________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता । स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ।। ४।।
सर्वदेति । स्वपुमर्थं = धर्मादिकमनाबाध्य = अनतिक्रम्य । यदि च तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्तौ धर्मादयः पुरुषार्था बाध्यन्ते, तदा न तदनुवृत्तिपरेण भाव्यम् । किन्तु पुरुषार्थाराधनपरेण, अतिदुर्लभत्वात् पुरुषार्थाराधनकालस्येत्यर्थः । साराणां = उत्कृष्टानामलङ्कारादीनां निवेदनं = समर्पणम् ।। ४।।
ગાથાર્થઃ પોતાના પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે, ગુરુવર્ગને જે અનિષ્ટ હોય તેનો ત્યાગ અને જે ઇષ્ટ હોય તેનું આચરણ.. તથા સારભૂત વસ્તુઓનું તેમને સમર્પણ આ બધું પણ ગુરુપૂજન છે.
ટીકાર્ય પોતાના ધર્મપુરુષાર્થ વગેરે પુરુષાર્થનું ઉલ્લંઘન નહીં કરીને. એટલે કે એમને અનિષ્ટનો ત્યાગ કરવામાં કે એમને જે ઇષ્ટ હોય એ મુજબ વર્તવામાં ધર્મ વગેરે પુરુષાર્થમાં વિધ્ધ પેદા થતું હોય તો એમની ઇચ્છા મુજબ વર્તવાનું ન રાખવું, પણ પુરુષાર્થને આરાધવામાં તત્પર બનવું, કારણ કે પુરુષાર્થની આરાધના કરવાનો અવસર અતિદુર્લભ હોય છે. એ સિવાય એમની ઇચ્છાને અનુસરવું. તથા ઉત્કૃષ્ટ અલંકાર વગેરેનું એમને અર્પણ કરવું.
વિવેચનઃ જેમ પ્રભુને વંદન-પૂજા વગેરે કરતાં પ્રભુની આજ્ઞાનું પાલન એ પ્રભુની મોટી પૂજા છે, એમ માતાપિતાને નમસ્કાર કરતાં પણ એમની ઇચ્છાને અનુસરવું એ એમની મહત્ત્વની પૂજા છે. એટલે જ નમસ્કાર ત્રિસધ્ધ કહ્યો છે, જ્યારે ઇચ્છાનું અનુસરણ સર્વદા કહ્યું છે. પણ પ્રભુની આજ્ઞા આત્મા માટે હંમેશા એકાંતે હિતકર જ હોય છે. માતાપિતાની ઇચ્છા એવી જ હોય એવો નિયમ નથી. કારણ કે માતપિતા કાંઈ સર્વજ્ઞ કે વિતરાગ નથી. એટલે એમની ઇચ્છાઓ અજ્ઞાન-મોહને આધીન હોવી પણ સંભવિત છે, જે ક્યારેક પરલોકને ને ક્યારેક આલોકને પણ પ્રતિકૂળ હોય. આવી પ્રતિકૂળ ઇચ્છાઓને અનુસરવાનું હોતું નથી. ધર્મ આલોકપરલોક ઉભયને અસર કરનારો છે. અર્થ-કામ માત્ર આલોકને અસર કરનાર છે. એટલે કે અર્થ-કામને પ્રતિકૂળ ઇચ્છા આલોકની સમસ્યા નિર્માણ કરશે. છતાં એ સમસ્યા છેવટે તો ધર્મને પણ અસર કરશે જ. કારણ કે સમસ્યાથી અસ્વસ્થ થયેલું મન ધર્મને પ્રતિકૂળ છે. માટે જ માર્ગાનુસારીના ગુણોમાં ત્રિવર્ગઅબાધાનો પણ સમાવેશ કર્યો છે. તેથી ઇતિ માં જે ગતિ છે એનાથી અર્થ-કામ પુરુષાર્થ પણ પકડવાના છે. એટલે જ સામાન્યથી માતપિતાને અત્યંત આજ્ઞાંકિત એવા પણ પૂર્વના મહાપુરુષોના ચરિત્રોમાં, માત-પિતાની અનિચ્છાએ પણ પરદેશગમન વગેરે જાણવા મળે છે.
શંકા ઃ અહીં માતપિતાની ઇચ્છાને અનનુસરણમાં હેત આપ્યો છે “પુરુષાર્થની આરાધનાનો કાળ અતિદુર્લભ છે” એ, અર્થ-કામપુરુષાર્થ ક્યાં અતિદુર્લભ છે ? માટે અહીં “આદિ પદથી માત્ર મોક્ષપુરુષાર્થ પકડવો જોઈએ.
સમાધાન : માર્ગાનુસારીના ગુણોમાં ત્રિવર્ગઅબાધા કહી છે. એટલે કે અર્થને કે કામને બાધા નહીં પહોંચાડવી એને પણ ગુણરૂપે કહ્યો છે. ને તેથી એ પણ આત્માને એ ભૂમિકામાં લાભકર્તા બને છે. આત્માના ઘડતરમાં ઉપયોગી બને છે એમ માનવું જ પડે. જરાક અનીતિ કરવાથી. જૂઠ બોલવાથી ઘણા વધારે પૈસા મળતા હોય ને છતાં એ અધિક પૈસાનો લોભ છોડી નીતિ જાળવી રાખે તો નીતિ ગુણ કેળવાય જ ને ! ધંધો