________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३९३
પુદ્ગલાવર્તો પસાર થઈ જાય. પછી એક કાળ એવો આવે છે જ્યારથી સહજ મળનો ઘટાડો ચાલુ થાય છે ને એ ચાલુ થયા પછી અમુક કાળમાં અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચી જાય છે. આ ઘટાડો ચાલુ થવાનો કાળ તે તે જીવોના તથાભવ્યત્વને અનુસારે વહેલો મોડો આવે છે. અને એ આવ્યા પછી=ઘટાડો શરુ થયા પછી, અલ્પમલત્વની ભૂમિકાએ પહોંચવા માટે લાગતો અમુક કાળ પણ જુદા જુદા જીવોનો તરતમતાવાળો હોઈ શકે છે, છતાં એ અમુક પુદ્ગલાવર્તથી વધુ તો હોતો નથી જ એમ માનવું ઉચિત ઠરે છે. આ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું.
પ્રશ્ન : તો પછી સહજમળમાં ઘટાડો ક્યારથી શરૂ થાય ?
:
ઉત્તર ઃ મને એવું લાગે છે કે જીવ વ્યવહારરાશિમાં આવે ત્યારથી જ એ શરૂ થાય. અર્થાત્ અવ્યવહારરાશિમાં અનંતાનંત પુદગલાવર્ત પસાર થવા છતાં, સહજમળમાં અંશમાત્ર પણ ઘટાડો થતો નથી. અને જેવો એનો વ્યવહાર રાશિમાં પ્રવેશ થાય, ત્યારથી જ આ સહજમળ ઘટવાનો ચાલુ થઈ જાય. એટલે આપણે વ્યવહા૨૨ાશિની આવી વ્યાખ્યા પણ વિચારી શકીએ કે-જેમનો સહજમળનો ઘટાડો શરુ થઈ ગયો હોય તે વ્યવહા૨૨ાશિના જીવો, અને એ શરુ ન થયો હોય, તે અવ્યવહારરાશિના જીવો. એટલે જ ફરીથી સૂક્ષ્મ નિગોદમાં ગયેલો જીવ લોકવ્યવહારથી પર થઈ ગયો હોવા છતાં એનો સહજમળનો હ્રાસ ચાલુ થઇ ગયો હોવાથી એ વ્યવહારરાશિ વાળો જ કહેવાય છે. વળી આ રીતે વિચારવાથી અભવ્યજીવ વ્યવહાર રાશિમાં ગણાય કે નહીં? આ અંગેના મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ. અને મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ.. આ બંનેના નિરૂપણનો સમન્વય પણ થઈ શકે છે કે- ‘લોકવ્યવહારને પામેલા જીવો એ વ્યવહારરાશિ....' આ વ્યાખ્યાને અનુસરીને શ્રીયશોવિજયજી મહારાજે અભવ્યોને પણ વ્યવહા૨૨ાશિવાળા ગણ્યા છે. ‘સહજમળમાં ઘટાડો શરૂ થયો હોય એવા જીવો એ વ્યવહારરાશિ' આ વ્યાખ્યાને અનુસરીને શ્રી ધર્મસાગરજી મહારાજે અભવ્યોને વ્યવહા૨૨ાશિમાં ગણ્યા નથી.
પ્રશ્ન : પણ ગ્રન્થમાં તો ‘પ્રતિપુદ્ગલાવર્ત મલનો અપગમ થાય છે' એટલો જ ઉલ્લેખ છે. વ્યવહારરાશિનો તો કોઈ ઉલ્લેખ જ નથી, પછી, વ્યવહારરાશિમાં આવેલા જીવો માટે જ આ મલઅપગમની વાત જાણવી એવું શી રીતે કહી શકાય ?
ઉત્તર ઃ ભાષ્યસુધાોનિધિ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષણવતિ ગ્રન્થમાં અમુક બાબતો માટે આવું સમાધાન સૂચવ્યું છે. જેમ કે વનસ્પતિની કાયસ્થિતિ માટે શાસ્ત્રમાં વ્યવહારરાશિ શબ્દનો કશો ઉલ્લેખ ન હોવા છતાં તેઓ શ્રીમદે જણાવ્યું છે કે આ કાયસ્થિતિ વ્યવહારરાશિની અપેક્ષાએ સમજવી.
શાસ્ત્રવચનો પરથી આ મેં કરેલું તારણ છે. સંવિગ્ન ગીતાર્થ બહુશ્રુત મહાત્માઓએ સૂક્ષ્મતાથી આ વાત પર વિચારણા કરવા વિનંતી છે અને કાંઈ પણ જણાવવા યોગ્ય લાગે તો મને જણાવવાની કૃપા કરવા વિનંતી છે.
મુક્તિદ્વેષ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તો ઉપદેશ કે ધર્મઆચરણની યોગ્યતા જ જીવમાં હોતી નથી. એ મુક્તિદ્વેષ ખસીને અદ્વેષ ઊભો થયો, એટલે આ યોગ્યતા આવે છે. ને એ આવે છે એટલે ઉત્તરોત્તર કલ્યાણની પરંપરા ઊભી થાય જ. વળી મુક્તિના અદ્વેષથી પણ જો કલ્યાણપરંપરા ઊભી થાય છે, તો મુક્તિરાગથી તો શું ન થાય ? અર્થાત્ એનાથી તો વધારે પ્રબળ કલ્યાણ પરંપરા ઊભી થાય એમાં કોઈ શંકા જ રહેતી નથી. મુક્તિ એ ઉપેય છે, જ્ઞાનયોગ- ક્રિયાયોગ એ ઉપાય છે. એટલે અહીં મુક્તિનો=ઉપેયનો અદ્વેષ કહ્યો એના
૧૧