________________
__३९७
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
અથ મુવત્યષાથાત્રિશિરા રૂ उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वन्नाहउक्तभेदेषु योगीन्द्रर्मुक्त्यद्वेषः प्रशस्यते । मुक्त्युपायेषु नो चेष्टा मलनायैव यत्ततः ।।१।।
અવતરણિકાર્થ ? બારમી બત્રીશીમાં પૂર્વસેવાના અનેક પ્રકારો કહ્યા. એ બધામાં મુક્તિઅદ્દેષ મુખ્ય હોવાથી ગ્રન્થકાર હવે આ તેરમી બત્રીશીમાં એને પુરસ્કૃત કરે છે.
ગાથાર્થ યોગીશ્વરો ઉક્ત પ્રકારોમાં મુક્તિઅદ્વેષને પ્રશંસે છે, કારણ કે તેના પ્રભાવે 'મુક્તિના ઉપાયો અંગેની ચેષ્ટા મલન માટે થતી નથી.
1, અહીં, ભવાભિનંદી માટે “મુક્તિઉપાયો અંગે ચેષ્ટા=પ્રવૃત્તિ મલન માટે થાય છે એવો અન્વય છે. અને આ મલન કોનું? તો કે મુક્તિઉપાયોનું.. એ વાત અર્થથી સમજવાની છે. પણ શબ્દશઃ વિવેચનકાર પંડિતે શ્લોકાર્થ વગેરેમાં, મુત્યુપાયેષુ આમાં રહેલી સપ્તમી વિભક્તિનો અર્થ ષષ્ઠી તરીકે કરી એનો અન્વય મલનમાં કરી દીધો છે. એટલે કેટલી બધી ગરબડ કરી દેવી પડી, તે જોઈએ..
મુક્તિઉપાયનો અન્વય મલનમાં કરી દીધો, એટલે ચેષ્ટામાં એનો અન્વય ન કરવાથી ચેષ્ટા કઈ? તો કે મનવચન-કાયાની કોઈપણ પ્રવૃત્તિ.. એવો અર્થ લેવો પડ્યો. પછી ટીકાર્યમાં લખે છે તેથી તેઓની (મુક્તિદ્વેષવાળા જીવોની) ભોગની કે ધર્મની સર્વપ્રવૃત્તિ મુક્તિના ઉપાયનો વિનાશ જ કરે છે.
પ્રશન: આ અર્થ બરાબર છે ને ? આમાં ખોટું શું છે ?
ઉત્તર : પ્રસ્તુતમાં મુક્તિઅષનું પ્રાધાન્ય જણાવવાનો અધિકાર છે. અને એ આ રીતે જણાવવું છે કે મુક્તિદ્વેષની હાજરીમાં જે બાબત મુક્તિઉપાયનો વિનાશ કરે છે, એ જ બાબત મુક્તિઅષની હાજરીમાં એનો વિનાશ કરતી નથી. એટલે આ બાબત તરીકે જો ભોગપ્રવૃત્તિ (પાપપ્રવૃત્તિ) પણ લેવાની હોય, તો એવો અર્થ મળે કે મુક્તિઅદ્વૈષવાળા જીવોની પાપપ્રવૃત્તિ પણ મોક્ષ ઉપાયનો વિનાશ કરતી નથી. આ શું બરાબર છે ?
વળી શાસ્ત્રબોધ વગેરેરૂપ જ્ઞાન અને ચારિત્રક્રિયા વગેરે રૂપ સક્રિયા એ મુક્તિના ઉપાય છે. ભોગપ્રવૃત્ત મુક્તિદ્વેષવાળા જીવને આ ઉપાય જ વિદ્યમાન નથી તો એનો વિનાશ શું? માટે અહીં ભોગપ્રવૃત્તિની વાત નથી. હા, એ જ્ઞાન-ક્રિયાત્મક જે કાંઇ ધર્મપ્રવૃત્તિ કરશે, એ સ્વરૂપે મુક્તિઉપાયભૂત છે. પણ કારમી ભોગેચ્છા એની આ પ્રવૃત્તિને અવિલંબે, વિલંબે કે દીર્ઘવિલંબે પણ મુક્તિના ઉપાયરૂપ રહેવા દેતી નથી. એટલે સ્વરૂપે જે મુક્તિ ઉપાય છે, એ વસ્તુતઃ (=પરિણામે) મુક્તિઉપાય રૂ૫ રહેતો નથી. આ એનો પરિણામતઃ મુક્તિઉપાય તરીકે તત્કાળ વિનાશ થયો. અને પછી કાળાન્તરે પ્રાપ્ત ભોગસામગ્રીમાં ગળાડૂબ બનવાથી એ જ્ઞાન-ક્રિયા સ્વરૂપે પણ હાજર રહેતો નથી. આ મુક્તિઉપાયનો સ્વરૂપઃ વિનાશ થયો. માટે અહીં સંયમપાલનાદિ પ્રવૃત્તિની જ વાત છે એ નિઃશંક જાણવું.
વળી એટલે જ આ મલનને જણાવવા બીજી ગાથામાં વ્રતગ્રહણની જ વાત કરી છે, ભોગપ્રવૃત્તિની નહીં. વળી એ ગાથામાં વિષાત્રતૃપ્તિતુલ્યતા જે કહી છે તે પણ આ જ વાતનું સૂચન કરે છે. ભોજનદ્વારા તૃપ્તિ ઇષ્ટ છે, પણ એમાં રહેલું વિષ પરિણામે અનિષ્ટ કરે છે એવું આ દષ્ટાન્ત સૂચવે છે. એટલે દાન્તિકમાં પાપપ્રવૃત્તિ લઈ શકાય જ નહીં, કારણ કે એના દ્વારા મળનાર દુઃખ સ્વયં અનિષ્ટ છે, “સ્વયં ઇષ્ટ છે, પણ કારમી ભોગેચ્છાના કારણે પરિણામે અનિષ્ટ છે”