________________
३६६
પૂર્વસેવાવ્રત્રિશિવા ૧૩ - ૭, ૮ 'सर्वानिति । सर्वान् देवान् नमस्यन्ति=नमस्कुर्वते । नैकं कञ्चन देवं समाश्रिताः= स्वमत्यभिनिवेशेन प्रतिपन्नवन्तः । जितेन्द्रिया: निगृहीतहृषीकाः, जितक्रोधाः अभिभूतकोपाः दुर्गाणि नरकपातादीनि
આવી જિજ્ઞાસાને ગ્રન્થકાર સંતોષે છે )
ગાથાર્થ દેવવિશેષના નિર્ણય વગરના તેઓ સર્વ દેવોને નમે છે, કોઈ એક દેવનો આશ્રય કરનારા હોતા નથી. જિતેન્દ્રિય અને જિતક્રોધ તેઓ દુર્ગ-નરકગમનાદિને તરી જાય છે.
ટીકાર્થ: સર્વ દેવોને નમે છે, સ્વમતિના અભિનિવેશથી કોઈ એક દેવને સ્વીકાર્યા નથી. 'જિતેન્દ્રિય અને જિતક્રોધ (=ક્રોધનો પરાભવ કરનારા) તેઓ (=સર્વ દેવોને નમનારાઓ) નરકગમન વગેરે આપત્તિઓરૂપ દુર્ગને તરી જાય છે=ઉલ્લંઘી જાય છે–તેઓને હવે નરકગમનાદિ કષ્ટોનો સંભવ રહેતો નથી.
વિવેચનઃ (૧) જિતેન્દ્રિય. શંકા : યોગની પૂર્વભૂમિકાની વાત ચાલી રહી છે. એ અવસરે પણ જો જીવે ઇન્દ્રિયો પર અને ક્રોધાદિ કષાયો પર વિજય મેળવી લીધો છે, તો પછી યોગની એને જરૂર જ શી રહેશે?
સમાધાન : અહીં જિતેન્દ્રિય - જિતક્રોધનો અર્થ આવો નથી કરવાનો. પણ ઇન્દ્રિયો અને ક્રોધ જીવને નુક્શાનકર્તા છે, આવું માત્ર સાંભળ્યું કે જાણ્યું છે એમ નહીં, ખુદ એવું સંવેદી રહ્યો છે. આવું સંવેદન જેને હોય એવાને અતિતીવ્ર ક્રોધ કે ઇન્દ્રિયોની ઉત્કંઠતા ન આવે. અને એ નથી આવતા માટે જ તેઓ નરકગમનાદિ દુર્ગને ઉલ્લંઘી જાય છે. વળી આવા જિતેન્દ્રિય અને જિતક્રોધ જીવને જ દેવવિશેષની વિશેષતા જાણી નહીં હોવા છતાં દેવમાં ઉત્તમતા-ગુણસંપન્નતા વગેરે પ્રતીત થાય છે. અને આમ ‘ઉત્તમ-ગુણવાનું” તરીકેના ભાવથી પૂજે, છે માટે જ એ પૂજા ફળપ્રદ બને છે. આ સિવાયના જીવોને દેવમાં ઉત્તમતા હોવી સંવેદાતી નથી, તેમજ ગુણની અર્થિતા પણ હોતી નથી. એટલે ચમત્કારાદિ જોઈને કે લોકપંક્તિથી ક્યારેક દેવપૂજા હોય તો પણ એ સ્વાર્થ માટે હોવાથી પૂર્વસેવારૂપ બનતી નથી.
શંકા પણ અધિમુક્તિવાળો જીવ તો એક જ દેવને પૂજે છે. તો એના માટે તો સર્વદેવનમસ્કાર, કોઈ એક જ દેવનો આશ્રય ન કરવો વગેરે ન જ રહ્યું ને ?
સમાધાન યોગની પૂર્વભૂમિકામાં રહેલો જીવ ભલે મિથ્યાત્વે છે. છતાં એ આભિગ્રહિક મિથ્યાત્વવાળો હોતો નથી, અનાભિગ્રહિક મિથ્યાત્વવાળો હોય છે. એટલે અધિમુક્તિવશાતત્ર પોતાની એવી વિશેષ શ્રદ્ધાના કારણે એક દેવને પૂજવા છતાં એ પૂજામાં સ્વમતિનો અભિનિવેશ= કદાગ્રહ હોતો નથી. એટલે કે, “બીજા દેવો પણ સારા છે, પણ મારા પૂર્વજો પણ આ દેવને પૂજતા હતા, મારા ઉપકારી આ દેવ છે. માટે હું એમની પૂજા કરું છું. મારી એમના પ્રત્યે વિશેષ ભક્તિ છે.” આવા બધા પરિણામો હોય. આવા પરિણામવાળાને તીવ્ર સંક્લેશ નહીં હોવાથી નરકાદિના આયુષ્યનો બંધ હોતો નથી. આવા અર્થનું સૂચન કરવા જ નૈ સમશ્રિતા? આ પદનું વિવેચન કરતી વેળા ટીકાકારે મત્યનિવેશન શબ્દ જોડ્યો છે. એટલે કે કદાગ્રહથી એક દેવનો આશ્રય કરનારા નથી. પણ કદાગ્રહશુન્ય રીતે તો એક દેવને વરેલા હોય ને એક દેવની જ પૂજા કરનારા હોય એ પણ માન્ય છે.
શંકા : પણ આ કદાગ્રહ હોવા ન હોવાથી શું ફેર પડે ?
સમાધાનઃ કદાગ્રહ હોય એને અન્ય દેવો પ્રત્યે દ્વેષ જાગે. અકદાગ્રહીને દ્વેષ જાગતો નથી. આ વેષ નહીં જાગવો એ પણ એ અન્ય દેવોની ચિત્યરૂપ પૂજા છે. તેથી, એક જ દેવની પૂજા કરતો હોવા છતાં અર્થથી