________________
धर्मव्यवस्था द्वात्रिंशिका
१८७ स्वतंत्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः। प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ।।३।।
स्वतंत्रेति । अदः = सौगतोक्तमेतदनुमानं स्वतंत्रसाधनत्वे दृष्टान्तदोषतः = दृष्टान्तस्य साधनवैकल्यादयुक्तं, वनस्पत्यायेकेन्द्रियाणां वौद्धस्य प्राणित्वेनासिद्धत्वात्; प्रसङ्गसाधनत्वेऽपि = विकल्पसिद्धदृष्टान्ताधुपादानेन परमतदूषणमात्रपर्यवसितहेतुत्वेऽपि अदोऽयुक्तं, व्यवस्थितेः = लोकागमसिद्धभक्ष्याभक्ष्यव्यवस्थाया वाधकत्वात्, प्राण्यङ्गत्वमात्रस्य भक्ष्यत्वाप्रयोजकत्वात्, न हि शक्यभक्षणकत्वमेव भक्ष्यत्वं, किं
જે અનુમાન સ્વઅભિપ્રેત બાબતની સિદ્ધિ માટે સ્વતંત્ર રીતે કરવામાં આવતું હોય છે તે સ્વતંત્રસાધન કહેવાય છે. જેમકે “પ્રર્વતો વહ્નિમાનું ધૂમા']. જે અનુમાન સ્વઅનભિપ્રેત-પરઅભિપ્રેત બાબતનું નિરાકરણ કરવા એ પરઅભિપ્રેત બાબતમાં અતિપ્રસંગ દેખાડવા માટે કરાતું હોય તે પ્રસંગસાધન કહેવાય છે. જેમકે શ્વેતાંબરોને ધર્મોપકરણની ત્યાજ્યતા અનભિપ્રેત છે જે દિગંબરોને અભિપ્રેત છે. એ માટે દિગંબરો આવું અનુમાન આપે છે કે “વસ્ત્રાદિ ત્યાજ્ય છે, કેમકે મૂચ્છના હેતુભૂત છે, જેમકે ધન વગેરે.’ આ અનુમાનનું નિરાકરણ કરવા શ્વેતાંબરો, દિગંબરોને આપત્તિ આપે કે આ રીતે તો તમારે દીક્ષા લેવા માત્રથી આહારાદિ ત્યાજ્ય બની જશે, તે આ અનુમાનથી - “આહારાદિ ત્યાજ્ય છે, કેમ કે મૂચ્છના હેતુભૂત છે, જેમકે ધન વગેરે શ્વેતાંબરોએ આપેલું આ અનુમાન પ્રસંગસાધન કહેવાય. સ્વતંત્રસાધન અનુમાનમાં હેતુ સ્વમતે સિદ્ધ હોવો જ જોઇએ, જ્યારે પ્રસંગ સાધન અનુમાનમાં તે પરમતે સિદ્ધ હોવો જ જોઇએ, આટલી વિશેષતા જાણવી.
એિ અનુમાનમાં ઉભયથા દોષ) બૌદ્ધોક્ત અનુમાન જો સ્વતંત્ર સાધન હોય તો એમાં દેખાડેલું ભાત વગેરે દૃષ્ટાન્ત દોષયુક્ત હોઇ એ અનુમાન અયોગ્ય છે. બૌદ્ધો વનસ્પતિ વગેરે એકેન્દ્રિયને પ્રાણી માનતા ન હોવાથી તેઓના મતે ભાતમાં પ્રાäગત્વ રૂપ હેતુ રહ્યો નથી. માટે એ સાધનવૈકલ્પ દોષયુક્ત છે. વિકલ્પસિદ્ધ દૃષ્ટાન્ત વગેરેનું ઉપાદાન કરીને પરમતને દૂષિત ઠેરવવા માત્ર માટે વપરાતા હેતુરૂપ પ્રસંગસાધન હોય તો પણ એ અયોગ્ય છે. [આમાં ‘વિકલ્પસિદ્ધ દૃષ્ટાન્ત” એવું એટલા માટે કહ્યું છે કે પ્રસંગસાધન અનુમાનમાં જે દૃષ્ટાન્ત હેતુયુક્ત તરીકે સ્વઅભિપ્રેત ન હોય, તેમ છતાં પરાભિપ્રેત હોય તો પરઅભ્યપગમને અનુસારે પોતે એને વિકલ્પસિદ્ધ (કલ્પનાથી સિદ્ધ) તરીકે સ્વીકારી અનુમાન પ્રયોગ કરી શકે છે. આવા અનુમાનથી એના સાધ્યની સિદ્ધિ કરવાની હોતી નથી (કેમકે વિકલ્પસિદ્ધ દૃષ્ટાન્ત વગેરેથી કશાની સિદ્ધિ થઇ શકતી નથી, તેમજ એ સાધ્ય સ્વ અભિપ્રેત હોતું નથી) કિન્તુ માત્ર સામાના મતમાં અતિપ્રસંગ દેખાડી એને દૂષિત ઠેરવવાનો જ અભિપ્રાય હોય છે (એટલે જ એવા વિકલ્પસિદ્ધ દૃષ્ટાન વગેરે ચાલી શકે છે.) બૌદ્ધોક્ત આ અનુમાન પ્રસંગસાધનરૂપ હોય તો ય અયોગ્ય છે, કેમકે લોક અને આગમથી સિદ્ધ થયેલ ભક્ષ્યાભસ્થ વ્યવસ્થા એની બાધક છે. એ બાધ આ રીતે છે–]
પ્રાથંગમાત્ર એ ભક્ષ્યત્વનું પ્રયોજક નથી. એટલે કે પ્રાથંગત્વ હોય એટલા માત્રથી ભક્ષ્યત્વ હોય જ એવું નથી.
પૂર્વપક્ષ – પ્રાણંગત હોવા માત્રથી અમે ભક્ષ્યત્વ નથી કહેતાં, પણ જેનું ભક્ષણ શક્ય હોય તેમાં ભક્ષ્યત્વ કહીએ છીએ. પ્રાથંગનું ભક્ષણ પણ શક્ય હોઇ તેમાં ભક્ષ્યત્વ અક્ષત છે.
ઉત્તરપક્ષ - આ વાત પણ બરાબર નથી. કેમકે શક્ય ભક્ષકત્વ માત્ર એ પણ ભક્ષ્યત્વ સ્વરૂપ નથી. કિન્તુ