________________
देशना-द्वात्रिंशिका
/ ૩થ રેશનાન્નિશિવાનારી
आद्यायां द्वात्रिंशिकायां दानमुक्तं, तदन्तरायभीरुत्वं च मुख्यो गुणः, तच्च देशनाविवेकनिर्वाह्यमितीयमधुना विविच्यतेयथास्थानं गुणोत्पत्तेः सुवैद्येनेव भेषजम्। बालाद्यपेक्षया देया देशना क्लेशनाशिनी।।१।।
यथास्थानमिति । सुवैद्येन भेषजमिव बालाद्यपेक्षया = बालाद्यानुगुण्येन देशना देया साधुनेति शेषः । किं भूता? क्लेशनाशिनी = भावधातुसाम्येन दोषापहा । कुतः? इत्याह यथास्थानं = स्थानमनतिक्रम्य गुणोत्पत्तेः, यथाहि सदप्यौषधं तरुणादियोग्यं बालादीनां न गुणाय तथा धर्मदेशनापि मध्यमादियोग्या बालादीनां न गुणाय, इति यथास्थानमेतन्नियोगो न्याय्यः ।।१।। विपक्षे बाधमाह
સૂિયગડાંગમાં જે કહ્યું છે કે “જો દાનની પ્રશંસા કરવામાં આવે તો દાન અંગે થતી જીવવિરાધનાની અનુમોદનાનો દોષ લાગે ને જો દાનનો નિષેધ કરવામાં આવે તો એ દાન પર નભનારાઓની આજીવિકાનો ઉચ્છેદ થવાથી અંતરાય કરવાનો દોષ લાગે.” તેથી યોગ્ય વિવેક કરવાનું પ્રથમ બત્રીશીમાં જણાવ્યું. એટલે દાન અંગે બોલવામાં ખૂબ સાવધાની જોઇએ, નહીંતર ઇતો વ્યાઘ્રસ્તતો નદી ન્યાયે ઉભયથા દોષ લાગે. તેથી બોલવાનો વિવેક પ્રગટે એ માટે હવે દેશનાબત્રીશી કહેવાશે.]
પહેલી બત્રીશીમાં દાનની વાત કરી, “એનો અંતરાય ન થઇ જાય' એમ ડરતા રહેવું એ અંતરાયભીરુત્વ મુખ્ય ગુણ છે. એ દેશનાવિવેકથી (દેશનાના વિવેકથી કે દેશનાથી પ્રાપ્ત થતા વિવેકથી) જાળવી શકાય છે. એટલે હવે બીજી બત્રીશીમાં દેશનાનું વિવેચન કરાય છે. [અહીં અંતરાયભીરુત્વ જે કહ્યું છે તેના ઉપલક્ષણથી જીવહિંસાની અનુમોદના ન થઇ જાય' એવી ભીરુતા પણ જાણી લેવી ..
શ્રિોતાનુસારે દેશના] દવા છે ને! એ તો રોગોને નાબુદ જ કરશે' એમ વિચારી સારો વૈદ્ય કાંઇ આડેધડ દવા નથી આપતો, કિન્તુ દવા લેનાર જેવો બાળ, વૃદ્ધ વગેરે હોય તેને અનુસરીને દવા આપે છે, તો જ એ દવા ધાતુનું સામ્ય કરીને રોગને દૂર કરનારી બને છે. નહિતર, તરુણાદિને યોગ્ય સારું પણ ઔષધ જો બાળ વગેરેને આપવામાં આવે તો એમને એ ગુણકર બનતું નથી. આ જ રીતે ગીતાર્થ ગુરુએ ‘ભગવાનની વાણી છે ને! એ તો કર્મરોગને નાબુદ કરવાનો ઉપકાર જ કરશે' એમ વિચારી ગમે તેમ દેશના આપવાની હોતી નથી, કિન્ત શ્રોતા જેવો બાળ, મધ્યમ કે પંડિત હોય તેને અનુસરીને દેશના આપવી જોઇએ, તો જ એ ભાવધાતુનું સામ્ય કરીને રાગાદિ ક્લેશોનો નાશ કરનારી બને છે, કેમકે યથાસ્થાને જ ગુણો ઉત્પન્ન થાય છે. તેથી જ મધ્યમ વગેરે કક્ષાના શ્રોતાને યોગ્ય ઊંચી પણ ધર્મદેશના બાળ વગેરે કક્ષાના જીવોને હિતકર બનતી નથી. માટે શ્રોતા જે કક્ષાનો હોય તે કક્ષાને અનુરૂપ દેશના આપવી એ યોગ્ય છે. આનાથી વિપરીત કરવામાં, “શ્રોતાને લાભ નથી થતો' એટલું જ નુક્શાન નથી, કિન્તુ ગેરલાભ પણ થવા' રૂપ મોટું નુક્શાન થવા રૂપ બાધા દેખાડતા ગ્રન્થકાર કહે છે
યથાસ્થાન દેશના આપવામાં ન આવે અને શ્રોતાની કક્ષાનું ઉલ્લંઘન કરીને જો દેશના દેવામાં આવે તો બુદ્ધિમાં અપરિણામ કે અતિપરિણામરૂપ અંધાપો ચાલે છે જેનાથી શ્રોતા ઉન્માર્ગે ઘસડાઇ જાય છે. માટે આ રીતે પરસ્થાનદેશના દેવી એ એક પ્રકારની કુશીલતા કરવા જેવું છે જે કુશીલતા સન્માર્ગ રૂ૫ વૃક્ષ માટે