SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ द्वात्रिंशद्वात्रिंशिका संवेगातिशयेन प्रव्रज्यां प्रति प्रतिवद्धमेव मानसं तेषामाद्यैव भिक्षा । एतद्व्यतिरिक्ता-नामसदारंभाणां च पौरुषघ्न्येव । 'तत्त्वं पुनरिह केवलिनो विदन्ती' त्यष्टकवृत्तिकृद्वचनं च तेषां नियतभावापरिज्ञानसूचकमित्यवधेयम् ।।१२।। अन्याबाधेन सामग्र्यं मुख्यया भिक्षयाऽलिवत्। गृह्णतः पिण्डमकृतमकारितमकल्पितम्।।१३।। अन्येति । अन्येषां = स्वव्यतिरिक्तानां दायकानामवाधेन = अपीडनेन मुख्यया = सर्वसंपत्कर्या भिक्षयाऽलिवद् = भ्रमरवदकृतमकारितमकल्पितं च पिंडं गृह्णतः सामग्र्यं = चारित्रसमृद्ध्या पूर्णत्वं भवति । अलिवदित्यनेनानटनप्रतिषेधः, तथा सत्यभ्याहतदोषप्रसङ्गात् । साधुवन्दनार्थमागच्छद्भिः गृहस्थैः पिंडानयने नायं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिंडानयनस्य प्रासंगिकत्वादिति चेत्? न, एवमपि मालापहृताद्यनिवारणादिति वदन्ति ।।१३।।। પૌરુષબી જ હોય છે એ જાણવું, કેમકે એ કેવલ સ્વપુરુષાર્થને જ હણનારી હોય છે. આમ સિદ્ધપુત્ર વગેરે અંગેની ભિક્ષાનું વિભાજન આવું સ્પષ્ટ હોવા છતાં “આ બાબતમાં સાચું તત્ત્વ કેવલીઓ જાણે છે' એવું અષ્ટકજીના વૃત્તિકાર મહાત્માએ જે કહ્યું છે કે, “આવો વિભાગ સ્પષ્ટ રીતે નિઃશંકપણે નથી કરી શકાતો' એવું સૂચન કરવા માટે નથી કહ્યું, કિન્તુ પ્રવજ્યાભ્રષ્ટ જીવોનો નિયતભાવ જાણી શકાતો નથી એનું સૂચન કરવા માટે છે. અથવા તો, અષ્ટકવૃત્તિકારનું તે કથન, તેઓને આવા નિયતવિભાગનું પરિજ્ઞાન ન હોતું એનું સૂચન કરે છે. એ ધ્યાનમાં લેવું .ll૧૨ા ભિક્ષાના ૩ પ્રકાર કહ્યા. હવે કઇ ભિક્ષાથી કઇ રીતે સાધુ સામર્થ્ય સંપન્ન થાય છે તે ગ્રન્થકાર જણાવે છે પ્રથમભિક્ષાથી સાધુસામી અન્યને = સ્વભિન્ન દાયકને પીડા ન થાય એ રીતે મુખ્ય = સર્વસંપન્કરી ભિક્ષાથી ભ્રમરની જેમ અકૃત (સ્વયં કયણ, હનન કે પચન દ્વારા નહીં બનાવેલું) અકારિત (બીજા પાસે નહીં બનાવડાવેલ) અને અકલ્પિત સિાધુએ કોઇ સૂચના કરી ન હોવા છતાં ગૃહસ્થ પોતાની મેળે જ સાધુને વહોરાવવાની કલ્પનાથી જે બનાવે તે કલ્પિત. આવો કલ્પિતપિંડ વહોરવાથી ગૃહસ્થ એ માટે કરેલા આરંભાદિની અનુમોદનાનો દોષ લાગે છે. આવો કલ્પિત ન હોય તે અકલ્પિત પિંડ.) એવા પિંડને ગ્રહણ કરતો સાધુ સામને પામે છે એટલે કે ચારિત્રસમૃદ્ધિથી પૂર્ણતાને પામે છે. આમાં કયણ, હનન અને પાચન એ ત્રણે દ્વારા અકૃત, અકારિત અને અકલ્પિત પિંડ સમજવો. એટલે કે નવકોટિશુદ્ધ પિંડ જાણવો. તેમજ ભ્રમરવત્ એવું જે કહ્યું છે તેનાથી ભ્રમરની જેમ ભિક્ષાટન સૂચિત થાય છે, અનટન = ન ફરવાનો નિષેધ સૂચિત થાય છે, કેમકે સાધુ ભિક્ષા માટે સ્વયં ન ફરે તો ગૃહસ્થો સ્વયં ઉપાશ્રયે આપવા માટે આવે જેથી ભિક્ષાના ૪ર દોષામાંનો અભ્યાહતદોષ લાગે. શંકા - ગૃહસ્થો સ્પેશ્યલ સાધુને વહોરાવવા માટે ન લાવે. કિન્તુ વંદન માટે આવે અને એ વખતે ભેગો પિંડ લઇ આવે તો આ દોષ નહીં લાગે, કેમકે તેઓનું આગમન વંદન માટે છે, સાધુ માટે પિંડનું લાવવું એ તો પ્રાસંગિક છે. સમાધાન - આ રીતે અભ્યાહત દોષ ન લાગે તો પણ માલાપહત દોષ, સ્થાપના દોષ વગેરેનું તો નિવારણ થતું જ નથી. એવું આચાર્યો કહે છે. માટે અનટનનો નિષેધ આવશ્યક છે./૧૩ ગૃિહસ્થ સંકલ્પ પણ ન કર્યો હોય એવા પિંડનું ગ્રહણ કરવાની વાત કરી. એના પર શકાકાર શંકા ઉઠાવે છે–1.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy