________________
२१६
द्वात्रिंशद्वात्रिंशिका प्रथमसमवसरणेऽयोग्यसदसि धर्म दिदेश । अन्यत्र चोचिते प्रतिवोध्यजनकलिते देशे धर्मं दिदेश ।।७।। विषयो धर्मवादस्य धर्मसाधनलक्षणः। . स्वतन्त्रसिद्धः प्रकृतोपयुक्तोऽसद्ग्रहव्यये।।८।।
विषय इति । धर्मवादस्य विषयो धर्मसाधनलक्षणः स्वतन्त्रसिद्धः = साङ्ख्यादीनां षष्टितंत्रादिशास्त्रसिद्धः । असद्ग्रहस्य = अशोभनपक्षपातस्य व्यये सति, प्रकृतोपयुक्तः = प्रस्तुतमोक्षसाधकः, धर्मवादेनैवासद्ग्रहनिवृत्त्या मार्गाभिमुखभावादिति भावः ।।८।। यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ।।९।।
यथेति । यथाऽहिंसादयः आदिना सूनृतास्तेयब्रह्मापरिग्रहः पंच स्वस्वदर्शने व्रतधर्मयमादिभिः, तथा कुशलधर्माद्यैः पदैः कथ्यन्ते । तत्र ‘महाव्रत'पदेनैतानि जैनैरभिधीयन्ते, 'व्रत'पदेन च भागवतैः यदाहुस्ते“पंच व्रतानि पंचोपव्रतानि, व्रतानि यमाः, उपव्रतानि नियमाः” इति, धर्मपदेन तु पाशुपतैः यतस्ते दश धर्मानाहुः- “अहिंसा सत्यवचनमस्तैन्यं चाप्यकल्पना । ब्रह्मचर्यं तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ।।१ ।। सन्तोषो गुरुशुश्रूपा इत्येते दश कीर्तिताः", सांख्यैः - व्यासमतानसारिभिश्च यमपदेनाभिधीयन्ते - पंच यमाः पंच नियमाः” तत्र यमाः - अहिंसा सत्यमस्तैन्यं ब्रह्मचर्यमव्यवहारश्चेति; नियमास्तु - अक्रोधो गुरुशुश्रूषा યોગ્યતા-અયોગ્યતાનો જો વિચાર કરવાનો છે તો વાદમાટે તો એ વિચાર આવશ્યક છે જ એ સમજવું સુગમ છે.all [ધર્મવાદનો વિષય દેખાડતા ગ્રન્થકાર કહે છે]
સાંખ્ય વગેરેના ષષ્ટિતંત્ર વગેરે સ્વ-સ્વશાસ્ત્રમાં અહિંસા વગેરે જે ધર્મના સાધનો કહેવાયા છે તે ધર્મવાદનો વિષય છે. એટલે કે એ અંગે ધર્મવાદ કરવો જોઇએ. કદાગ્રહ દૂર થયે તે ધર્મસાધનો પ્રસ્તુત અર્થ = મોક્ષ માટે ઉપયોગી બને છે. આશય એ છે કે ધર્મવાદથી જ કદાગ્રહ દૂર થાય છે જેથી ઇતરના શાસ્ત્રોમાં કહેલા અહિંસા વગેરેનો પણ યથાર્થ રૂપે સ્વીકાર થવાથી માર્ગાભિમુખતા થાય છે, જે પરંપરાએ યાવતુ મોક્ષ પ્રાપક બને છે.. [આ ધર્મસાધનોને ગ્રન્થકાર જણાવે છે–].
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ ધર્મસાધનો છે. જૈન વગેરે દર્શનકારોએ એ બધાનું સ્વસ્વદર્શનમાં વ્રત, ધર્મ, યમ, કુશલધર્મ વગેરે શબ્દોથી કથન કર્યું છે. આ રીતે - જેનો આ પાંચને “મહાવતો’ કહે છે. ભાગવતો આને “વ્રતો' કહે છે. તેઓ કહે છે કે “પાંચ વ્રતો છે અને પાંચ ઉપવ્રતો, આમ અહિંસા વગેરે યમ અને ઉપવ્રત એટલે નિયમ.” પાશુપતો આને ધર્મ કહે છે. તેઓએ આ પ્રમાણે દશ ધર્મ કહ્યા છે. “અહિંસા, સત્યવચન, અતૈન્ય, અકલ્પના, બ્રહ્મચર્ય, અક્રોધ, આર્જવ શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા એમ દશ ધર્મો કહેવાયા છે.” સાંખ્યોએ અને વ્યાસના અનુયાયીઓએ આને ‘યમ' કહ્યા છે. તે આ પ્રમાણે - - “પાંચ યમ છે અને પાંચ નિયમ છે. તેમાં અહિંસા, સત્ય, અસ્તન્ય, બ્રહ્મચર્ય અને અવ્યવહાર આ પાંચ યમ છે અને અક્રોધ, ગુરુશુશ્રુષા, શૌચ, આહારલઘુતા અને અપ્રમાદ આ પાંચ નિયમો છે.” બોદ્ધો આને “કુશળધર્મ' કહે છે. તદ્યથા - “દશ અકુશલ આ પ્રમાણે છે - હિંસા, તેય, અન્યથાકામ (પારદારિકતા), પૈશુન્ય, પરુષાગૃત (કઠોર અસત્યવચન), સંભિન્નઆલાપ (અસંબદ્ધ ભાષણ), વ્યાપાદ (પરપીડા ચિંતન), અભિધ્યા (ધન વગેરેનો અસંતોષ એટલે કે પરિગ્રહ), દગ્વિપર્યય (મિથ્યાઅભિનિવેશ) અને પાપકર્મ. આ દશ અકુશલધર્મોનો મન,