________________
१३८
द्वात्रिंशद्वात्रिंशिका देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः। स्थाप्ये समरसापत्तेरुपचारादबहिः पुनः ।।१८।।
देवोद्देशेनेति । देवोद्देशेन = मुख्यं देवमुद्देश्यतया विषयीकृत्यात्मन्येव = कारयितर्येवात्मनः = स्वस्य धियो वीतरागत्वादिगुणावगाहिन्या मुख्या = निरुपचरितेयं = प्रतिष्ठा, स्वार्थाऽवाधात्, प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापनात् । तदिदमुक्तं
भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् ।
વાત્મજ્જૈવ યથાપનદ વાનનીત્યોર્વઃ II (Tો. ૮/૪]ક્તિા એમાં ‘પ્રતિષ્ઠા’ શબ્દનો અર્થ અબાધિત છે. કારણકે પ્રતિષ્ઠા ક્રિયાથી આગમોત ન્યાયે સ્વકીયભાવની જ સ્થાપના કરવામાં આવે છે. (એટલે કે આવી સ્થાપના એ જ “પ્રતિષ્ઠા' શબ્દનો અર્થ છે.) તાત્પર્ય - શારીરિક કાન્તિથી દપતા અને તેથી દેવ કહેવાતા દેવલોકમાં વસતા દેવોનો વ્યવચ્છેદ કરવા અહીં “મુખ્યદેવ' એમ કહ્યું છે. શ્રી અરિહંત પરમાત્મા મુખ્ય દેવ છે. એમને ઉદ્દેશીને એટલે, એમના- ગર્ભકાળથી જ અત્યંત ઉચ્ચ સ્થિતિ, રાજ્ય-ભોગ સામગ્રી પ્રત્યે અનાસક્તિ, નિરતિચાર-ઘોર સાધના, વીતરાગતા-કેવલજ્ઞાન-તીર્થસ્થાપનાનો અનુપમ ઉપકાર વગેરે- શ્રેષ્ઠ ગુણોના આલંબને પોતાના આત્મામાં પણ જે એવા જ વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણો રહેલા છે તેનું અનુસંધાન કરી, આ વીતરાગતા વગેરે ગુણોએ કરીને હું સ્વયં તે વીતરાગ છું' આવો ભાવ-અધ્યવસાય-પરિણામ-વિચાર-બુદ્ધિ પ્રકટ થાય છે. આ જ પોતાના આત્મામાં મુખ્ય દેવવીતરાગની મુખ્ય પ્રતિષ્ઠા છે, કારણકે પ્રતિષ્ઠા’ શબ્દનો અર્થ એમાં ઘટી જાય છે. તે પણ એટલા માટે કે આગમમાં જે માર્ગદર્શન આપ્યું છે તદનુસાર સ્વકીય ભાવની સ્વાત્મામાં સ્થાપના કરવી એ જ “પ્રતિષ્ઠા' શબ્દના અર્થ તરીકે સંગત કરે છે. અહીં પણ આવો ભાવ જાણવો – આગળ કહેવાશે એ મુજબ વીતરાગદેવનું પ્રતિમામાં આગમન કે સંનિધાન સંભવિત નથી. એમ, એ વીતરાગદેવનું વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણમય ભગવત્ત્વ સ્વાશ્રયભૂત વીતરાગપ્રભુના આત્માને છોડીને પ્રતિમામાં કે પ્રતિષ્ઠાપકના આત્મામાં આવે એ પણ સંભવિત નથી. પણ વીતરાગના આલંબને, પ્રતિષ્ઠાપકને પોતાના આત્મામાં શક્તિથી (યોગ્યતારૂપે) રહેલા વીતરાગતા વગેરે ગુણો કે જે સ્વયં ભગવત્ત્વ જ છે તેનું અનુસંધાન થવું શક્ય છે. ને એ અનુસંધાનાત્મક ભાવને સ્વાત્મામાં યથાશક્ય સ્થિર કરવો એ શક્ય છે. માટે આવા ભાવને સ્વાત્મામાં સ્થાપવો એ જ વીતરાગની પ્રતિષ્ઠા તરીકે સંભવિત હોવાથી એને જ આગમમાં “પ્રતિષ્ઠા' કહી છે. અને તેથી આ જ મુખ્ય પ્રતિષ્ઠા છે.
પ્રતિમામાં શક્તિથી પણ વીતરાગતા વગેરે ગુણો રહેલા નથી. માટે એમાં એની જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે મુખ્ય પ્રતિષ્ઠા નથી પણ ઉપચારથી છે. ષોડશક (૮૪) માં કહ્યું છે કે “દેવતાના ઉદ્દેશથી પોતાના ભાવની જ સ્વકીય આત્મામાં પ્રતિષ્ઠા થાય છે, કારણ કે આગમોત ન્યાયે સ્વાત્મામાં જ અત્યંત શ્રેષ્ઠ સ્થાપન = પ્રતિષ્ઠા થાય છે.”
ષોડશકની આ ગાથામાં ‘ઉચ્ચઃ' શબ્દ જે રહ્યો છે તેનું રહસ્યોદ્દઘાટન કરતાં ઉપાધ્યાયજી મહારાજે સ્વવૃત્તિમાં જે જણાવ્યું છે તેનો સાર આ પ્રમાણે છે –
(શાસ્ત્રવચનને અનુસરીને થતું અનુષ્ઠાન એ વચનાનુષ્ઠાન. વચનાનુષ્ઠાનની આવી વ્યુત્પત્તિથી જણાય છે કે શાસ્ત્રને આગળ કરીને આ અનુષ્ઠાન થઇ રહ્યું છે. શાસ્ત્રને આગળ કરવું એટલે વીતરાગને જ આગળ કરવા બરોબર છે. એટલે શાસ્ત્રવિહિત કોઇપણ ક્રિયાકાળે વીતરાગનું સ્મરણ હોય જ છે (તો જ એ