________________
३६०
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ३
पूजनं चास्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ।।३।।
पूजनमिति । नमनं, कदाचिद् द्रव्यतस्तदभावेऽपि भावतो मनस्यारोपणेन । नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्याम् । उत्थानासनार्पणे = अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।। ३ ।।
ગાથાર્થ : આ ગુરુવર્ગને ત્રિકાળ નમસ્કાર કરવા, એમની પર્કપાસના કરવી, એમની નિંદા નહીં સાંભળવી, નામની શ્લાઘા કરવી, તેઓ આવે ત્યારે ઊભા થવું, એમને બેસવા માટે આસન આપવું. આ બધું આ ગુરુવર્ગનું પૂજન છે.
ટીકાર્થ ક્યારેક દ્રવ્યથી નમસ્કારનો અભાવ હોય તો પણ ભાવથી મનમાં આરોપણ કરીને નમસ્કાર કરવો. સ્થાનમાં ગ્રહણ અને અસ્થાનમાં અગ્રહણ કરવા દ્વારા નામની પ્રશંસા થાય છે. અભ્યત્થાન અને આસન પ્રદાન તેઓ આવે ત્યારે કરવાના હોય છે એ સમજાય છે.
- વિવેચન : નમસ્કાર એ મુખ્ય પૂજા છે. માટે એ ત્રિસંધ્યાએ કરવાનું કહ્યું છે. બીજી પૂજાઓ અનુકૂળતા મુજબ થાય. માત-પિતા હાજર હોય તો અવશ્ય ત્રિકાળ નમસ્કાર દ્રવ્ય-ભાવ ઉભયથી કરવો જોઈએ. મૃત્યુ વગેરે કારણે હાજર ન હોય ને તેથી દ્રવ્યથી નમસ્કાર સંભવિત ન હોય તો મનમાં એમને યાદ કરીને પણ ત્રિકાળ ભાવથી નમસ્કાર કરવા જોઈએ. આ ત્રિકાળ નમસ્કાર અને અનુપસ્થિતિમાં માનસિક નમસ્કાર ... આ બંને વાતો મુખ્યતયા માતાપિતા અને કોઈ અતિવિશિષ્ટ ઉપકારી અંગે સમજવી જોઈએ. કાકા-મામા વગેરે રૂપ એમના સ્વજનાદિ અંગે આવો શિષ્ટ વ્યવહાર જોવા મળતો નથી. તેઓ આવ્યા હોય ત્યારે કે એવા કોઈ વિશિષ્ટ અવસરે છેવટે માનસિક નમસ્કાર પણ હોય. પણ એ સિવાય એમને ત્રિકાળ નમસ્કાર-માનસિક નમસ્કાર આવશ્યક નથી એમ સમજાય છે.
પ્રશ્ન : આવો અર્થ શાના પરથી કાઢો છો ?
ઉત્તર : અહીં દ્રવ્યનમસ્કારનો ક્યારેક અભાવ કહ્યો છે, એટલે કે સામાન્યથી તો દ્રવ્ય નમસ્કાર હંમેશા હોય જ. એ તો એવી વ્યક્તિને જ સંભવિત છે જે હંમેશા સાથે રહેનારી હોય. હંમેશા સાથે રહેનારા તો માતા વગેરે છે, કલાચાર્ય કે મામા વગેરે નહીં.
જ્યાં માતા વગેરેનું નામ લેવાથી એમની પ્રશંસા વગેરે થવાના હોય તે સ્થાન કહેવાય. પણ જેઓ એમના વૈષી-નિંદક હોય એમની સમક્ષ એમનું નામ લેવાથી કદાચ તેઓ એમની નિંદા પણ કરે. માટે એવી વ્યક્તિ વગેરે અસ્થાન કહેવાય. એમની સમક્ષ એમનો નામોચ્ચાર ટાળવો જોઈએ. એમની નિંદાનું શ્રવણ કરે તો પોતાના દિલમાં એમના પ્રત્યે રહેલા આદર-બહુમાન વગેરે પર ધીરે ધીરે ઘા પડતો જાય છે, કારણ કે પોતાને પણ “શું આવું હશે ?' એવી શંકા પડવાનો સંભવ છે. માટે અવર્ણનું અશ્રવણ કહ્યું.
2. અહીં ટીકામાં વાર્િ દ્રવ્યતત્તમ વેડરિ... વગેરે આખું એક અખંડ વાક્ય છે, જે સૂચવે છે કે સામાન્યથી માતા વગેરે સાથે જ હોય. ને તેથી એમને દ્રવ્યથી નમસ્કાર પણ હોય જ.. ક્યારેક જ એનો અભાવ હોય ત્યારે માનસિક નમસ્કાર... એટલે શબ્દશઃ વિવેચનમાં આ વાક્યને તોડીને ક્યારેક દ્રવ્યથી નમસ્કાર.. આવો જે અર્થ કર્યો છે તે ગલત જાણવો.