________________
धर्मव्यवस्था-द्वात्रिंशिका
२०७ तदवनं = तद्रक्षणं सा दया, परप्राणरक्षणाऽवसरेऽपि तदविनाभाविना शुभसंकल्पनाशुभसंकल्पादुदधौ निमज्जतो विषमतरंडलाभेनेव स्वभावप्राणत्राणेनैव निश्चयेन दयाऽभ्यपगमात| अत एवोक्तमा
"आया चेव अहिंसा आया हिंसत्ति णिच्छओ एसो । जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ।।"
नैगमस्य हि जीवेष्वजीवेषु च हिंसा, तथा च वक्तारो भवन्ति - “जीवोऽनेन हिंसितो, घटोऽनेन हिंसितः' इति । इत्थं च हिंसाशब्दानुगमाज्जीवेष्वजीवेषु च हिंसेति, एवमहिंसाऽपि । संग्रहव्यवहारयोश्च षड्जीवनिकायेषु हिंसा, संग्रहोऽत्र देशग्राही गृह्यते, सामान्यरूपस्य नैगमेऽन्तर्भावात्, व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्च, लोको हि वाहुल्येन षट्सु जीवनिकायेष्वेव हिंसामिच्छतीति । ऋजुसूत्रश्च प्रत्येकं
યતનાશીલ સાધકે કરેલ પરપ્રાણરક્ષણ એ એટલા માટે વ્યવહારથી અહિંસા રૂપ છે કે (૧) વ્યવહારનય લોકમાન્ય અર્થ ગ્રાહી છે (લોકમાં જીવને બચાવવો એ જ દયા કહેવાય છે) અને (૨) એ પ્રાણરક્ષણ નિશ્ચયથી = નિયમા, રક્ષણયજીવના પ્રાણોનું જે રક્ષણ અન્ય (= રક્ષણીય જીવ ભિન્ન સ્વ વગેરે) જીવથી થવું શક્ય હોય તે રક્ષણ સ્વસાધ્ય છે એવા શુભસંકલ્પથી સંકળાયેલું હોય છે. એટલે કે હું જયણા વગેરેથી એ જીવના પ્રાણોનું રક્ષણ કરું' એવા શુભસંકલ્પ રૂપ શુભ પરિણામથી એ અવશ્ય સંકળાયેલું હોય છે. લોકો અન્ય જીવને બચાવવાના પરિણામને પણ દયા કહે છે. એટલે એ વ્યવહારથી દયા રૂપ છે.
પવન અટકવાથી સમુદ્ર જેમ શાંત થઇ જાય છે એમ વિકલ્પરૂપ પવન અટકવાથી આત્મા એવી શાંત અવસ્થાને પામે છે. આવી શાંત અવસ્થા રૂપ જે સ્વકીય ભાવ પ્રાણ તેની રક્ષા કરવી (તેને જાળવી રાખવો) એ નિશ્ચયનયે દયા છે. કારણ કે અન્યના પ્રાણોની જ્યારે રક્ષા કરવામાં આવે છે ત્યારે પણ નિશ્ચયનય તો સ્વકીય ઉક્ત ભાવ પ્રાણની રક્ષા રૂપે જ દયા માને છે. સ્વકીય વજન વગેરેના કારણે સમુદ્રમાં ડૂબતો માણસ વિષમ એવા તરાપાની પ્રાપ્તિ થવાથી જેમ સ્વપ્રાણીની રક્ષા કરે છે તેમ અશુભસંકલ્પના કારણે સંસારસમુદ્રમાં ડૂબતા જીવને શુભસંકલ્પ એ વિષમ તરાપાની પ્રાપ્તિરૂપ છે, એનાથી એના સ્વકીય ભાવપ્રાણનું રક્ષણ થાય છે. આ સ્વભાવપ્રાણના રક્ષણ રૂપે જંપરપ્રાણરક્ષણમાં નિશ્ચયનય દયા માને છે. આમાં અપ્રમત્તતા રૂપ સ્વકીય શુભભાવ જળવાઇ રહેતો હોવાથી ભાવપ્રાણની રક્ષા થાય છે. નિશ્ચયનય સ્વકીય ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા માને છે એ કારણે જ આગમમાં પણ કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે આવી માન્યતા એ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે તે અહિંસક હોય છે અને જે ઇતર = પ્રમત્ત હોય છે તે હિંસક હોય છે.”
હિંસા-અહિંસા અંગે વિવિધનયાભિપ્રાય હિંસા-અહિંસા અંગે જુદા જુદા નયોનો અભિપ્રાય આવો છે– મૈગમનય જીવ અને અજીવ બન્ને વિશે હિંસા અને અહિંસા બન્ને માને છે. અજીવ ચીજને વિશે પણ તેના મુખ્ય ઉપયોગી સ્વરૂપનો નાશ થયે હિંસાનો વ્યવહાર થાય છે. લોકમાં પણ આવું બોલનારા સંભળાય છે કે “આણે જીવની હિંસા કરી આણે ઘડાની હિંસા કરી' “આણે ઝેર મારીને ખાધું' ઇત્યાદિ... આમ “હિંસા' શબ્દનો ઉલ્લેખ થતો હોવાથી નગમનયે જીવો અને અજીવો એ બન્ને વિશે હિંસાને અને અહિંસાને માન્ય કરી છે. સંગ્રહ અને વ્યવહારનય ષડૂજીવનિકાયો વિશે જ હિંસા/અહિંસા માને છે, પણ અજીવ વિશે નહીં. અહીં “સંગ્રહ' તરીકે દેશગ્રાહી સંગ્રહનય જાણવો, કેમકે સામાન્યરૂપસંગ્રહનયનો તો નગમમાં અંતર્ભાવ થઇ ગયો છે. “વ્યવહાર નય' તરીકે સ્થવૃવિશેષોને સ્વીકારનાર અને લોકવ્યવહારને અનુસરનાર વ્યવહારનય લેવો. લોક મુખ્યતયા પજીવનિકાયો વિશે જ હિંસાનો વ્યવહાર કરે