________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४०३ દ્વેષ ન જોઇએ” આવું શાસ્ત્રવચનોથી જાણવા પર એ દેવલોકનો ઇચ્છક જીવ અંદર યોગ્યતારૂપે મુક્તિદ્વેષ પડેલો હોવા છતાં બહાર એ ક્યાંય વ્યક્ત ન થઇ જાય.. મનથી વિચારરૂપે પણ વિચારાઇ ન જાય એની ભારે તકેદારી રાખે છે. અને આમ બહારથી કૃત્રિમ રીતે (બનાવટી) મુક્તિઅદ્વેષ કેળવે છે. વળી સંયમપાલનમાં નાના નાના અતિચાર પણ ન લાગી જાય એ તો જ શક્ય બને છે જો વિષય-કષાયને અતિ અતિ મંદ બનાવ્યા હોય, કારણ કે અતિચાર સેવનમાં વિષય-કષાયનો જ મુખ્ય ફાળો હોય છે. એટલે આ જીવ સતત જાગૃતિ સાથે વિષયકષાયને અતિ અતિ મંદ કરે છે – રાખે છે અને નિરતિચાર સંયમપાલન દ્વારા એને ઉત્તરોત્તર વધુ મંદ કરતો જાય છે. આ મંદતાના પ્રભાવે રૈવેયકમાં માનસિક પ્રવિચારણાથી = માનસિક વિષયસેવનથી પણ મુક્ત રહે છે. એ પછીના બે ચાર ભવમાં પણ આ વિષય-કષાયની મંદતા ચાલે છે. તેમ છતાં, દંડ કાઢી લીધા પછી પણ સંસ્કારવશાત્ ચક્રભ્રમણ કેટલોક કાળ ચાલુ રહેતું હોવા છતાં એ ક્રમશઃ શિથિલ બનતું જ જાય છે ને છેવટે અટકી જાય છે. એમ આ વિષય-કષાયાદિની મંદતા ક્રમશઃ ઘટતી જાય છે અને છેવટે નાશ પામી જાય છે. (ક્યારેક વિપરીત નિમિત્ત મળે તો આ મંદતા શીધ્ર પણ નાશ પામી જાય છે.) અને જેવી આ મંદતા નાશ પામે છે કે તરત વિષય-કષાયોની તીવ્રતા જોર પકડે જ છે. એમ, બહાર પુરુષાર્થથી ઘડેલો મુક્તિઅદ્વૈષ પણ ક્રમશઃ ખસતો જાય છે, ને છેવટે અંદર પડેલો મુક્તિદ્વેષ પાછું માથું ઉચકે છે. આ વિષય-કષાયોની તીવ્રતા અને વ્યક્ત થયેલો મુક્તિદ્વેષ... જીવ પાસે પાછા તીવ્રભાવે પાપ કરાવે છે જેના કારણે દુર્ગતિમય સંસારપરિભ્રમણ ચાલુ જ રહે છે.
જો અંદર મુક્તિઅદ્વેષ પ્રગટેલો હોત, તો જ્ઞાન-ક્રિયાત્મક મુક્તિ ઉપાયોનું મલન ન થાત, એટલે કે એ મુક્તિ ઉપાય તરીકે અક્ષત જ રહેત, ને તેથી પરંપરાએ પણ મોક્ષાત્મક સર્વાગ સુંદર પરિણામ પ્રાપ્ત થાત. આ વિપાક સુંદરતા છે. એના બદલે સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું એ વિપાકવિરસતા છે.
શંકા ઃ જેને અંદરમાં મુક્તિદ્વેષ ખદબદે છે, એ જીવ સંયમપાલનાદિ ન કરે તો પાપ જ કરવાનો છે ને એના કારણે પણ દુર્ગતિમય સંસાર પરિભ્રમણ એના લલાટે લખાયેલું જ છે. પછી અલગ વિપાકવિરસત્વ શું? ઊલટું રૈવેયકમાં ગયા પછી પણ બેચાર ભવ વિષયકષાયની મંદતા ચાલવાની પરિણામસુંદરતા ન કહેવાય ?
સમાધાન પરિણામે દુઃખદ એવી પાપપ્રવૃત્તિઓની અપેક્ષાએ આ વિપાકવિરસત્વની વાત નથી. પણ એ મુક્તિઅદ્વેષ બેઠો હોત તો સંયમપાલનાદિ અંતિમ ફળ તરીકે જે મોક્ષાત્મક સર્વસુંદર પરિણામમાં પરિણમવાના હતા, એની અપેક્ષાએ, એ અદ્વેષ ન બેઠો હોવાના કારણે એ સંયમપાલનાદિ છેવટે સંસારપરિભ્રમણમાં પરિણમતા હોવાથી વિપાકવિરસ છે.
શંકા: બારમી બત્રીશીમાં તો એમ જણાવેલું છે કે મુક્તિઅદ્વેષ એ દ્રષના અભાવ રૂપ હોવાથી એક જ પ્રકારનો હોય છે. તો તમે એના બે પ્રકાર કેમ કહ્યા ?
સમાધાનઃ ઓછો દ્વેષ, વધારે દ્વેષ.. એમ પ્રતિયોગીમાં તરતમતાના આધારે જેમ પ્રકાર પડે છે એમ અદ્વેષમાં પડી શકતા નથી. માટે એ એક પ્રકારનો કહેવાયેલો છે. ઘટાભાવમાં તરતમતા ન હોય, પણ ઘટનો પ્રાગભાવ, ધ્વસાભાવ, અત્યંતાભાવ વગેરે રૂ૫ પ્રકાર તો હોય જ છે ને, એમ પ્રસ્તુતમાં જાણવું. વસ્તુતઃ અહીં એક જ અભાવના અલગ-અલગ બે પ્રકાર છે એવું નથી, પણ બે પ્રતિયોગી અલગ-અલગ છે ને એના બે અભાવ અલગ-અલગ છે. વ્યક્ત મુક્તિદ્વેષ અને યોગ્યતારૂપ મુક્તિદ્વેષ અલગ-અલગ હોવાથી પ્રતિયોગી અલગ અલગ