________________
२६
द्वात्रिंशद्वात्रिंशिका कर्मबन्धकृत् । न पुनरनुकंपया, अनुकंपादानस्य क्वाप्यनिषिद्धत्वात्, ‘अणुकंपादाणं पुण जिणेहिं न कयाइ पडिसिद्धम्" इति वचनात् ।।२७।।। दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः। प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामगारजीविकाम् ।।२८।। अत: पात्रं परीक्षेत दानशौण्ड: स्वयं धिया। तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः।।२९।।
પિાત્રદાનચતુર્ભગીના ત્રીજા-ચોથા ભાંગા). આ ગુરુ છે'. એવી ભક્તિની બુદ્ધિથી અસંયતને જે શુદ્ધ કે અશુદ્ધ આહારાદિ આપવામાં આવે છે તે અસાધુને સાધુ માનવા રૂપ વિપરીતબુદ્ધિના કારણે કર્મબંધ કરાવનારું બને છે. ભિગવતીજી(સૂ. ૩૩૧) માં કહ્યું છે કે “હે ભગવન્! તથાવિધ અસંયત-અવિરતને પ્રાસક કે અપ્રાસુક એષણીય કે અષણીય આહારાદિ આપનાર શ્રાવકને શું ફળ મળે છે? હે ગૌતમ! તેને એકાંતે પાપકર્મ બંધાય છે, જરા પણ નિર્જરા થતી નથી,
આની વૃત્તિમાં ખુલાસો કર્યો છે કે પ્રાસુકાદિશુદ્ધમાં જીવાતનો અભાવ હોવાથી અને અમાસુકાદિ અશુદ્ધમાં તેનો સદ્ભાવ હોવાથી કંઇક વિશેષતા જરૂર હોય છે, પણ “અસંયમનું પોષણ રૂપ મુખ્ય બાબત બંનેમાં સમાન હોઇ તેના ફળ રૂપ પાપકર્મબંધ અને નિર્જરાના અભાવની જ અહીં વિવલા હોવાથી તે વિશેષતાની વિવફા
.અસંયતને દાન દેવાનું પાપકર્મબંધ રૂ૫ આ ફળ, પણ “આમને આહારાદિનું દાન કરું જેથી મારો સંસારમાંથી છૂટકારો થાય, મોક્ષ થાય' એવી ભક્તિથી મોક્ષ માટે અપાતા દાનનું જાણવું, અનુકંપાથી અસંયતને અપાતા દાનનું નહિ. કારણકે અનુકંપાથી તો કોઇને પણ દાન આપવાનો શાસ્ત્રમાં નિષેધ નથી. આ વાત અનુકંપાદાનનો તો શ્રીજિનેશ્વરદેવોએ કોઇને પણ વિશે નિષેધ કર્યો નથી' (અનુકંપાના ઉપલક્ષણથી “ઔચિત્ય” પણ સમજી લેવું. પોતે આપ્યા પૂર્વે પણ જેને ઘણું ઘણું મળ્યું છે તેવા અનુકંપાના અપાત્ર અન્ય સંન્યાસી વગેરેને સજ્જનને બારણે આવેલો ક્યારે ય પાછો ન ફરે એવા ઔચિત્યને જાળવવા માટે આપે તો પણ કર્મબંધ રૂપ કટુ ફળ મળતું નથી. માત્ર સુપાત્રની (ભક્તિની) બુદ્ધિ જ વિપરીત હોઇ એનાથી દેવાતા દાનથી જ પાપકર્મબંધ થાય છે. અથવા તો આ ઔચિત્યથી અપાતું દાન પણ નીચેની રીતે અનુકંપાદાનમાં જ સમાવિષ્ટ જાણવું. હું આ સંન્યાસી વગેરેને નહિ આપું તો એ સંન્યાસી તેમજ જોનાર અન્ય લોકો “આનો ધર્મ કેવો કે દાન આપવાનો નિષેધ કરે છે” ઇત્યાદિ રૂપે ધર્મની નિંદા કરી બોધિદુર્લભ ન બનો એવી ભાવ અનુકંપા એમાં ભળેલી હોય છે.]રા મોક્ષ માટે ભક્તિથી અસંયતને અપાતું દાન કર્મબંધ કરનારું કેમ છે? એને ઉપમા સહિત સમજાવવા અને કર્મબંધથી બચવા માટે ભક્તિના પાત્રની પરીક્ષા કરવી જોઇએ એવું જણાવવા ગ્રન્થકાર કહે છે–]
આ મારા આપેલા આહારાદિથી લેનાર પરિવ્રાજકાદિના અસંયમ, મિથ્યાત્વ વગેરે રૂપ દોષોનું જ પોષણ થવાનું છે એવું જાણીને પણ અિનુકંપાનો અવસર ન હોવા છતાં ભક્તિથી] તે દોષપોષણની ઉપેક્ષા કરીને આહારાદિનું દાન કરતો શ્રાવક ચન્દનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું કરે છે. ચંદનના ચંદન તરીકે જે વ્યાપાર કરનાર ચંદનના કોલસા પાડીને કોલસાનો વ્યાપાર કરનાર કરતાં ઘણો સારો લાભ પામી શકે છે અને કોલસા પાડતી વખતની ગરમી વગેરે કષ્ટમાંથી બચી શકે છે. સુપાત્રમાં દાન
"अस्य पूर्वार्ध : 'मोक्खत्थं जं दाणं तं पइ एसो विही समक्खाओ' ।