SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ हिंसाऽसंभवप्रतिपादकं वचो मुधा = अनर्थकम् । । २७ ।। हिंस्यकर्मविपाके यदुष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव । । २८ ॥ द्वात्रिंशद्वा हिंस्येति । हिंस्यस्य प्राणिनः कर्मविपाके सति यद् = यस्मात् दुष्टाशयेन = हन्मीति संक्लेशेन निमित्तता = प्रधानहेतुकर्मोदयसाध्यां हिंसां प्रति निमित्तभावो हिंसकत्वम् । तेन कारणेन इदं हिंसकत्वं रिपोरिव वैद्यस्य न स्यात्, तस्य हिंसां प्रति निमित्तभावेऽपि दुष्टाशयानात्तत्वात् । तदिदमाह “हिंस्यकर्मविपाकेऽपि निमित्तत्वनियोगतः । हिंसकस्य भवेदेषा दुष्टा दुष्टानुबन्धतः” ।। परप्रेरितस्यापि चाभिमरादेरिव दुष्टत्वं व्यपदिश्यत एव । हिंस्यकर्मनिर्जरणसहायत्वेऽपि च तथाविधाशयाभावान्न हिंसकस्य वैयावृत्त्यकरत्वव्यपदेश इति द्रष्टव्यम् ।। २८ । । इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ।। २९ ।। આવતી નથી. માટે માનવું પડે છે કે તેવા અશુભકર્મના કારણે જ હિંસ્યની હિંસા થાય છે. માટે હણનારાને હિંસા લાગવાનો તો સંભવ જ રહેતો નથી. સમાધાન – હિંસાના અસંભવનું પ્રતિપાદન કરનાર આ વચન નિરર્થક છે.।।૨૭।। [શા માટે નિરર્થક છે? એ હવે ગ્રન્થકાર આગલી ૨૮મી ગાથામાં જણાવે છે—] હિંસ્યજીવના અશુભકર્મ ઉદય પ્રાપ્ત થયે, દુષ્ટાશયથી હિંસા પ્રત્યે જે નિમિત્ત બનાય છે તે નિમિત્તપણું એ જ હિંસકત્વ છે. તેથી વૈદ્યમાં શત્રુની જેમ હિંસકત્વ આવતું નથી. હિંસ્ય જીવના કર્મનો ઉદય એ હિંસા પ્રત્યે મુખ્ય હેતુ છે. આ મુખ્યહેતુના કા૨ણે થનારી હિંસા પ્રત્યે ‘આને હણું' એવા દુષ્ટઆશયથી નિમિત્ત કારણ બનવું એ હિંસકત્વ છે. તેથી આ હિંસકપણું શત્રુમાં આવે છે પણ એની જેમ વૈદ્યમાં આવતું નથી, કેમકે શસ્ત્રક્રિયા વગેરે દ્વારા હિંસા પ્રત્યે એ નિમિત્ત બન્યા હોવા છતાં ‘આને હણું' એવો દુષ્ટ આશય એનો હોતો નથી. અષ્ટક પ્રકરણ (૧૬/૩) માં આ વાત આ રીતે કહી છે- “હિસ્યજીવના કર્મનો વિપાક તો હિંસા પ્રત્યે ભાગ ભજવે જ છે. તેમ છતાં, પોતે એમાં નિમિત્ત બનવાથી દુષ્ટ અનુબંધના કારણે હિંસકને એ હિંસા દોષ લગાડનારી થાય છે.” અન્યની પ્રેરણાથી પણ જે અભિમર (ધારેલી વ્યક્તિને માનનાર ગુંડો) વગેરે હત્યા કરે છે તેઓ જેમ ‘દુષ્ટ’ તરીકે વ્ય૫દેશ પામે જ છે તેમ કર્મની પ્રેરણા હોવા છતાં હણનારો ‘દુષ્ટ’ બને જ છે. [પ્રશ્ન - ગુર્વાદિને સંયમયોગમાં સહાય કરવા દ્વારા નિર્જરામાં સહાયક બનતો હોવાથી તે સહાય કરનારો જેમ વૈયાવચ્ચ ક૨ના૨ો કહેવાય છે તેમ હણનારો પણ હિંસ્ય જીવના તે અશુભકર્મની નિર્જરામાં સહાય કરનારો હોવાથી વૈયાવચ્ચ ક૨ના૨ો જ કહેવાવો જોઇએ ને! હત્યારો શા માટે કહેવાય?] ઉત્તર – હિંસ્યજીવના તે કર્મની નિર્જરામાં એ સહાયક હોવા છતાં તેવો શુભ આશય ન હોવાથી એ વૈયાવચ્ચ ક૨ના૨ો કહેવાતો નથી, પણ તેવો અશુભ આશય હોવાના કારણે હિંસક જ કહેવાય છે એ જાણવું. માટે, આ રીતે જૈન માન્યતામાં હિંસા-હિંસકત્વ-વગેરે સુસંગત છે એ નિશ્ચિત થાય છે.॥૨૮॥ [હિંસાનો સંભવ દેખાડ્યા બાદ હવે હિંસાની વિરતિ વગેરેનો પણ સંભવ દેખાડવા ગ્રન્થકાર કહે છે–]
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy