________________
૭૦
द्वात्रिंशद्वात्रिंशिका उपपत्तिकेन शिष्टाचारेणैव विध्यर्थसिद्धावागमानुमानं भगवद्वहुमानद्वारा समापत्तिसिद्धये इति द्रष्टव्य
सूत्रे सद्धेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते। हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता।।४।।
सूत्र इति । सूत्रे = आगमे उत्सृष्टमपि = उत्सर्गविषयीकृतमपि सद्धेतुना = पुष्टेनालंवनेन क्वचिदपोद्यते = अपवादविषयीक्रियते । हितदेऽपि = इष्टसाधनेऽप्यनिषिद्धे = सूत्रावारिते किं पुनरस्य = शिष्टाचारस्य न मानता = न प्रमाणता? ।।४ ।। उदासीनेऽर्थे भवत्वस्य मानता, वारितं तु कारणसहस्रेणापि परावर्तयितुमशक्यमित्यत आहપણ પ્રવર્તક બને છે માટે જ સિદ્ધાન્તમુક્તાવલીમાં પણ, મંગલમાં રહેલી સમાપ્તિ કે વિજ્ઞધ્વંસ રૂ૫ ઇષ્ટની સાધનતાને ‘શિષ્ટાચારવિષયત્વ' હેતુથી જ સિદ્ધ કરી દેખાડી છે, શિષ્ટાચારવિષયત્વ દ્વારા શ્રુતિનું અનુમાન કરી એ શ્રુતિ પરથી ઇષ્ટસાધનતાની સિદ્ધિ કરી દેખાડી નથી.]
[આગમાનુમાનનું પ્રયોજન] પ્રશ્ન - આગમાનુમાન જો ઇષ્ટસાધનત્વને જણાવવા માટે નથી કરાતું તો શા માટે કરાય છે ?
ઉત્તર - ભગવબહુમાનદ્વારા સમાપત્તિની સિદ્ધિ માટે આગમાનુમાન કરાય છે. આશય એ છે કે બીજી બત્રીશીમાં ૨પમાં શ્લોકમાં જણાવી ગયા કે “આજ્ઞાના આદર દ્વારા શ્રી જિનશ્વરદેવ હૃદયસ્થ થયે સમરસાપત્તિ- સમાપત્તિ થાય છે જે બાનનું પ્રકૃષ્ટ ફળ છે. આગમાર્થના સ્મરણ પૂર્વક કરાતું અનુષ્ઠાન જ વચનાનુષ્ઠાન બને છે જે અસંગાનુષ્ઠાનનું જનક હોય છે. આ માટે આજ્ઞાનો આદર જ આવશ્યક છે ઈત્યાદિ : ' પ્રસ્તુતમાં શિષ્ટાચારથી ઈષ્ટસાધનતાનો બોધ થવા દ્વારા તે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરાય છે એમ કહ્યું . એટલે આગમાનુમાન જો કરવામાં ન આવ્યું હોય તો આ આગમાર્થનું સ્મરણ વગેરે અશક્ય બનવાથી સમાપત્તિ શી રીતે થાય ? તેથી સમાપત્તિ વગેરરૂપ વિશિષ્ટ લાભ માટે આગમાનુમાન કરાય છે એ જાણવું Ilal [આગમની જેમ સંવિઝુઅશઠ ગીતાર્થનું આચરણ (શિષ્ટાચાર) પણ પ્રમાણભૂત છે જ એનું વધુ સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે–]
આગમમાં વિધિ કે નિષેધ રૂપે ઉત્સર્ગનો વિષય બનેલી ચીજ પણ પુષ્ટકારણ રૂપ સદ્ધતુ પામીને નિષેધ કે વિધિ રૂપે અપવાદનો વિષય બની જાય છે. એટલે કે એવા વિશેષ અવસરે આચરેલા વિરુદ્ધ આચરણને પણ આગમમાં પ્રમાણભૂત ઠેરવ્યું છે. તો પછી જે હિતકર છે = ઇષ્ટ સાધનભૂત છે તથા સૂત્રથી નિષેધ કરાયેલ નથી તે શિષ્ટાચાર પણ પ્રમાણભૂત શા માટે ન ઠરે ? અર્થાત્ એ પ્રમાણભૂત છે જ.l૪ll જે શિષ્ટાચાર પ્રત્યે આગમ ઉદાસીન છે એટલે કે આગમમાં જેનો નિષેધ પણ નથી કે વિધાન પણ નથી તેવો શિષ્ટાચાર ભલે પ્રમાણભૂત ઠરે, પણ જે શિષ્ટાચારનો સૂત્રમાં સાક્ષાત્ શબ્દોથી નિષેધ કર્યો છે તેને હજાર કારણ ભેગા થાય તો પણ બદલી શકે નહિ, એટલે કે હજાર કારણ ભેગા થઈને પણ એ નિષિદ્ધ આચરણને અનુજ્ઞાત = વિધિ આચરણરૂપ બનાવી શકે નહિ. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે
આગમમાં કોઈ પણ ચીજનો સર્વથા નિષેધ નથી કે સર્વથા વિધાન નથી. [આમાં “મથુન' નો અપવાદ સમજવો. એ રાગદ્વેષ વિના અશક્ય હોઇ એનો સર્વથા નિષેધ છે. કહ્યું છે કે - વિ વિવિ ગyત્રાર્થ સિદ્ધ વા વિ નિરિહિં મોજું મેદુમાવં ન તે વિ રાતોટિં] [જો સર્વથા નિષેધ કે વિધાન નથી તો સાધક પ્રવૃત્તિ