________________
४२०
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ९ ઉત્તરપક્ષ મળહાસની વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે. વૃદ્ધિની વાત ક્યાંય જોવા-જાણવા મળતી નથી. વળી અલ્પમલત્વ કાળમાં મુક્તિઅદ્વેષ હોય છે. એની હાજરીમાં પણ જો અમુક પ્રવૃત્તિવિશેષથી મળવૃદ્ધિ થતી હોય તો તો એવી પ્રવૃત્તિવિશેષ અચરમાવર્તમાં મુક્તિદ્વેષકાળમાં તો વધુ જોરશોરથી હોય, તેથી કાળક્રમે પ્રતિઆવર્ત જે મળદ્ભાસ થાય એના કરતાં પ્રતિઆવર્ત અનેકવાર થયેલી આવી પ્રવૃત્તિવિશેષથી મળવૃદ્ધિ વધારે થયા કરવાના કારણે સરવાળે મળવૃદ્ધિ જ થવાથી સહજઅલ્પમલત્વની ભૂમિકા ક્યારેય આવી જ શી રીતે શકે? તથા, અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચાડનાર મળદ્વાસ તો પ્રતિઆવર્ત કાળક્રમે થતો જણાવ્યો છે. એટલે મળવૃદ્ધિ બાદ ફરીથી અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચવા મળહાસ કાળક્રમે જે થાય એ જ અપેક્ષિત રહે. (આમે મક્તિષની હાજરીમાં ધર્મપરષાર્થ પણ શભફળક ન હોવાથી મળદ્વાસ કરી શકતો નથી.) અને કાળક્રમે જે
બહ્રાસ થાય તે તો અતિ અલ્પ હોવાથી ચરમાવર્તમાં જેટલો સંસારકાળ બાકી રહ્યો છે એટલામાં અલ્પમલત્વની ભૂમિકા ફરીથી આવી જ શી રીતે શકશે? એટલે આ બધાં કારણોએ તથા પૂર્વે જણાવેલાં કારણોએ અલ્પમલત્વ થયા પછી ફરીથી મળવૃદ્ધિ થાય - યોગ્યતારૂપે મુક્તિદ્વેષ ઊભો થાય. આ બધું માની શકાતું નથી. એટલે ચરમાવર્તપ્રવેશે એકવાર અલ્પમલત્વ-મુક્તિઅદ્વેષ થયા પછી એ ખસતા ન હોવાથી મુક્તિઉપાયોનું મિલન શક્ય ન રહેવાના કારણે વિષ-ગર અનુષ્ઠાન સંભવતા નથી. ભૌતિક અપેક્ષા હોય તો પણ તહેત જ થાય છે.
શંકા આ રીતે સંભૂતિમુનિના અનશનને તદ્ધતુ સિદ્ધ કરશો તો એને નિયાણું નહીં કહી શકાય, કારણ કે નિયાણું તો ત્યાજ્ય છે, જ્યારે તદ્ધ, ઉપાદેય છે.
સમાધાન : શ્રી મુનિસુદંરસૂરિવિરચિત ઉપદેશરત્નાકરના ચોથા અંશમાં ત્રીજા તરંગમાં (પૃ. ૧૩૦) નિયાણા માટે આ પ્રમાણે કહ્યું છે
अथौषधचतुर्भङ्गीदृष्टान्तेन विध्यविधिधर्मविचारमाह - दोस-गुणो-भय-णुभयं जह कुज्जा ओसहं तहा धम्मो । मिच्छत्तं अनिआणो सनिआणो भावसुन्नो अ ।। सनिआणोत्ति-निदानं तपःफलप्रार्थनं, तेन सहितः सनिदानोऽधिकारात सर्वज्ञप्रणीत एव धर्मो दोषं गुणं चेत्युभयं करोति ।।
અર્થ : હવે ઔષધના ચાર ભાગાના દૃષ્ટાંતે વિધિ-અવિધિ ધર્મનો વિચાર કરે છે-જેમ ઔષધ દોષ કરે છે, ગુણ કરે છે, ઉભય=દોષ અને ગુણ ઉભય કરે છે અને અનુભ=દોષ કે ગુણ કશું કરતું નથી. આમ ઔષધ ચાર પ્રકારે હોય છે. એમ ધર્મ પણ ચાર પ્રકારે છે. એમાં મિથ્યાધર્મ દોષકર છે, નિયાણાં રહિતનો અનિદાનધર્મ ગુણકર છે. સનિદાનધર્મ ઉભય= ગુણદોષ ઉભયકર છે અને ભાવશૂન્યધર્મ અનુભયકર છે=દોષ કે ગુણ કશું કરતો નથી.
આમાં નિદાન–તપના ફળની પ્રાર્થના-માગણી કરવી ( તપના બદલામાં કોઈ ભૌતિક ચીજ માગી લેવી એ નિયાણું છે). આવા નિદાનથી સહિત ધર્મ એ સનિદાનધર્મ. અહીં ધર્મ તરીકે સર્વજ્ઞ કહેલો જૈનધર્મ લેવાનો છે. આવો સનિદાનધર્મ દોષ અને ગુણ બન્ને કરે છે.
આમાં જ આગળ જણાવ્યું છે કે નિહાનિનમતીયત:નરીન્યરિ પુનઃ પ્રાપ્તિમાં નૃપાલીનાં सर्वविरत्यादिविशेषधर्मानुपलम्भकत्वेऽपि जिनधर्मानुरागादेर्धर्मस्य यथार्ह प्रापकत्वेन भवान्तरे सुलभबोधिताकरणाद् गुणत्वमिति । અર્થ: જૈનધર્મમાં કહેલ તપને સનિદાન કરવાથી મળેલ રાજ્યાદિ ફળ, એ ફળ પામેલા રાજા વગેરેને સર્વવિરતિ વગેરેરૂપ વિશેષ ધર્મના પ્રાપક ન બનતા હોવા છતાં જૈનધર્મ પ્રત્યે અનુરાગ વગેરે રૂપ ધર્મના યથાયોગ્ય પ્રાપક હોવાથી ભવાંતરમાં સુલભબોધિતા કરે છે, માટે એ રીતે ગુણકર છે.