________________
૧૭
दान-द्वात्रिंशिका चायं मुक्तिप्रतिपंथी, दाह्य विनाश्य वनेरिव तस्य पापं विनाश्य स्वतो नश्वरत्वात् = नाशशीलत्वात् । शास्त्रार्थाऽबाधेन निर्जराप्रतिबन्धकपुण्यबन्धाभावान्नात्र दोष इति गर्भार्थः ।।१७।। भोगाप्तिरपि नैतस्मादभोगपरिणामतः। मंत्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते।।१८।।
भोगाप्तिरिति । भोगप्राप्तिरपि नैतस्माद् = आपवादिकानुकंपादानात्, अभोगपरिणामतः = भोगानुभवोपनायकाध्यवसायाभावात् । दृष्टान्तमाह - मंत्रितं जलमपि पुंसां श्रद्धया = भक्त्या अमृतायते = अमृतकार्यલાભને નજરમાં રાખીને દશાવિશેષમાં જે અનુકંપાદાન આપવામાં આવે છે તેનાથી થનાર પુણ્યબંધ સાધુને અનિષ્ટ નથી, કારણ કે પુણ્યબંધ પણ શુભ રૂપે ઉદયમાં આવનાર હોવાથી ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત બનનારો હોય છે. જે ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિમાં હેતુભૂત હોય તેનાથી જ દશાવિશેષમાં આનુષંગિક ફળ રૂપે પુણ્યાનુબંધી પુણ્યનો (શુભ રૂપે ઉદયમાં આવનાર પુણ્યનો) બંધ સંભવે છે. આ વાત પણ એના પરથી નિર્ણાત થાય છે કે ઉત્તરોત્તર અપ્રમત્તતા, વીતરાગતા વગેરે ધર્મપ્રાપ્તિના હેતુભૂત પ્રાણાતિપાત વિરમણ વગેરેથી પણ આનુષંગિક ફળ રૂપે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય જ છે. આવા શુભઉદયવાળો પુણ્યાનુબંધી પુણ્યોદય મોનો પ્રતિબંધક નથી, કેમકે જેમ અગ્નિ બળતણનો નાશ કરીને પછી સ્વયં પણ નષ્ટ થઇ જાય છે તેમ આ પુણ્યાનુબંધી પુણ્ય પણ યોગ્ય ભૂમિકા વગેરેની પ્રાપ્તિ કરાવીને પછી સ્વયં નષ્ટ થઇ જાય છે. એટલે એના કારણે મોક્ષ અટકતો ન હોવાથી એ મુક્તિનું પ્રતિબંધક નથી. માટે એ અમને શા માટે ઇષ્ટ ન હોય? આમાં રહસ્ય એ છે કે આ રીતે દશાવિશેષમાં અનુકંપાદાન કરવાથી શાસ્ત્રાર્થનો બાધ થતો ન હોવાના કારણે એનાથી જે નિર્જરાનો પ્રતિબંધક હોય એવો પુણ્યબંધ થતો નથી, અને તેથી પુણ્યબંધ હોવા' માત્રના કારણે આ પ્રાસંગિક અનુકંપાદાનમાં કોઇ દોષ નથી./૧૭ll[પુણ્યબંધથી ભોગપ્રાપ્તિ દ્વારા ભવપરંપરાનું સર્જન થશે એવો જે દોષ દેખાડ્યો હતો તેનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે–]
વિષયપ્રાપ્તિમાં પણ અભોગપરિણામ). આ આપવાદિક અનુકંપાદાનથી પુણ્યબંધ દ્વારા ભોગપ્રાપ્તિ થશે' ઇત્યાદિ વાત પણ યોગ્ય નથી, કારણકે ભોગનો અનુભવ કરાવી આપે એવો અધ્યવસાય હોતો નથી. આિશય એ છે કે ભોગસાધનભૂત વિષયોની પ્રાપ્તિ = સંપર્ક થવો એ માત્ર ‘ભોગ' નથી, નહિતર તો અપ્રમત્તસંયત વગેરેને પણ આહારાદિકાળે રસનેન્દ્રિય વગેરેના વિષયનો સંપર્ક હોઇ ભોગ માનવો પડે. કિન્તુ વિષયસંપર્ક થવા પર એમાં તન્મય બની રાગ-આસક્તિ આદિ કરવા એ ભોગ છે. વળી એક સામાન્ય કાયદો એવો છે કે શુભ કે અશુભ ક્રિયાકાળે જેવો ભાવ હોય તેવો ભાવ તે ક્રિયાથી બંધાયેલા પુણ્ય કે પાપના ઉદયકાળે પ્રાયઃ કરીને આવે છે. એટલે કે શુભ-અશુભ ક્રિયાને અનુસરીને પુણ્ય કે પાપ બંધાય છે અને એ ક્રિયા વખતે રહેલા શુભ-અશુભ ભાવને અનુસરીને તે પુણ્ય કે પાપના ઉદયકાળે શુભ-અશુભ ભાવની પ્રાપ્તિ થાય છે. સાધુ મહારાજ વિશેષ પ્રસંગે જે અનુકંપાદાન કરે છે, એ વખતે “આ લેનારને આહાર-વિષયાદિની પ્રાપ્તિ થવા દ્વારા એનું દુઃખ દૂર થાઓ અને એ સુખી થાઓ' એવો ભાવ નથી હોતો પણ “આ અનુકંપાદાન દ્વારા લેનાર જીવ બોધિપ્રાપ્તિ વગેરે દ્વારા રાગદ્વેષાદિના ભયંકર બંધન વગેરે રૂપ સંસારમાંથી સર્વથા મુક્ત થાઓ' ઇત્યાદિ ભાવ (અભોગપરિણામ) હોય છે. એટલે એ અનુકંપાદાન રૂપ ક્રિયાથી બંધાયેલા પુણ્યના ઉદયે વિષયોની પ્રાપ્તિ થવા પર પણ તેવા રાગાદિ પરિણામ (ભોગપરિણામ) થતા નથી. આમ ભોગહેતુભૂત વિષયોની પ્રાપ્તિ થવા પર પણ અભોગપરિણામના પ્રભાવે