________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३९९ यद् (?यतः) = यस्माद् व्रतानां दुर्ग्रहोऽसम्यगङ्गीकारः (=व्रतदुर्ग्रहः) उक्तः शास्त्रेषु = योगस्वरूपनिरूपकग्रन्थेषु (शस्त्राग्नि-व्यालदुर्ग्रहसन्निभा=) शस्त्राग्नि-व्यालानां यो दुर्ग्रहः = दुर्गृहीतत्वं तेन सन्निभः = सदृशः, શાસ્ત્રોમાં વ્રતોના દુહને= અસખ્ય અંગીકારને શસ્ત્ર, અગ્નિ અને સાપનો જે દુર્ગહ તેને સદશ કહ્યો છે, કારણ કે એ પરિણામે અસુંદર હોય છે.
વિવેચન : વિષમિશ્રિત ભોજનથી તત્કાળ ભૂખશમન-તૃપ્તિ અનુભવાય છે, પણ પરિણામે મોત આવે છે, માટે એ તૃપ્તિ સુખ નહીં, પણ સુખાભાસ છે. ને એ ભોજન બહુતરદુઃખને લાવનારું છે. અહીં મુખ્ય બે વાતો નોંધપાત્ર છે. (૧) મૂળમાં રહેલા શાસ્ત્રપુ શબ્દથી ટીકાકારે સામાન્યથી ધર્મશાસ્ત્રો એવો નિર્દેશ ન કરતાં યોગનિરૂપક શાસ્ત્રો એવો આદેશ કર્યો છે, અને એ યોગ્ય પણ છે, કારણ કે શસ્ત્રાદિ ઉપમા યોગગ્રન્થોમાં મળે છે, બીજા ગ્રન્થોમાં નહીં. એટલે જણાય છે કે આ બધી જે વાતો કરવાની છે, તે યોગગ્રન્થોના અધિકારી જીવો માટે છે, સામાન્યથી ધર્મોપદેશકગ્રન્થોના અધિકારી જીવો માટે નથી.
પ્રશ્ન : આ અધિકારી જીવો જુદા જુદા હોય ?
ઉત્તર : હા. સામાન્યથી ધર્મગ્રંથોમાં વાનાનામુવારીય બાળજીવોના ઉપકાર માટે આ ગ્રન્થ છે.. આવું આવતું હોય છે. જ્યારે યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થની બીજી ગાથામાં યોજનામુ%ારાય એમ જણાવ્યું છે. આગળ ૨૦૯મી ગાથામાં પણ નવૃત્તવા શે તે વાસ્થધિરિ એમ જણાવ્યું છે. ૨૨૨મા શ્લોકમાં પણ આવી જ વાત કરી છે. એ જ રીતે યોગબિન્દુગ્રથના બીજા શ્લોકમાં યોગશાસ્ત્રના મધ્યસ્થ જાણકારો માટે આ ગ્રન્થરચના છે એમ જણાવ્યું છે. આ બધા પરથી સૂચિત થાય છે કે કુલયોગી અને પ્રવૃત્તચયોગી જીવો આ ગ્રન્થોના અધિકારી છે. એટલે હવે આવનારી વાતો આ સિવાયના જીવો સમક્ષ કરવી એ અસ્થાનદેશના છે.
(૨) અહીં વ્રતના દુર્રહને શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો કહ્યો છે. આમાં શસ્ત્ર (ઘાતક), અગ્નિ (દાહક) અને સાપ (મારક) સ્વરૂપતઃ નુક્શાનકર્તા છે. એવો કલાવિશેષ હોય તો જ એ લાભકર્તા બને છે.
જ્યારે વ્રતો સ્વરૂપતઃ લાભકર્તા છે. માત્ર એનો દુર્રહ નુક્શાનકર્તા છે. તો પછી વ્રતોની શસ્ત્ર વગેરે સાથે સરખામણી કેમ કરી ? ખરેખર તો ઘી-દૂધ વગેરે સાથે કરવી જોઇએ. કારણ કે ઘી-દૂધ વગેરે સ્વરૂપે લાભકર્તા છે, માત્ર એનો દુરુપયોગ નુક્શાનકર્તા છે. એટલે શસ્ત્રાદિ સાથે એની સરખામણી અનુચિત લાગે એવી છે. તેમ છતાં આ સરખામણીનો મહાતાર્કિક એવા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અને શ્રીયશોવિજયજી મહારાજે સ્વસ્વગ્રન્થોમાં ઉલ્લેખ કર્યો છે. એટલે એની પાછળ કોઇ ગંભીર રહસ્ય હોવું જોઈએ. આ રહસ્ય આગળ યોગ્ય અવસરે વિચારવામાં આવશે, અહીં સાપનો પણ કરેલો સમાવેશ સૂચવે છે કે શસ્ત્ર અને અગ્નિ પણ સ્વરૂપતઃ હાનિકર્તા તરીકે અભિપ્રેત છે. રક્ષક-પાચકરૂપે લાભકર્તા તરીકે નહીં. બાકી સ્વરૂપે લાભકર્તા ચીજ જણાવવાનો જ અભિપ્રાય જો હોત, તો નિર્વિવાદ પ્રસિદ્ધ ઘી વગેરેની જ વાત કરી હોત.
શંકા : અહીં વ્રતનો દુર્રહ એટલે શું ? વ્રત લીધા પછી પાળવા નહીં. ખૂબ ખૂબ શિથિલતાઓ સેવવી એ ?
સમાધાન ? ના, કારણ કે એવું કરનારને કાંઈ રૈવેયક દેવલોક મળે નહીં, જે આગળના શ્લોકમાં જણાવવાનો છે. વળી, યોગ્ય ઉપદેશદ્વારા પણ જેમાં ખસવાની યોગ્યતા નથી એવી ઉત્કટ વિષયેચ્છાથી થતા મલનની વાત ચાલે છે. માટે, એવી તીવ્ર વિષયેચ્છાથી વ્રતનો સ્વીકાર એ અહીં વતનો દુર્રહ છે એમ જાણવું.