________________
वाद- द्वात्रिंशिका
२१७
शौचमाहारलाघवम्, अप्रमादश्चेति, कुशलधर्मपदेन च बौद्धैरभिधीयन्ते, यदाहुस्ते - " दशाकुशलानि, तद्यथा-हिंसा स्तेयान्यथाकामं पैशून्यं परुषानृतम्, संभिन्नालापं व्यापादमभिध्या दृग्विपर्ययम् ।।१।। पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत्, इति” अत्र चान्यथाकामः पारदार्यं संभिन्नालापोऽसंवद्धभाषणं, व्यापादः परपीडाचिन्तनं, अभिध्या धनादिष्वसन्तोषः परिग्रह इति यावत्, दृग्विपर्ययो मिथ्याभिनिवेशः, एतद्विपर्ययाच्च दश कुशलधर्मा भवन्तीति आदि पदाच्च ब्रह्मादिपदग्रहः, एतान्येव वैदिकादिभिर्ब्रह्मादिपदेनाभिधीयन्ते રૂત્તિ 19 ||
मुख्यवृत्त्या क्व युज्यन्ते न वैतानि क्व दर्शने । विचार्यमेतन्निपुणैरव्यग्रेणान्तरात्मना ।।१०।।
मुख्येति। एतानि = अहिंसादीनि क्व दर्शने युज्यन्ते क्व वा दर्शने न युज्यन्ते एतन्मुख्यवृत्त्या = अनुपचारेण निपुणैर्धर्मविचारनिष्णातैर्विचारणीयं नान्यद्, वस्त्वन्तरविचारणे धर्मवादाभावप्रसङ्गात् अव्यग्रेण = स्वशास्त्रनीतिप्रणिधानादव्याक्षिप्तेन, अन्तरात्मना = मनसा, शास्त्रान्तरनीत्या ह्येकशास्त्रोक्तप्रकाराणामहिंसादीनामयुज्यमानता स्फुटमेव प्रतीयत इति स्वतन्त्रनीतिप्रणिधानेनैव विषयव्यवस्था विचार्यमाणा फलवतीति भावः । । १० ।।
ननु स्वतन्त्रनीत्यापि धर्मसाधनविचारणे प्रमाणप्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमप्यावश्यकमिति व्यग्रताऽनुपरमे कदा प्रस्तुतविचारावसर इत्यत आह
વચન, કાયાથી ત્યાગ કરવો.” આ દશનો વિપર્યય એ દશ કુશલધર્મ છે. આ જ રીતે આને વૈદિકો વગેરે ‘બ્રહ્મ’ વગેરે કહે છે. આમ આ ધર્મ સાધનો દરેક દર્શનકારોને જુદા જુદા નામથી માન્ય છે.III
[જો દરેક દર્શનકારોને અહિંસા વગેરે સમાન રીતે માન્ય છે તો એ બધા જ મોક્ષમાર્ગના યથાર્થ પ્રરૂપક બની જશે! આવી શંકાનું વા૨ણ ક૨વા ગ્રન્થકાર કહે છે–]
બધા દર્શનોએ અહિંસા વગેરે ધર્મસાધનોને જણાવ્યા છે એ વાત ખરી. તેમ છતાં કયા દર્શનમાં આ અહિંસા વગેરે મુખ્યવૃત્તિએ = અનુપચરિત રીતે ઘટે છે અને કયા દર્શનમાં એ રીતે નથી ઘટતા તે, ધર્મની વિચારણા ક૨વામાં જેઓ નિષ્ણાત હોય તેવા પ્રાજ્ઞોએ વિચારવું જોઇએ. વળી આ વિચારણા પણ અવ્યગ્ર મનથી કરવી. એટલે કે સ્વશાસ્ત્રનીતિના પ્રણિધાનથી કરવી. આશય એ છે કે જે દર્શનમાં જેવા અહિંસા વગેરે પ્રરૂપાયેલા હોય તેવા, તે જ દર્શનના સિદ્ધાન્તોથી ઘટે છે કે નહીં એની વિચારણાનું પ્રણિધાન રાખવું. એક શાસ્ત્રોક્ત અહિંસાદિની વિચારણામાં અન્ય શાસ્ત્રોક્ત સિદ્ધાન્તોને ઘુસાડવા એ વ્યગ્રતા છે, તે ન જોઇએ, કેમકે અન્ય શાસ્ત્રમાન્ય સિદ્ધાન્તોથી અન્યશાસ્ત્રમાં કહેલા પ્રકારવાળી અહિંસા વગેરે ન ઘટી શકે એ તો સ્પષ્ટ જ છે. એટલે સ્વશાસ્ત્રનીતિના પ્રણિધાનથી જ વિષયવ્યવસ્થાનો વિચાર કરવો એ સફળ બને છે. આમ તે તે શાસ્ત્રમાં કહેલ અહિંસા વગેરેનો તે તે શાસ્ત્રના સિદ્ધાન્તોથી વિચા૨ ક૨વો જોઇએ એ નક્કી થયું, અન્ય કોઇ બાબતનો વિચાર નહીં, કેમકે એમાં ધર્મવાદનો અભાવ રહે છે.૧૦ના
[પ્રમાણલક્ષણાદિની નિરુપયોગિતા]
શંકા - સ્વતંત્રનીતિથી ધર્મસાધનની વિચારણા કરવી એ તમે કહ્યું. પણ એ વિચારણામાં પણ, પ્રમાણ
=
પ્રમેય વગેરેના લક્ષણ માટે ૫૨તંત્ર વગેરેની વિચારણા પણ આવશ્યક છે. અહિંસા વગેરે સુઘટ છે કે નહી?