________________
३४
द्वात्रिंशद्वात्रिंशिका જે સાધર્મિકવાત્સલ્ય વગેરે દેખાદેખીથી માત્ર કીર્તિ વગેરે માટે કરવામાં આવે છે, સાધર્મિકોમાં રહેલા ગુણોના આકર્ષણથી થયેલ શુભભાવોલ્લાસનું તો જેમાં નામ નિશાન નથી, તેમજ વિધિ અને જયણાની તો જેમાં ધરાર ઉપેક્ષા જ છે તેવા સાધર્મિકવાત્સલ્ય વગેરેથી તેના આયોજકને ઉપરોક્ત કોઇ લાભો થતા નથી એવું મને લાગે છે.
તથા પુર વગેરે આફતના અવસરે દીન હીન બનેલા લોકો માટે રસોડું કરવું વગેરે રાહતકાર્યો, લેનારના ને જોનારના દિલમાં શ્રી જિનશાસન પ્રત્યે અહોભાવ-આદર પેદા થાય એ રીતે કરવા જોઇએ. એ માટે દાતાઓએ સ્વનામને ગૌણ કરવું જોઇએ, ને “જૈનો આ કરી રહ્યા છે એ રીતે જ આ કાર્યો કરવા જોઇએ. તેમજ આજના જાહેરાતના યુગમાં આવાં જે કોઇ કાર્યો કર્યા હોય તેના અખબાર વગેરેમાં યોગ્ય સમાચારો આવે એ માટે પ્રયત્ન પણ અવશ્ય કરવો જ જોઇએ. બેશક, પોતાના નામની વાહવાહ, પ્રશંસા, જાહેરાતથી તો દૂર જ રહેવાનું છે. પણ, જૈન શાસનની વાહ-વાહ તો જેટલી વધુ થાય એટલી ઇચ્છનીય છે. જેથી સામાન્ય પ્રજાના માનસમાં “જૈનો તો ખાલી ઓચ્છવ-મહોત્સવમાં ખર્ચો કરે છે. માનવો માટે કશું કરતા નથી' વગેરે માન્યતા દ્વારા જૈનશાસનની નિંદા-અવહેલના ઘર ન કરી જાય, ને ઉપરથી “પ્રભુવીરના અનુયાયીઓ- જેનો પ્રજા માટે પણ કેટલો કેટલો ભોગ આપે છે – એમની ઉદારતાને ધન્ય છે.” વગેરે લાગણી ઊભી થાય. જૈનસંઘના લાખોકરોડો રૂપિયા ખર્ચીને આવાં કાર્યો થાય, ને છતાં એની યોગ્ય જાહેરાતની બાબતમાં ઉપેક્ષા સેવાય, એ અજૈન પ્રજાને જૈનશાસનના અહોભાવ દ્વારા બોધિબીજની સંભવિત પ્રાપ્તિથી વંચિત રાખવા બરાબર હોવાથી માત્ર મૂઢતા છે, “સત્કાર્ય કરવું તો ગુપ્ત કરવું, જાહેરાતની શી જરૂર?” વગેરે માન્યતા, આ બાબતમાં ગુણકર નથી, પણ દોષકર છે, ને ખર્ચેલા લાખો રૂપિયાને ઊગી નીકળવા દેતી નથી - આ વાત નિઃશંક છે.
વાચક જસની મુનિ-હિતવાણી આતમ સાખે ધર્મ જે તિહાં જનનું શું કામ? જન-મન-રંજન ધર્મનું મૂલ ન એક બદામ. જગમાં જન છે બહુ રુચિ રુચિ નહીં કો એક; નિજ હિત હોય તેમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. દૂર રહીને વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઇએ તેના દાસ. સમતા સે લય લાઇએ, ધરી અધ્યાતમ રંગ નિંદા તજીએ પરતણી, ભજીએ સંયમ ચંગ. વાસવિજયે' કહી, એહ મુનિ હિત વાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાત.
યતિધર્મબત્રીશી)