________________
वाद-द्वात्रिंशिका
२३७ दिकमुपपादितमन्यत्र ।।२५ ।। पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः। त्रिधा हिंसागमप्रोक्ता न हीथमपहेतुका।।२६।।
पीडेति । पीडाकर्तृत्वतः = पीडायां स्वतंत्रव्यापृतत्वात् देहस्य व्यापत्तिः = विनाशस्तया कथञ्चित्तव्यापत्तिसिद्धिरिति भावः, दुष्टभावतः = हन्मीति संक्लेशात् त्रिधा जिनप्रोक्ता हिंसा इत्थमुक्तरूपात्माभ्युपगमे न ह्यपहेतुका = हेतुरहिता भवति ।।२६ ।। अत्रैव प्रकारान्तरेणासंभवं दूषयितुमुपन्यस्यतिहन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि। प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः ।।२७।।
हन्तुरिति । “हिंसनीयस्य कर्मणि = हिंसानिमित्तादृष्टे जाग्रति = लव्धवृत्तिके सति हन्तुः को दोषः? स्वकर्मणैव प्राणिनो हतत्वात्, तत्कर्मप्रेरितस्य च हन्तुरस्वतंत्रत्वेनादुष्टत्वव्यवहारात्, तदभावे च = हिंसनीयकर्मविपाकाभावे च अन्यत्राऽपि = अहिंसनीयेऽपि प्राणिनि प्रसक्तिः = हिंसापत्तिः” इति,
પીડાકર્તુત્વથી, દેહની વ્યાપત્તિથી અને દુષ્ટ ભાવથી હિંસા લાગે છે. આમ આગમમાં ત્રણ પ્રકારે કહેલી હિંસા આ રીતે = આત્માને નિત્યાનિત્ય માનવાથી અપહેતુકા = હેતુરહિત બનતી નથી.
પીડા પહોંચાડવામાં જે સ્વતંત્રપણે વ્યાપૃત હોય તે પીડાનો કર્તા. [આત્માને એકાન્તનિત્ય માનવાથી એમાં કર્તૃત્વ સંભવતું નથી, નિત્યાનિત્ય માનવામાં તો એ સંભવે જ છે. દેહનો વિનાશ એ દેહની વ્યાપત્તિ. દેહથી આત્માને ભિન્નભિન્ન માન્યો હોવાથી અને આત્માને નિત્યાનિત્ય માન્યો હોવાથી આત્માનો કથંચિત્ નાશ રૂપ હિંસા સિદ્ધ થાય જ છે. “આને હણું' ઇત્યાદિ સંક્લેશ એ દુષ્ટભાવ. કથંચિત્ અન્વયવાળો આત્મા માન્યો હોવાથી દુષ્ટભાવનું કાલાન્તર ભાવી ફળ એને મળવું પણ સંભવે જ છે. તેથી પીડાકÚપણાંથી, દેહવ્યાપત્તિથી અને દુષ્ટ ભાવથી હિંસા લાગે છે એમ શ્રીજિનેશ્વર દેવોએ જે ત્રણ પ્રકારે હિંસા કહી છે તે આવો =િ નિત્યાનિત્ય અને દેહથી ભિન્નભિન્ન] આત્મા માનવામાં હેતુસંગત બને છે.llરફl].
કિર્મોદય ખરો, પણ હિંસકનેય દોષ] આમ જૈન માન્યતામાં આ રીતે હિંસા સંભવિત હોવા છતાં અન્ય રીતે એ અસંભવિત છે એવી શંકાને દૂષિત ઠેરવવા માટે ગ્રન્થકાર જણાવે છે
હિંસનીયજીવનું અશુભ કર્મ ઉદય પ્રાપ્ત હોતે છતે હત્તાને શું દોષ લાગે? જો એ કર્મ ઉદયમાં ન હોય તો અહિંસનીય અંગે પણ હિંસા થવી જોઇએ.” આવું વચન મુધા = નિરર્થક છે.
શંકા - હિંસ્ય જીવના જે અશુભકર્મના ઉદયે એની હિંસા થાય છે એ કર્મ ઉદયપ્રાપ્ત થયે હણનારાનો શો દોષ? કેમકે એ જીવ તો પોતાના એ કર્મના ઉદયથી જ હણાયેલો હોય છે. પણ હણનારે તેવો ઘા કર્યો એટલે હિસ્ય જીવ મર્યો ને! એટલે એ દોષ તો એને લાગે જ' એવી શંકા ન કરવી, કેમકે] એ હિસ્યજીવના તેવા અશુભ કર્મથી, પ્રેરાઇને જ હણનારે ઘા કર્યો હોય છે. તેથી હણનારો એને હણવાની બાબતમાં સ્વતંત્ર ન હોઇ નિર્દોષ તરીકેનો જ વ્યવહાર પામે છે. રાજાની આજ્ઞાથી પ્રેરાઇને કોટવાલ ચોરને ફાંસી દે તો એમાં કોટવાળ કાંઇ દોષપાત્ર કહેવાતો નથી. હિંસ્યજીવના કર્મનો ઉદય જો એમાં ભાગ ભજવતો ન હોય, તો તો અહિંસનીય જીવની પણ હિંસા થઇ જવાની આપત્તિ આવે. એટલે કે એની પણ હિંસા થઇ જવાની આપત્તિ આવે. પણ એ આપત્તિ