SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ૪૨9. આ અધિકાર અને આપણા ચાલુ અધિકારનો વિચાર કરીએ તો જણાય છે કે મુક્તિદ્વેષ હાજર નથી, એટલે અનુષ્ઠાન તો કશું નુકશાન કરતું નથી, બલ્બ ધર્માનુષ્ઠાન હોવાથી લાભ જ કરે છે, માટે એ અપેક્ષાએ એ ગુણકર છે. તેમ છતાં એમાં ભૌતિક અપેક્ષા જે ભળે છે તે પ્રતિબંધક બનતી હોવાથી એ અપેક્ષાએ દોષકર છે. ટૂંકમાં નિયાણું દોષકર.. ધર્માનુષ્ઠાન ગુણકર. એટલે સનિદાનધર્મ ઉભયકર છે. વળી યોગબિન્દુ (૧૫૪)માં આવી વાત છે કે-“પતંજલિ વગેરે યોગીઓએ યોગમતમાં અનુષ્ઠાનના વિષગર વગેરે આ પાંચ પ્રકાર સામાન્ય રીતે જ કહ્યા છે, નહીં કે ચરમ-અચરમઆવર્તના ભેદની અપેક્ષાએ.” આના પર વિચાર કરીએ - જ્ઞાનીઓએ જૈનમતમાં ગુણઠાણાના મિથ્યાત્વ વગેરે ચૌદ પ્રકાર સામાન્ય રીતે જ કહ્યા છે, નહીં કે વિરત-અવિરત જીવભેદની અપેક્ષાએ...' આવા વાક્ય પરથી સૂચિતાર્થ એ મળે છે કે જ્યારે વિરત- અવિરત આવા જીવભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે ચૌદે ચૌદ ગુણઠાણા મળતા નથી, પણ વિરતને પાંચથી ચૌદ અને અવિરતને એકથી ચાર... એમ વિભાગપૂર્વક મળે છે. (અથવા પાંચમું વિરતાવિરત હોવાથી બંનેમાં પણ ગણી શકાવાથી અવિરતને એકથી પાંચ). એમ પ્રસ્તુત વાક્ય પરથી એવો સૂચિતાર્થ મળે છે કે જ્યારે ચરમઅચરમઆવર્તભેદની વિવક્ષા કરવામાં આવે ત્યારે પાંચે અનુષ્ઠાનો મળી ન શકે, પણ એમાં વિભાગ કરવો પડે. એ વિભાગ આ રીતે કરવો પડે કે-અચરમાવર્તમાં વિષ, ગર અને અનનુષ્ઠાન, ચરમાવર્તમાં-અનનુષ્ઠાન, તદ્ધતુ અને અમૃત. અનાભોગ બંનેમાં સંભવિત હોવાથી અનનુષ્ઠાન બંનેમાં મળે. વિષ-ગર ચરમાવર્તમાં પણ જો મળે તો ચરમાવર્તની અપેક્ષાએ પણ પાંચે ભેદ મળવાથી એનો નિષેધ જે કર્યો છે, તે અસંગત ઠરી જાય. ચરમાવર્તમાં પાંચે અભિપ્રેત હોય તો તો વાક્યપ્રયોગ આવો હોવો જોઈએ કે-વિષ-ગર વગેરે આ પાંચ પ્રકાર ચરમાવર્તની અપેક્ષાએ છે, નહીં કે અચરમાવર્તની અપેક્ષાએ. (જેમ કે – ગુણઠાણાના ૧૪ ભેદ ત્રસજીવની અપેક્ષાએ છે, નહીં કે સ્થાવર જીવની અપેક્ષાએ.) એટલે, યોગબિંદુ ગ્રન્થની ઉપરોક્ત વાતને અસંગત ન ઠેરવવી હોય તો માનવું જ પડે કે ચરમાવર્તમાં વિષ-ગર હોતાં નથી. તથા યોગબિન્દુની ૯૮ થી ૧૦પમી ગાથાનો અધિકાર વિચારતાં આવો સાર મળે છે- ભવસમુદ્રમાં વિચલિત થયો છે આત્મા જેમનો એવા અપુનર્બન્ધકાદિને અચરમાવર્ત કરતાં અન્ય પ્રકારે પૂર્વસેવા હોય છે, કારણ કે મુક્તિમાર્ગમાં તત્પર નિર્મળ મન તેઓને હોવું ઘટે છે. તે પણ એટલા માટે કે સમ્યક્તાદિનું સામીપ્ય છે, કુશળબુદ્ધિના પ્રાપ્તિકાળમાં કલ્યાણ થાય છે, ને પછી ઉત્તરકાળમાં તો વિશેષ પ્રકારે કલ્યાણ થાય છે. આ કુશળ બુદ્ધિની પ્રાપ્તિ- કલ્યાણ વગેરેમાં ચરમાવર્તનું સામર્થ્ય છે. આ સાર પર વિચાર કરીએ - પૂર્વસેવા - ગુરુપૂજનાદિ અચરમાવર્ત કરતાં અપુનર્બન્ધકાદિને અન્ય પ્રકારે કહી એટલે જ વિષ-ગર કરતાં અન્ય પ્રકારે હોવી સિદ્ધ થઈ જ ગઈ. ચરમાવર્ત પ્રવેશકાળથી જ જીવ અપુનર્બન્ધક બની જાય છે એ આપણે અપુનર્બન્ધક બત્રીશીમાં જોઈશું. તથા કુશળબુદ્ધિની પ્રાપ્તિમાં ચરમાવર્તનું સામર્થ્ય કહ્યું.. એનો અર્થ જ ચરમાવર્ત પ્રવેશમાત્રથી જ એ પ્રાપ્ત થઈ જ જાય. વળી એ પ્રાપ્તિકાળથી જ કલ્યાણ કહ્યું છે. જો વિષ-ગર સંભવતા હોય તો કલ્યાણ શી રીતે ? માટે ચરમાવર્તમાં વિષ-ગર ન સંભવે.. યોગબિંદુ-૧૭૯ માં કહ્યું છે કે અપુનર્બન્ધકની પૂર્વ અવસ્થાવાળા જીવો સંસારઅભિનંદનશીલ હોય છે... અર્થાતુ અપુનર્બન્ધક જીવો એવા હોતા નથી, તેથી અપુનબંધકને વિષ-ગર ન હોવાથી ચરમાવર્તમાં વિષ-ગર ન હોય. વળી ચૌદમી બત્રીશીમાં ગ્રન્થકાર જણાવવાના છે કે અપુનર્બન્ધકનું કોઈપણ અવસ્થામાં કરેલું કોઈપણ
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy