________________
१८८
द्वात्रिंशद्वात्रिंशिका त्वधर्माजनकभक्षणकत्वं, तत्र च व्यवस्था प्रयोजिकेति । तदाह [अ. १७/२]
भक्ष्याभक्ष्यव्यवस्थेह शास्त्रलोकनिवन्धना । सर्वैव भावतो यस्मात्तस्मादेतदसांप्रतम् ।।३।।
इत्थञ्चैतदभ्युपेयं, यतःव्यवस्थितं हि गो: पेयं क्षीरादि रुधिरादि न। न्यायोऽत्राप्येष नो चेत्स्यादिभामांसादिकं तथा।।४।। ___ व्यवस्थितमिति । व्यवस्थितं हि 'गोः क्षीरादि पेयं, रुधिरादि न,' न हि गवाङ्गत्वाविशेषादुभयोरविशेषः । एष न्यायोऽत्रापि = अधिकृतेऽप्यवतरति, प्राण्यङ्गत्वेऽप्योदनादेर्भक्ष्यत्वस्य मांसादेश्चाभक्ष्यत्वस्य व्यवસ્થિતી / તદુt [5. 9૭/રૂ]. અધર્મઅજનકભક્ષણકત્વ એવું છે. એટલે કે જેનું ભક્ષણ અધર્મનું અજનક હોય તે ભક્ષ્ય હોય છે. અને તે તેનું ભક્ષણ અધર્મનું જનક છે કે અજનક એમાં તો લોક/આગમસિદ્ધ વ્યવસ્થા પ્રયોજિકા છે. (આ બાબતમાં રહસ્ય એ છે કે “ભક્ષ્ય' શબ્દમાં ય પ્રત્યય એ વિધ્યર્થ છે. જેનો અર્થ બળવઅનિષ્ટ અનનુબન્ધિત્વે સતિ ઇષ્ટસાધનત્વ છે. તેથી, જેનું ભક્ષણ મોટું અનિષ્ટ કરનાર ન હોય અને ઇષ્ટનું સાધન હોય તેવી વસ્તુને જ “ભક્ષ્ય' કહી શકાય છે. વિવક્ષિત વસ્તુ બળવદનિખાનનુબન્ધિત્વે સતિ ઇષ્ટસાધન છે કે નહીં એ શાસ્ત્ર તથા લોકથી જાણી શકાય છે. માટે ભસ્થતા-અભક્ષ્યતાની વ્યવસ્થા શાસ્ત્ર તથા લોકથી સિદ્ધ છે.) આ વ્યવસ્થા માંસભક્ષણને અધર્મના જનક તરીકે જણાવે છે. એટલે વ્યવસ્થા માંસમાં ભક્ષ્યત્વની સિદ્ધિમાં બાધક છે. અષ્ટકપ્રકરણ [૧૭ ૨] માં કહ્યું છે કે “લોકમાં ભક્ષ્યાભર્યો સર્વવ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને લોક નિમિત્તે છે. તેથી પૂર્વોક્ત માંસનું ભક્ષ્યત્વસાધક અનુમાન અયોગ્ય છે." all વળી આ રીતે પણ એ માનવું જ પડે છે
ગાયનું દૂધ વગેરે પેય છે, અને લોહી વગેરે પેય નથી એવી વ્યવસ્થા થયેલી છે. પ્રસ્તુતમાં પણ આ ન્યાય લગાડવાનો છે. આવું જો ન માનો તો ભિક્ષુના માંસ વગેરેને પણ ભક્ષ્ય માનવા પડશે.
દૂધ અને લોહી ગાયના અંગ રૂપે સમાન હોવા માત્રથી ભક્ષ્યત્વ બાબતમાં કાંઈ બન્ને સમાન નથી. એમાં તો આવી વ્યવસ્થા માનવામાં આવે જ છે કે દૂધ પેય છે અને રૂધિરાદિ અપેય છે. પ્રાણંગત સમાન હોવા છતાં વ્યવસ્થા અનુસાર પેય/અપેય (ભક્ષ્ય/અભક્ષ્ય) માનવાનો આ ન્યાય પ્રસ્તુતમાં પણ લાગે છે. એટલે કે પ્રાથંગવ સમાન હોવા છતાં ભાત અને માંસમાં ભક્ષ્યત્વ અંગે તો વ્યવસ્થાને અનુસારે અસમાનતા જ છે. ભાત ભક્ષ્ય અને માંસ અભક્ષ્ય એવી જ વ્યવસ્થા છે. અષ્ટક ૧૭/૩ માં કહ્યું છે કે “તે શાસ્ત્ર અને લોકમાં પ્રાણંગ એવું પણ એક ભક્ષ્ય છે અને અન્ય એવું નથી એ વાત સિદ્ધ છે, કેમકે ગાય વગેરેનું યોગ્ય દૂધ ભર્યો છે અને લોહી વગેરે એવું નથી એવું દેખાય છે.” સિદ્ધ વ્યવસ્થાનુસારે આવી અસમાનતા જો ન માનવાની હોય તો તમારે બૌદ્ધ ભિક્ષુનું માંસ પણ ભસ્થ માનવું પડશે, કેમકે ભાત વગેરેની જેમ એમાં પણ પ્રાણંગત તો સમાન રીતે રહ્યું જ છે. અષ્ટક ૧૭/૫ માં કહ્યું છે કે “પ્રાણંગત રૂપે ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષના માંસનો પણ નિષેધ ક્યાંય ઘટશે નહીં, તેમજ હાડકાં વગેરે પણ ભક્ષ્ય બની જશે, કેમકે પ્રાäગત્વ એમાં પણ સમાન જ છે.” વળી એક (પ્રાયંગસ્વાદિરૂપ) સામ્ય હોવા માત્રથી અન્ય બાબતમાં (ભક્ષ્યત્વાદિ બાબતમાં) પણ સામ્ય માનવાનું હોય તો તો સ્ત્રીત્વનું સામ્ય હોઇ પત્ની અને માતા એ બંનેમાં પણ સમાન રીતે ગમ્યત્વ માનવું પડે. એટલે આવો ઉન્મત્તનો પ્રલાપ વિદ્વાનોની સભામાં શોભતો નથી. અષ્ટક પ્રકરણ ૧૭/૬ માં કહ્યું છે કે “આટલું જ (પ્રાણંગત્યનું) સામ્ય હોવા માત્રથી જ માંસ ભક્ષણની પ્રવૃત્તિ ઇષ્ટ છે તો સ્ત્રીત્વનું સામ્ય