________________
८४
द्वात्रिंशद्वात्रिंशिका सम्यग्दर्शनस्यैवात्र सहकारित्वात्, शास्त्रयोग एव सम्यग्दर्शनचारित्रयोईयोस्तुल्यवदपेक्षणात् । तदिदमुक्तम् વિ. નિ. 99૬૧
'दंसणपक्खो सावय चरित्तभट्ठे य मंदधम्मे य । ___ दंसणचरित्तपक्खो समणे परलोगकंखिमि ।। उत्तरसंपदः = उत्कृष्टसंपदश्च सुसाधूनां ग्लानेरपनायकं यझैषज्यं तत्प्रदानं चाभ्यर्चनं च तदादिकाः ।।२२ ।। आत्मार्थं दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते। ज्ञानाद्यर्थान्यदीक्षा च स्वोपसंपच्च नाहिता।।२३।।
आत्मार्थमिति । आत्मार्थं = स्ववैयावृत्त्याद्यर्थं तेषां = संविग्नपाक्षिकाणां दीक्षणं श्रुते निषिद्धं श्रूयते, अत्तट्ठा न वि दिक्खइ' इति वचनात् । ज्ञानाद्यर्थाऽन्येषां भावचरणपरिणामवत्पृष्ठभाविनामपुनर्बन्धकादीनां શુભ પરિણતિ રૂપ જે જે કોઇ જયણા હોય છે, તે તે એને નિર્જરા કરાવનારી થાય છે. આમાં સંવિગ્નપાક્ષિકનું શુદ્ધપ્રરૂપક' એવું જે વિશેષણ મૂક્યું છે એનાથી જણાય છે કે શુદ્ધ પ્રરૂપણા એ જ આ નિર્જરામાં મુખ્ય ભાગ ભજવનાર ચીજ છે. એ ન હોય તો શેષ જયણા વધારે હોય તો પણ નિર્જરા નથી, અને એ હોય તો શેષ જયણા જેટલી ઓછી/વધારે હોય એ પ્રમાણે ઓછી/વધારે નિર્જરા અવશ્ય થાય.] પ્રશ્ન - જ્ઞાન-દર્શન-ચારિત્રમાંથી ચારિત્ર અહીં અવિદ્યમાન હોવાથી કર્મનિર્જરા રૂ૫ ફળ શી રીતે મળે?
સિંવિગ્નપાક્ષિકને ઇચ્છાયોગનો સંભવ ઉત્તર - સંવિપાક્ષિકને શુદ્ધ માર્ગની રુચિ અખંડિત હોય છે. એટલે શ્રતોક્ત અનુષ્ઠાન કરવાની ઇચ્છા વિદ્યમાન હોઇ ઇચ્છાયોગ સંભવી શકે છે, તેથી ચારિત્રરૂપ અન્ય અંગની વિકલતા હોવા છતાં ફળનો અભાવ રહેતો નથી. એટલે કે ઇચ્છાયોગના ફળરૂપ નિર્જરા તો થાય જ છે. તે પણ એટલા માટે કે ઇચ્છાયોગ માટે ? સમ્યગ્દર્શન જ (સમ્યજ્ઞાનનો પણ આમાં જ અંતર્ભાવ સમજી લેવો) સહકારી છે, ચારિત્ર નહીં. શાસ્ત્રયોગ માટે જ સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર એ બન્નેની સમાન રીતે અપેક્ષા હોય છે. આવશ્યકનિયુક્તિ (૧૧૬૫)માં કહ્યું છે કે “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ પુરાણ અને ચારિત્રપાલનમાં શિથિલ થયેલ મન્દધર્મ જીવોમાં દર્શન પણ હોય છે. પરલોકાકાંક્ષી શ્રમણમાં = સુસાધુમાં દર્શન-ચારિત્ર પક્ષ હોય છે.” (આમ ચારિત્ર રૂપ એક અંગ ન હોવાથી શાસ્ત્રયોગજન્ય ફળ ન મળવા છતાં ઇચ્છાયોગજન્ય ફળ તો અબાધિત રહેવું સંભવે છે એ જાણવું.) આમ શુદ્ધ પ્રરૂપણા એ તેઓની પાયાની સંપત્તિ છે એ નક્કી થયું. એ સિવાય સુસાધુઓને ગ્લાનિ દૂર કરે એવું ઔષધ આપવું, તેમની ભક્તિ કરવી વગેરે તેઓની ઉત્તરસંપદ્ = ઉત્કૃષ્ટ સંપત્તિ જાણવી. કેરી [આ સંવિગ્નપાલિકોનો એક મહત્ત્વનો આચાર બતાવતા ગ્રન્થકાર કહે છે
સંવિગ્નપાક્ષિક સ્વતૈયાવૃજ્ય વગેરે માટે અન્યને દીક્ષા ન આપે એવો શાસ્ત્રમાં નિષેધ સંભળાય છે. ઉપદેશમાળામાં (૫૧) માં કહ્યું છે કે “(સંવિગ્નપાક્ષિક) સ્વનિમિત્તે ઉપસ્થિત થયેલાને પણ પોતાને માટે શિષ્ય તરીકે દીક્ષા આપતો નથી. તેમ છતાં, ભાવચારિત્રના પરિણામવાળા જીવોની પાછળ રહેલા અપુનર્બન્ધક વગેરે અન્યજીવોને જ્ઞાન વગેરેની એને પ્રાપ્તિ થાય એ માટે, પોતાના નામે દીક્ષા આપવી તેમજ એ માટે સ્વઉપસંપતું તરીકે એને સ્વીકારવો એ અહિતકર નથી. જે ભાવચારિત્રપરિણામવાળા નથી તેઓને દીક્ષા શી રીતે અપાય?
१ दर्शनपक्षः श्रावके चारित्रभ्रष्टे च मन्दधर्मे च । दर्शनचाचित्रपक्षः श्रमणे परलोककाङ्क्षिणि।। २ वंदइ न य वंदावइ, किइकम्म कुणइ, कारवे नेय । अत्तट्ठा न वि दिक्खइ, देइ सुसाहूण बोहेउं । ।५१६ ।। उपदेश.
'''