________________
૧૮
द्वात्रिंशद्वात्रिंशिका कारि भवति । एवं हि भोगहेतोरप्यत्राध्यवसायविशेषाद् भोगानुपनतिरुपपद्यत इति भावः ।।१८।। ___ नन्विदं हरिभद्रसंमत्या भवद्भिर्व्यवस्थाप्यते, तेनैव चाभिनिविश्योक्तमित्याशंक्याहन च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम्। हरिभद्रो पदोऽभाणीद्यत: संविग्नपाक्षिकः ।।१९।। ___ न चेति । न च स्वदानस्य = स्वीयासंयतदानस्य पोषार्थं = समर्थनार्थं उक्तमेतदपेशलं = असुन्दरम् । यतः = यस्मात् संविग्नपाक्षिको हरिभद्रोऽदः = प्रागुक्तं हि = निश्चितमभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं ब्रूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे - ‘स्वकीयासंयतदानसमर्थनागर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति ભોગપ્રાપ્તિ થતી નથી (ભોગાનુભવ થતો નથી.) તેથી સંસારવૃદ્ધિ પણ થતી નથી.]
“આ અમૃત છે” “આ અમૃત છે' એવા વારંવારના ચિંતનરૂપ મંત્રથી મંત્રિત થયેલું પાણી પણ માનવીની એવી શ્રદ્ધાના પ્રભાવે જેમ અમૃતનું કાર્ય કરે છે® તેમ ભોગના હેતુભૂત વિષયો પણ અભોગ પરિણામના પ્રભાવે અભોગનું કાર્ય કરે છે એમ સમજવું. એટલે કે આ વિશેષ પ્રકારના અધ્યવસાયના પ્રભાવે ભોગહેતુથી પણ ભોગની પ્રાપ્તિ ન થવાની આ વાત સંગત રહે છે. માટે, સાધુથી થતા કારણિક અનુકંપાદાનનો, આ રીતે ભોગપ્રાપ્તિ દ્વારા સંસારવૃદ્ધિના કારણરૂપે કે મોક્ષપ્રતિબંધક પુણ્યબંધના કારણરૂપે કહી ઉચ્છેદ કરવો એ યોગ્ય નથી.]
સાધુના અનુકંપાદાનની તમે આ જે પ્રરૂપણા અને પુષ્ટિ કરો છો એ બધું શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કર્યું છે માટે કરો છો. પણ મૂળ વાત તો એ છે કે તેમણે જ અભિનિવેશ પકડીને એ બધી પ્રરૂપણા કરી છે. એટલે એમની સંમતિથી તમે કરેલી આ પ્રરૂપણા પણ અભિનિવેશમૂલક હોઇ આદરણીય નથી' એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
પોતે અસંયતોને જે દાન આપેલું તેનું સમર્થન કરવા માટે હરિભદ્રસૂરિ મહારાજે આ બધું કહ્યું છે, માટે એ બધું અસુંદર છે' એવું કહેવું એ યોગ્ય નથી, કારણકે સંવિગ્નપાક્ષિક એવા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે આ બધી વાત નિશ્ચિતપણે કહી છે, અને સંવિગ્નપાક્ષિક અસત્ય બોલતા નથી. કેમકે એમાં એમની સંવિગ્નપાણિકતા જ ખંડિત થઇ જાય.] ૨૭મા અષ્ટકના વિવરણમાં વિવરણકારે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. [એટલે કે હરિભદ્રસૂરિ મહારાજ સ્વયં જો અભિનિવિષ્ટ હોત, અને તેથી તેઓએ સ્વકીય અનુકંપાદાનના સમર્થન માટે અસત્ય વાતો ઉપજાવી કાઢી હોત તો વિવરણકાર તેઓશ્રીનો સંવિગ્નપાક્ષિક તરીકે ઉલ્લેખ કરી એ પ્રરૂપણાનું સમર્થન ન કરત.) એ વિવરણમાં કહ્યું છે કે – “શ્રીહરિભદ્રસૂરિમહારાજ ભોજનાવસરે શંખવાદન પૂર્વક યાચકોને ભોજન અપાવતા હતા આવું સંભળાય છે. આના પર કેટલાક વિવેચકો એવી કલ્પના કરે છે કે “સાધુના અનુકંપાદાનનું સમર્થન કરનાર આ પ્રકરણ શ્રીહરિભદ્રસૂરિમહારાજે પોતે અસંયતોને જે દાન કર્યું તેનું સમર્થન કરવા માટે રચ્યું છે. માટે એ જિનાજ્ઞામૂલક નહીં, પણ અભિનિવેશમલ્ક હોઇ સુજ્ઞજનોને અગ્રાહ્ય છે.]' પણ તેઓની આવી કલ્પના મુજબની વાત સંભવતી નથી, કારણકે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ સંવિગ્નપાક્ષિક હતા, અને સંવિગ્ન કે સંવિગ્નપાણિક શાસ્ત્રકાર આગમવિરુદ્ધ પદાર્થ કહે એ સંભવતું નથી, કેમકે એવું કરે તો એમનું સંવિગ્નપણું કે સંવિગ્નપાક્ષિકપણું જ ઊડી જાય. પંચાશક (૧૨/ ૧૭) માં કહ્યું છે કે “દુર્ભાષિત = આગમવિરુદ્ધ ઉપદેશ એ અતીવ કટુ વિપાક દેનારો છે એવું જાણતા સંવિગ્ન
@ નીયમથકૃતનિત્યનુન્યમાનં ફ્રિ નામ નો વિવિજારHપરિતિ? -- ઝિન્યાનંદિત્તોત્ર).