________________
दान-द्वात्रिंशिका
તોષતિ-રાત તિસ્પોરારિ II एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात्। औचित्यानतिवृत्त्या च सर्वसंपत्करं मतम् ।।३०।।
एतेषामिति । एतेषां = मुनि-श्राद्ध-सम्यग्दृशां दानमेतत्स्थानां = एतद्वृत्तीनां गुणानामनुमोदनात्, तदानस्य तद्भक्तिपूर्वकत्वात्, औचित्यानतिवृत्त्या = स्वाचारानुल्लंघनेन च सर्वसंपत्करं = ज्ञानपूर्वकत्वेन परंपरया महानन्दप्रदं मतम् ।।३०।। शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते। कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ।।३१।।
शुभयोगेऽपीति । पात्रदानवबुद्धीनां साधर्मिकवात्सल्यादौ शुभयोगेऽपि = प्रशस्तव्यापारेऽपि यः કરવા યોગ્ય સ્વસંપત્તિ એ ચંદન છે. કપાત્રમાં એનું દાન એ કોલસા પાડવા જેવું છે. ભક્તિથી અપાતા દાનથી લાભને બદલે નુક્શાન ન થઇ જાય એ માટે દાનવીર શ્રાવકે સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઇએ. પરીક્ષામાં પાસ થનાર પાત્ર ત્રણ પ્રકારે હોય છે. સાધુ, શ્રાવક તેમજ અવિરતસમ્યગ્દષ્ટિ.l/૨૮૨૯ો [પાત્રને આપેલું દાન કયા કારણે કેવું ફળ આપે છે એ જણાવવા ગ્રન્થકાર કહે છે–].
સુિપાત્રદાનની ફળપ્રદતાનું કારણ]. મુનિ, શ્રાવક અને સમ્યક્તીને જે દાન આપવામાં આવે છે તે તેઓમાં રહેલ સંયમ વગેરે ગુણોના કારણે તેઓ પ્રત્યે પ્રગટેલી ભક્તિથી આપવામાં આવતું હોવાથી એ દાનથી તેઓમાં રહેલ તે ગુણોની અનુમોદના થાય છે. વળી એમાં સ્વઆચારનું ઉલ્લંઘન ન કરવા રૂપ ઔચિત્યનું પાલન હોય છે, ઉલ્લંઘન નથી હોતું. એટલે ગુણોની અનુમોદના અને ઔચિત્યનું અનુલ્લંઘન એ બે કારણે આ દાન સર્વસંપન્કર મનાયું છે. [ઇતર સંન્યાસીમાં રહેલા બ્રહ્મચર્ય, ક્ષમા વગેરે ગુણોથી આકર્ષાઇને તે ગુણોની અનુમોદના માટે કોઇ શ્રાવક તેને પણ સાધુની જેમ જ ભક્તિથી દાન આપે તો એમાં ઔચિત્યપાલન ન હોઇ એ દાન સર્વસંપન્કર બનતું નથી એ જાણવું.] આ રીતે સુપાત્રને આપેલું દાન જ્ઞાનપૂર્વક હોઇ પરંપરાએ મોક્ષના મહાઆનંદને આપનારું બને છે, માટે એને સર્વસંપન્કર મનાયું છે. જ્ઞાનપૂર્વક એમ જે કહ્યું એનાથી એ સૂચિત થાય છે કે એ દાન દેતી વખતે, તે સાધુ વગેરે સુપાત્રમાં રહેલ સંયમ વગેરે વિશિષ્ટ ગુણોના આકર્ષણ-અનુમોદના વગેરેથી જ ચિત્ત રંગાયેલું હોય છે. અને તેથી એ દાનથી બંધાયેલ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળે પણ તે ગુણોના વિશિષ્ટ આકર્ષણ, તે ગુણ પ્રાપ્તિની અનુકૂળતા વગેરે ભાવો પ્રાપ્ત થાય છે જે જીવને મોક્ષ તરફ લઇ જાય છે.]l૩ ll સિાધુ રૂપ સુપાત્રને દાન આપવામાં તો આરંભાદિ કોઇ દોષ લાગતો નથી. પણ શ્રાવકની અને અવિરત સમ્યક્તીની તો ભોજન વગેરેથી ભક્તિ કરવામાં આરંભાદિ પણ થાય છે. તો એ દાન સર્વસંપન્કર શી રીતે બને? એવા પ્રશ્નનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે–]
દ્રિવ્યદોષ અનિષ્ટ નથી. સુપાત્રને દાન આપવાના અભિપ્રાયવાળા શ્રાવકાદિની સાધર્મિકવાત્સલ્ય વગેરે રૂપ પ્રશસ્ત પ્રવૃત્તિમાં આરંભ વગેરે રૂ૫ જે કોઇ દ્રવ્યદોષ લાગે છે તે આગમપ્રસિદ્ધ કૂપદૃષ્ટાન્ન મુજબ જયણાપરાયણ દાતાને અનિષ્ટ બનતો નથી (પાપકર્મબંધ વગેરે રૂપ અનિષ્ટ કરનાર હોતો નથી), કારણકે સ્વરૂપે સાવદ્ય હોવા છતાં અનુબંધથી