________________
३३४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - २० तस्मिन् सति व्यक्तमचेतनायाः प्रकृतेः कर्तृत्वाभिमानाद् दुःखानुभवे सति 'कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः । अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशापेक्षाऽप्यस्य युक्तिमतीति T૨૦ણા
થાય છે. પ્રકૃતિ અને પુરુષનો ભોક્ત-ભાગ્યભાવરૂપ સંબંધ અનાદિ જ છે. તે હોતે છતે વ્યક્ત થઈ છે ચેતના જેની એવી પ્રકૃતિના કર્તુત્વના અભિમાનના કારણે પુરુષને દુઃખનો અનુભવ થવા પર “મારા આ દુઃખની આત્મત્તિકી નિવૃત્તિ કેવી રીતે થાય ?” એવો અધ્યવસાય થાય જ છે. એટલે દુઃખનિવૃત્તિના ઉપાયઉપદેશક શાસ્ત્રના ઉપદેશની એની=પુરુષની અપેક્ષા પણ યુક્તિસંગત છે.
વિવેચન : મોક્ષ પ્રતિલોમશક્તિથી થાય છે, અને પ્રતિલોમશક્તિ પ્રકૃતિમાં સહજ રીતે રહી છે. (એટલે કે એના માટે પણ કોઈ પુરુષાર્થ જરૂરી નહીં હોવાથી ઉપદેશની જરૂર નથી). અર્થાત્ પુરુષનો મોક્ષ થવા ન થવામાં પ્રકૃતિ સહજ રીતે જ સમર્થ છે, તો યોગીએ કશું કરવાનું રહેતું ન હોવાથી ઉપદેશ કોના માટે ? ને એટલે મોક્ષ અંગેના શાસ્ત્રો વ્યર્થ બની જશે આવી શંકા કરવી નહીં, કારણ કે દુઃખનો નાશ તો કરવો જ છે. ને દુઃખનું મૂળ છે પ્રકૃતિનું કર્તુત્વાભિમાન. આ કર્તુત્વાભિમાન મોક્ષશાસ્ત્રના શ્રવણથી દૂર થાય છે. માટે એ શાસ્ત્ર વ્યર્થ નથી.
આશય એ છે કે પ્રકૃતિ-પુરુષનો અનાદિકાળથી ભોક્ત-ભાગ્યભાવસંબંધ છે, પુરુષ ભોક્તા છે કે પ્રકૃતિ ભોગ્ય છે. પ્રકૃતિમાં વસ્તુતઃ કર્તુત્વ કે ભોસ્તૃત્વ કશું જ નથી. છતાં એ પોતાને ‘હું કર્તા છું” “ભોક્તા છું' એવું માને છે. આ એનું અભિમાન છે. ને એના કારણે બધા દુઃખોની પરંપરા નિર્માણ થાય છે. પુરુષનું પ્રતિબિંબ પડવાથી જડ એવી પણ પ્રકૃતિ ચેતન જેવી બને છે. એની અભિવ્યંગ્ય ચેતના અભિવ્યક્ત થાય છે. એટલે પ્રકૃતિ પણ ચેતન બની હોવાથી ‘હું કર્તા (કર્ણી) ” એવું અભિમાન કરે છે. સંસાર દુઃખમય છે. એટલે સંસારપ્રપંચના કર્તુત્વનું પ્રકૃતિનું આ અભિમાન દુઃખ પેદા કરે છે અને તેથી “મારે આ દુઃખનિવૃત્તિ આત્યંતિકી શી રીતે થાય?” એવો પુરુષને અધ્યવસાય થાય છે. ને એ અધ્યવસાયના પ્રભાવે દુઃખનિવૃત્તિના ઉપાયની જિજ્ઞાસા પેદા થાય છે જેને મોક્ષશાસ્ત્ર સંતોષે છે. માટે એ શાસ્ત્ર વ્યર્થ નથી, અર્થાત્ આને–પુરુષને શાસ્ત્રોપદેશની અપેક્ષા હોવી પણ યુક્તિસંગત છે.
અહીં કરેલાડણ યુનિતીતિ જે કહ્યું છે, એમાં રહેલા કશ્ય નો એક વિદ્વાને મોક્ષચ અર્થ કર્યો છે, જે યોગ્ય જણાતો નથી, કારણ કે ઉપદેશની અપેક્ષાની અહીં વાત છે એ સ્પષ્ટ છે. વળી દુઃખનિવૃત્તિઉપાયોપદેશકશાસ્ત્ર એમ સ્પષ્ટ જણાવ્યું હોવાથી પાછું “મોક્ષનું શાસ્ત્ર' વગેરે જણાવવાનો અભિપ્રાય પણ સંભવતો નથી. વળી કચ્છ છે સાચા નહીં, માટે પ્રકૃતિને અપેક્ષા છે એવો અર્થ પણ સંભવતો ન હોવાથી પુરુષને અપેક્ષા છે એ જ નિશ્ચિત થાય છે. તથા, અવતરણિકામાં પણ યોગી પુરુષ અંગે પ્રશ્ન છે, તેથી પણ પુરુષને અપેક્ષા હોવાની વાત નિઃશંક બને છે. તથા, અહીં જે શબ્દ રહેલ છે, તે પૂર્વે જણાવેલા અધ્યવસાયનો સમુચ્ચય કરે છે. એટલે એ અપેક્ષા જો પુરુષને છે, તો એ અધ્યવસાય પણ પુરુષને થાય છે, એવો જ અર્થ કરવો ઉચિત હોવાથી, પ્રકૃતિને એ અધ્યવસાય થાય છે એવો અર્થ કરીને, પહેલાં તો જડ પ્રકૃતિને અધ્યવસાયનો નિષેધ કર્યો હતો વગેરે રૂપે વિરોધનું ઉદ્ભાવન કરવું અને પછી એ તો અભ્યપગમળ્યાયે નિષેધ કર્યો હતો વગેરે સમાધાન કરવું. આ ઉચિત જણાતું નથી. વળી, જ્યારે એ દર્શનના બહુમાન્યગ્રન્થકાર રાજમાર્તડ ટીકામાં વંવિધાયાં રપુરુષાર્થ કર્તવ્યતાયાં