બાધ્ય જ હોય છે, કારણ કે ચરમાવર્તવર્તી હોવાથી મુક્તિદ્વેષ હોતો નથી. એટલે ફરીથી સદનુષ્ઠાનરાગ વગેરે થાય છે. આવું વારંવાર થવાથી વધતો જતો સદનુષ્ઠાનરાગ ભૌતિક રાગને=ભૌતિક ઇચ્છાને મોળી પાડતો જાય છે ને છેવટે ભૌતિક ઇચ્છા ખસી જાય છે, આત્મહિતની ઇચ્છા પ્રબળ બનતી જાય છે. એટલે નિરભિમ્પંગ અનુષ્ઠાન થવાથી ઉલ્લાસ ઊછળતાં અમૃતઅનુષ્ઠાન આવે છે.
અચરમાવર્તવર્તી જીવને આ સંભવતું નથી. કારણ કે મુક્તિદ્વેષના પ્રભાવે એની ઇચ્છા અબાધ્ય હોય છે. અબાધ્ય એટલે ? ગમે એટલીવાર - વારંવાર ધર્માનુષ્ઠાન કરે તો પણ એ અનુષ્ઠાન એની ભૌતિક ઇચ્છાને અંશમાત્ર પણ બાધા પહોંચાડી શકતું નથી... અંશમાત્ર પણ મોળી પાડી શકતું નથી. એટલે અનંતકાળમાં અનંતીવાર ધર્મ કરવા છતાં એને ભૌતિક અપેક્ષા એવી ને એવી અકબંધ-ગાઢ બની રહેલી હોય છે. તેથી નિરભિમ્પંગ અનુષ્ઠાન માટેની અંશમાત્ર પણ ભૂમિકા સર્જાતી ન હોવાથી એનું અનુષ્ઠાન તદ્ધત બની શકતું નથી. વળી એનો જેમ મુક્તિ પ્રત્યે દ્વેષ છે એમ અંદરખાને તો મુક્તિના ઉપાયભૂત આ અનુષ્ઠાન પ્રત્યે પણ દ્વેષ જ હોય છે. સપનામાં પણ એનું નામ પડે ને ભડકી ઊઠે એવી એલર્જી હોય છે. કારણ કે અનુષ્ઠાન કરવામાં તો પોતે સુખના આધાર તરીકે સર્વે સર્વા રૂપે માની લીધેલા વિષયાદિને છોડવા પડતા હોય છે.
પ્રશનઃ તો પછી એ અનુષ્ઠાન શા માટે કરે ? ઉત્તર : આ કડવી દવા જેવું છે. દર્દીને એ દીઠી રુચતી નથી.. છતાં, બાહ્ય દૃષ્ટિએ જુઓ તો-સમય
ટલે એ જ સામેથી દવા માગશે. ભારે કાળજીપૂર્વક લેશે.. એના માટે હજારો રૂપિયા ખર્ચશે. કોઈક આઘુંપાછું કરે તો એના પર ગુસ્સે થઈ જશે.. આ બધું હોવા છતાં અંદર? અંદર એ જ ભારે અણગમો.. એટલે જેવી પ્રતીતિ થાય કે રોગ મટી ગયો, હવે દવા જરૂરી નથી, એટલે તરત જ છોડી દેશે. બસ આવું જ અચરમાવર્તવર્તી જીવને ધર્માનુષ્ઠાન માટે છે. સ્વઇચ્છિત ભૌતિક ચીજનો આ જ સરળ-સબળ ઉપાય છે એવી પ્રતીતિ થવા પર કડવી દવાની જેમ એ ધર્મનું સેવન કરે છે. એનાથી ઇચ્છિતની પ્રાપ્તિ પણ થાય છે. છતાં,