________________
२०६
द्वात्रिंशदद्वात्रिंशिका वचनात् । निश्चयव्यवहारयोरज्ञानादैकान्तिकी च स्थूलव्यवहारमात्राभिमता लोकोत्तराभा सापि दया नेष्टा, तदभिमताया हिंसाया एवातिप्रसक्तत्वात्, तदभावस्याभिमानिकत्वात्, तादृशदयासद्भावेऽपि तत्त्वज्ञानाभावसभावाच्चेति भावः ।।२७।। व्यवहारात्परप्राणरक्षणं यतनावतः। निश्चयानिर्विकल्पस्वभावप्राणावनं तु सा।।२८।।
व्यवहारादिति। यतनावतः = सूत्रोक्तयतनाशालिनः परेषां प्राणानां रक्षणं व्यवहारादहिंसा, लोकसंमतार्थग्राहित्वाद्व्यवहारनयस्य, निश्चयतः परप्राणिसाध्यपरप्राणरक्षणे स्वसाध्यत्वशुभसंकल्पानुविद्धत्वाच्च । निश्चयनयात्तु निर्विकल्पो विकल्पपवननिवृत्त्या स्तिमितोदधिदशास्थानीयो यः स्वस्य भावप्राणः દયા પણ ઇષ્ટફળ સાધક બનતી નથી, કેમકે એ દયા પૃથ્વીકાય વગેરે જીવોની જાણકારી વિનાની હોય છે. નિશ્ચય અને વ્યવહારની જાણકારી ન હોવાથી જે ઐકાન્તિકી (એકાન્તગ્રસ્ત) બનેલી છે - એટલે કે સ્થૂલવ્યવહાર માત્રને અભિમત છે, લોકોત્તર દયા જેવો આભાસ કરાવતી તે દયા પણ ઇષ્ટ નથી, કેમકે તે સ્થૂલવ્યવહારને અભિમત એવી હિંસા જ અતિપ્રસક્ત થયેલી હોવાથી તેનો અભાવ માનવો એ માત્ર અભિમાન જ છે. આશય એ છે કે મૂર્તિલોપકો જિનપૂજા વગેરેમાં પૃથ્વીકાયાદિની (સ્વરૂપ) હિંસાને આગળ કરી એ જીવોની દયા તરીકે મૂર્તિપૂજા વગેરેનો જે નિષેધ કરે છે અને પૃથ્વીકાયાદિની લોકોત્તર દયા અમે પાળીએ છીએ એવો જે આભાસ ઊભો કરે છે તેઓની તે દયા પણ ઇષ્ટફળ સાધક નથી. “પ્રમત્તયોગાત્રાવ્યપરોપમાં હિંસા' આમાં પ્રમત્તયોગ એ હિંસા છે' એવો નિશ્ચયનો મત છે. “પ્રાણવ્યપરોપણ એ હિંસા' એ વ્યવહારનો મત છે અને પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણ થવો એ હિંસા' એ ઉભયને સાંકળી લેનાર “પ્રમાણ' છે. મૂર્તિપૂજામાં થતા પૃથ્વીકાયાદિના પ્રાણવ્યપરોપણ માત્રને જોઇને હિંસા હિંસાની બૂમરાણ મચાવનારા મૂર્તિલોપકો સ્થૂલવ્યવહાર નયની હિંસાને માન્ય કરે છે. આ સ્વરૂપ હિંસા છે. પણ એમાં ઉછળતો ભક્તિભાવ,સ્વ-પરને બોધિલાભાદિદ્વારા સંપૂર્ણ જીવદયા પાલનનો શુભભાવ,જિનોક્ત વિધિપાલન, જયણાપાલન વગેરે રૂ૫ અપ્રમાદ હોવાથી પ્રમત્તતા હોતી નથી. તેથી નિશ્ચયમાન્ય કે પ્રમાણમાન્ય હિંસા હોતી નથી. તેમ છતાં, માત્ર સ્થૂલવ્યવહારને માન્યસ્વરૂપહિંસાને આગળ કરી, એને પણ વર્જવા રૂપ દયા પાલનનું તેઓ અભિમાન રાખે છે. માત્ર વ્યવહારમાન્ય હિંસાને પણ હિંસારૂપ માની તેના અભાવને પણ દયા માનવાની આ માન્યતા યોગ્ય નથી, કેમકે સંપૂર્ણદયા પાળનાર તરીકે જાતને માનનારા સ્થાકવાસી સાધુઓમાં પણ આ રીતની ધૂલવ્યવહારમાન્ય હિંસા જ અતિપ્રસક્ત થઇ જતી હોવાથી તેના અભાવ રૂ૫ દયાપાલન તો એક અભિમાન જ બની જાય છે. ભિક્ષા, વિહાર, નદી ઉતરવી વગેરેમાં પ્રાણવ્યપરોપણ રૂપ હિંસા તેઓથી પણ થાય જ છે. વળી ઘૂલવ્યવહારમાન્ય હિંસાના અભાવરૂપ આવી દયા તેઓમાં હોય તો પણ તત્ત્વજ્ઞાનનો અભાવ હોઇ = નિશ્ચય, વ્યવહારાદિ માન્ય દયા-હિંસા વગેરેની જાણકારીનો અભાવ હોઇ એ દયા ઇષ્ટ નથી. (તત્ત્વજ્ઞાનની અવિદ્યમાનતામાં સાચું દયાપાલન સંભવતું નથી, કેમકે દયા એ તત્ત્વજ્ઞાન સાધ્ય છે એ આગળ કહી ગયા છીએ.) આ અહીં રહસ્ય છે. //ર૭ી દિયા અંગેનું તત્ત્વજ્ઞાન જણાવવા ગ્રન્થકાર કહે છે...]
દિયા અંગેનું તત્ત્વજ્ઞાન સૂત્રોક્ત જયણાવાળો સાધક અન્યોના પ્રાણોનું જે રક્ષણ કરે છે તે વ્યવહારથી અહિંસા = દયા છે.નિર્વિકલ્પ સ્વભાવ રૂ૫ જે સ્વકીય ભાવપ્રાણ તેની રક્ષા એ નિશ્ચયથી દયા છે.