________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४०५ સમાધાનઃ “મલન થતું નથી' નો અર્થ છે એ ધર્માનુષ્ઠાન મુક્તિઉપાય તરીકે વિનાશ પામતું નથી. એટલે એ ધર્માનુષ્ઠાન મુક્તિના ઉપાયભૂત જ રહે છે. અર્થાત્ એ પરંપરાએ પણ મુક્તિનું કારણ બને જ છે. પછી એને પથ્થભોજનસદશ, પરિણામસુંદર અને હિતકર કેમ ન કહેવાય?
આ બધી વિચારણાઓમાં નોંધવા જેવી બાબત એ છે કે – સાભિવંગ અનુષ્ઠાન હિતકર બને કે અહિતકર એનો આધાર માત્ર ને માત્ર મુક્તિઅદ્વેષ હોવા-ન હોવા પર જ છે. વળી મુક્તિઅદ્વેષ હોવાનો આધાર કાળ પર જ છે, કાળક્રમે સહજઅલ્પમલત્વની ભૂમિકા આવે એટલે મુક્તિઅદ્વેષ પ્રગટે જ છે. આમાં જીવના પુરુષાર્થનો કશો ઉપયોગ હોતો નથી. જીવ પુરુષાર્થથી, મુક્તિ પ્રત્યે દ્વેષ ન પ્રગટી જાય એવી તકેદારી રાખીને જે મુક્તિઅદ્વેષ કેળવે છે એ જીવને સંયમપાલનાદિ અનુષ્ઠાન દ્વારા નવમા રૈવેયક સુધી પહોંચાડી શકે છે, પણ મુક્તિ ઉપાયના મલનને અટકાવી શકતો નથી, ને તેથી વિપાકવિરસત્વ વગેરે ઊભા જ રહે છે.
આના પરથી એ નિશ્ચિત થાય છે કે સાભિધ્વંગ અનુષ્ઠાન અહિતકર મટીને હિતકર બનવામાં જીવનો પુરુષાર્થ કોઈ ભાગ ભજવતો નથી, અને તેથી કાળક્રમે મુક્તિઅદ્વેષ જે જીવો પામેલા હોય તે બધા જીવોના બધા જ સાભિધ્વંગ અનુષ્ઠાનો હિતકર જ નીવડે છે, અહિતકર નહીં.
તથા, મુક્તિષવાળા જીવોનું ધર્માનુષ્ઠાન વિપાકવિરસ જે બને છે, તે ભૌતિક ઇચ્છાના કારણે નહીં, કારણ કે ભૌતિક ઇચ્છા તો મુક્તિઅષવાળા જીવના ધર્માનુષ્ઠાનમાં પણ રહી છે, ને છતાં એ વિપાકવિરસ બનતું નથી. પણ ભૌતિક ઇચ્છામાં જે તીવ્રતા અબાધ્યતા રહી હોય છે, એના કારણે એનું અનુષ્ઠાન વિપાકવિરસ બને છે. હવે, ભૌતિક ઇચ્છામાં આ તીવ્રતા ભળવામાં જીવનો પુરુષાર્થ કારણ હોતો નથી, કારણ કે મુક્તિઅદ્વેષ નહીં પામેલા બધા જ જીવોની ભૌતિક ઇચ્છામાં એ અનાદિકાલથી ભળેલી જ હોય છે. એમ, એમાંથી આ તીવ્રતા હટી જવામાં પણ જીવનો પુરુષાર્થ કોઈ ભાગ ભજવતો નથી, કારણકે કાળક્રમે મુક્તિઅદ્વેષ પ્રગટવાની સાથે જ એ તીવ્રતા-અબાધ્યતા ખસી જાય છે, અને અતીતા-અબાધ્યતા ભળી જાય છે. આ વાત યોગ્ય પણ છે જ, કારણકે આ તીવ્રતા જો જીવના પુરુષાર્થથી ખસતી હોય તો કયા પુરુષાર્થથી ? “પાપપુરુષાર્થથી ખસે એવું માની શકાતું નથી, કારણ કે એ તો સાવ વિપરીત જ છે. “ધર્મ પુરુષાર્થથી એ ખસે' એવું પણ માની શકાતું નથી, કારણ કે તો તો એનો એ ધર્મપુરુષાર્થ વિપાક સુંદર બનવાથી વિપાકવિરસત્વ જે કહ્યું છે તેનો વિરોધ થાય. માટે નક્કી થાય છે કે ભૌતિક અપેક્ષામાં ભળેલી અબાધ્યતા જીવના પુરુષાર્થથી ખસતી નથી.
હવે, જે બાબત જીવના પુરુષાર્થને આધીન હોય એ બાબત તો, જે જીવ ઉચિત પુરુષાર્થ કરે એને જ સિદ્ધ થાય, અન્યને નહીં. પણ જે બાબત જીવના પુરુષાર્થને આધીન નથી, પણ માત્ર કાળક્રમે થાય છે, એ તો તે તે કાળે તે તે સર્વ જીવોને સિદ્ધ થઈ જ જાય, અમુકને થાય ને અમુકને ન થાય.. આવું બની શકે નહીં, કારણકે એમાં કોઈ વિનિગમક નથી. અર્થાત્ અમુક જીવોને સિદ્ધ થઈ તો શા કારણે ? અમુકને ન થઈ તો શા કારણે? આ પ્રશ્નોનો ઉત્તર બની શકે એવું કોઈ કારણ નથી.
પ્રશ્ન : આમાં “તે તે કાળે” એમ જે જણાવ્યું છે એમાં “તે તે કાળ' એટલે ક્યો કાળ?
ઉત્તરઃ એ કાળ એટલે ચરમાવર્ત પ્રવેશકાળ સમજાય છે. આશય એ છે કે કાળક્રમે સહજ અલ્પમલત્વ થાય એટલે તીવ્રભવાભિવૃંગ=તીવ્રભોગેચ્છા=મુક્તિદ્વેષ ખસે છે ને મુક્તિઅદ્વેષ પ્રગટે છે. લાભાદિનો અર્થી બનેલો જીવ હવે જે ધર્માનુષ્ઠાન કરે છે તે હિતકર હોય છે, અહિતકર નહીં, એ વાત આપણે નિશ્ચિત કરી ગયા છીએ. લાભાદિની અર્થિતા તો ઊભી જ છે, અત્યાર સુધી થતું ધર્માનુષ્ઠાન અહિતકર બનતું હતું અને હવે