________________
२५०
कथाद्वात्रिंशिका ९ - ९ विअप्पिया ते पुव्वं कहित्ता दोसा तेसिं भाविऊण पुणो जे जिणप्पणीयभावसरिया घुणक्खरमिव कहवि सोभणा भणिआ ते कहेति । अहवा मिच्छावादो णत्थित्तं भण्णति, सम्मावादो अत्थित्तं भण्णति । तत्थ पुब्बिं
છે. પહેલાં શ્રોતાની શ્રદ્ધાવાળા ધર્મમાં કહેલી શોભન વાતો (=જિનવચનાનુસારી વાતો) કહે, એના ગુણો વગેરે દર્શાવે અને પછી એ જ ધર્મમાં જિનવચનથી વિપરીત રીતે કહેલી અશોભન–મિથ્યા વાતો જણાવે અને એમાં રહેલી અસંગતિ વગેરે જણાવે. અથવા પહેલાં આસ્તિકવાદીની વાતો કરી પછી નાસ્તિકવાદીની વાતો કરે જેથી શ્રોતાની નાસ્તિકતા વિક્ષિપ્ત થાય.
જેમ અન્ય ધર્મની કે નાસ્તિકતાની શ્રદ્ધાવાળાને એની એ શ્રદ્ધા વિક્ષિપ્ત થાય એ માટે વિક્ષેપણી કથા કરવામાં આવે છે, એમ જૈનધર્મમાં જ રહેલા શ્રોતાને કોઈક અસત્ આગ્રહ બંધાઈ ગયો હોય, તો એ આગ્રહ છોડાવવા માટે પણ વિક્ષેપણી કથા કરવી જોઈએ. જેમકે કોઈ સાધુ ભગવંતને એવો આગ્રહ બંધાઈ ગયો હોય કે ભલે સૂચના આપીને આધાકર્મી ગોચરી બનાવવી પડતી હોય, તો પણ આયંબિલ કરવા. તો આ શ્રોતા સાધુભંગવતને આ ત્રીજા કે ચોથા પ્રકારની વિક્ષેપણી કથા કરવી જોઈએ જેથી એનો અસતુ આગ્રહ છૂટી જાય. આમાં આયંબિલ કરવાની વાત સમ્યગુવાત છે, આધાકર્મી બનાવવાની વાત મિથ્યા છે. શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે-આજ્ઞાના પાલનથી જ ચારિત્ર છે. આજ્ઞાનો ભંગ કરવામાં શાનો ભંગ નથી થયો ? (જો તું) એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તો બાકીનું જે પાલન કરે છે, તે કોની આજ્ઞાથી કરે છે ? / ૫૦૫ // આશય એ છે કે બાકીનું જે પાલન કરે છે તે પણ પ્રભુની આજ્ઞા છે, માટે કરે છે એવું નથી, કારણ કે એવું હોય તો તો જે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિપરીત આચરણ કરે છે તે પણ ન જ કરત, અને પ્રભુની આજ્ઞા મુજબ જ કરત.
પ્રશન-એ શ્રોતા તો પ્રભુની આજ્ઞા સમજીને જ આયંબિલ કરતો જણાય છે ને !
ઉત્તર-પ્રભુની આજ્ઞા હોય એ મારે કરવાનું. આવો જો અભિપ્રાય હોય, તો આધાકર્મી વર્જવાની પણ પ્રભુની જ આજ્ઞા છે. એનું પાલન પણ શા માટે ન કરે ?
પ્રશ્ન-જો પ્રભુની આજ્ઞાથી એ આયંબિલ નથી કરતો, તો શાનાથી કરે છે ?
ઉત્તર-પોતાની બુદ્ધિથી કરે છે. જે પોતાની બુદ્ધિમાં હિતકર લાગ્યું એ કરે છે, જે હિતકર તરીકે જરૂરી નથી લાગ્યું તે આધાકર્મીવર્જન વગેરે નથી કરતો. પણ આ સ્વબુદ્ધિની સંમતિથી કરવું એ પ્રભુની આજ્ઞાના સંદર્ભમાં ગુણાક્ષરન્યાય કર્યા જેવું જ છે.
પ્રશન-છતાં જે આયંબિલ એ કરે છે તે તો લાભમાં જ છે ને ?
ઉત્તર-એક શ્રાવક આયંબિલની લાંબી ઓળીઓ કરે છે. એક સાધુભગવંત આયંબિલ વગેરે તપ નથી કરતાં, પણ નિર્મળ સંયમ પાલન કરે છે. આ બેમાં સાધુને જ શ્રાવક કરતાં અસંખ્ય ગુણ નિર્જરા કહેલી છે. શાસ્ત્રોમાં તપથી ગુણશ્રેણિ નથી કહી, પણ સંયમથી કહી છે. માટે તપોયાત્રા કરતાં સંયમયાત્રા ખૂબ જ મહત્ત્વની છે. સંયમયાત્રાની નિર્મળતા માટે નિર્દોષ ભિક્ષા તો પાયાની શરત છે.
પ્રશ્ન-જૈનશાસનમાં જેમ ઉત્સર્ગ એ માર્ગ છે, એમ અપવાદ પણ માર્ગ છે. યુવાન સાધુઓ આયંબિલના નામે વિગઈનો ત્યાગ કરે એ બ્રહ્મચર્યપાલન માટે ઘણું ઇચ્છનીય છે. પછી આયંબિલની નિર્દોષ ભિક્ષા નથી મળતી તો આધાકર્મી પણ અપવાદપદે ચાલે ને ?
ઉત્તર-બ્રહ્મચર્યની નિર્મળતા તો ઇચ્છનીય છે જ. પણ આજ કાલ શ્રાવકોને ત્યાંથી સામાન્ય રીતે ચોપડેલી