________________
२४८
कथाद्वात्रिंशिका ९ - ९ पराक्रमस्तथा समितय ईर्यासमित्याद्या गुप्तयो मनोगुप्त्याद्याः (=समिति-गुप्तयः) आक्षेपणीकल्पवल्ल्या मकरन्दो = रस उदाहृतः । विद्यादिबहुमानजननेनैवेयं फलवतीति भावः ।। ८ ।।
स्वपरश्रुतमिथ्याऽन्यवादोक्त्या सङ्क्रमोत्क्रमम् । विक्षेपणी चतुर्धा स्यादृजोर्मार्गाभिमुख्यहृत् ।।९।।
स्वेति । स्वपरश्रुते = स्वसमय-परसमयौ, मिथ्याऽन्यवादौ = मिथ्यावाद-सम्यग्वादी, तयोरुक्त्या = प्रतिपादनेन (=स्वपरश्रुत-मिथ्याऽन्यवादोक्त्या) । सङ्क्रमोत्क्रम पूर्वानुपूर्वी-पश्चानुपूर्वीसहितं यथा स्यात्तथा । चतर्धा विक्षेपणी स्यात । तथा च सम्प्रदाय-विक्खेवणी सा चउविहा पन्नत्ता. तं जहा-ससमयं कहित्ता
આદર-ઉદ્યમ જાગ્રત થાય તો ધર્મકથાનો સાર પામ્યા કહેવાઈએ અને તો ધર્મકથા સફળ થયેલી કહેવાય. liટા (વિક્ષેપણીકથાના ચાર ભેદ દર્શાવે છે.)
ગાથાર્થ સ્વશાસ્ત્ર-પરશાસ્ત્ર-મિથ્યાવાદ-સમ્યગ્વાદ. આ ચારને સંક્રમ-ઉત્કમપૂર્વક કહેવાથી વિક્ષેપણીકથા ચાર પ્રકારે થાય છે. આ કથા મુગ્ધજીવની માર્ગની રુચિને હરે છે.
ટીકાર્થઃ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્ત તથા મિથ્યાવાદ અને સમ્યગ્વાદ. આ બે જોડકાંને પૂર્વાનુપૂર્વીક્રમે તથા પચ્ચાનુપૂર્વીક્રમે કહેતાં વિક્ષેપણીકથા ચાર પ્રકારે થાય છે. અહીં આવો સંપ્રદાય છે (દશર્વ. વૃદ્ધવિવરણ. અધ્ય. ૩)-વિક્ષેપણી તે(કથા) ચાર પ્રકારે કહેવાયેલી છે. તે આ રીત-સ્વસમયને કહીને પરસમય કહે, પરસમયને કહી સ્વસમય કહે, મિથ્યાવાદને કહી સમ્યવાદ કહે, સમ્યગ્લાદને કહી મિથ્યાવાદ કહે.
આમાં પહેલાં સ્વસમયને કહી પરસમયને કહેતી કથામાં સ્વસમયના ગુણો દર્શાવે, પછી પરસમયના દોષો દર્શાવે.... આ પ્રથમ વિક્ષેપણી કથા થઈ.
હવે બીજી કહેવાય છે-પહેલાં પરસમય કહીને એના જ દોષો દર્શાવે અને પછી સ્વસમય કહીને એના ગુણો દર્શાવે. આ બીજી વિક્ષેપણી કથા થઈ. હવે ત્રીજી-પરસમયને કહીને એ પરસમયમાં જ જે વાતો જિનપ્રણીત વાતોથી વિરુદ્ધ હોય, તેને તેથી) ખોટી જ કલ્પાયેલી હોય તે પહેલાં કહીને-તેના દોષો સમજાવીને પછી જે જિનપ્રણીત વાતોને સમાન વાતો કોઈપણ રીતે ધુણાક્ષરન્યાયે કહેવાઈ ગયેલી હોય તે કહે. અથવા, મિથ્યાવાદ એટલે નાસ્તિત્વ. સમ્યગ્વાદ એટલે અસ્તિત્વ. એમાં પહેલાં નાસ્તિકવાદીઓની વાત કરીને પછી અસ્તિત્વપક્ષના વાદીઓની વાત કરે. આમ ત્રીજી વિક્ષેપણી કથા થઈ. હવે ચોથી વિક્ષેપણી કથા-તે પણ આ રીતે જ જાણવી. માત્ર પહેલાં સારી (માન્ય) વાતો કરીને પછી અન્ય (અમાન્ય) વાતો કરે. આમ શ્રોતાને વિક્ષિપ્ત કરે,
આ વિક્ષેપણીકથા ઋજુ=મુગ્ધ ભોળા જીવની સ્વરૂપે રહેલી મારુચિને હણનારી બને છે.
વિવેચનઃ અન્ય ધર્મની શ્રદ્ધાવાળા શ્રોતાને એ શ્રદ્ધા હટે નહીં ત્યાં સુધી જૈનધર્મની શ્રદ્ધા પ્રગટવી શક્યા નથી. માટે અન્ય ધર્મની શ્રદ્ધા હટવી જરૂરી છે. એ હટવી એ એક પ્રકારનો વિક્ષેપ છે. માટે એને હટાવતી કથા વિક્ષેપણી કથા કહેવાય છે. આના પણ ચાર પ્રકાર છે.
(૧) સ્વ-પરસમયવિક્ષેપણીકથા-પ્રથમ સ્વસમયની=જૈનદર્શનની વાતો કહે, અને એ તર્કસંગત છે,