________________
भक्ति-द्वात्रिंशिका
१३३ विभवोचितमूल्येन कर्तुःपूजापुर:सरम्। देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति।।११।। _ विभवेति । पूजा भोजनपत्रपुष्पफलादिना । अनघस्य = अव्यसनस्य । एवकारेण स्त्रीमद्यद्यूतादिव्यसनिनो निषेधः । यथा = येन प्रकारेण चित्तं न नश्यति = कारयितृवैज्ञानिकयोः कालुष्यलक्षणश्चित्तनाशो न भवति । प्रतिषिद्धो ह्येष धर्मप्रक्रमेऽमंगलरूपस्तत्त्वज्ञैरिति ।।११।। यावन्तश्चित्तसन्तोषास्तदा बिंबसमुद्भवाः। तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ।।१२।। ___ यावन्त इति । तदा = विंवकारणे । तावन्ति, तावदिवंबकारणसाध्यफलोदयात् । १२ ।। तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता। पूर्या दौर्हदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः।।१३।।
तत्कर्तरि चेति । तत्कर्तरि च = विंवनिर्मातरि च याऽप्रीतिः सा तत्त्वतः = फलतो जिने स्मृता, तदालंवनकाया अपि तस्या जिनोद्देशकत्वात् । सा च सर्वापायहेतुरिति तत्परिहारे यत्नो विधेयः । तदाहअप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया।
[જિનબિંબ નિર્માણવિધિ. શુભમુહૂર્તે ભોજન, પત્ર, પુષ્પ, પાંચ ફળ, વગેરે વડે પૂજા = સત્કારાદિ કરવા પૂર્વક સ્વવિભવોચિત મૂલ્યનું અર્પણ કરીને સ્ત્રીલંપટતા, મઘ, જુગાર વગેરે વ્યસનોથી મુક્ત એવા શિલ્પીને જિનબિંબ ઘડવા માટે આપવું. બિંબ ભરાવનાર પોતે અને શિલ્પી એ બંનેના ચિત્તનો કલુષિતતા થવા રૂપ નાશ ન થાય એ રીતે બિંબ ઘડાવવું. કારણકે ધર્મની બાબતમાં ચિત્તલેશ એ અમંગલરૂપ હોઇ તત્ત્વજ્ઞો વડે એનો નિષેધ કરાયેલો છે.૧૧ાા [જિનબિંબ ઘડાવવામાં ભાવનું જ પ્રાધાન્ય છે એ જણાવવા કહે છે–].
બિબ ભરાવતી વખતે એ બિબ સંબંધી જેટલા ચિત્તમાં પ્રીતિવિશેષ = ભક્તિ- અહોભાવના ભાવો ઉછાળા મારે છે એટલા તે બિંબના કારણો જાણવા, કારણકે તે બિંબ ભરાવવાના એટલા પ્રમાણમાં ફળો મળે છે. ફળપ્રાપ્તિ ભાવાનુસારે હોવાથી બિંબ ભરાવવામાં સાનુબંધ પ્રીતિવિશેષ કેળવવી એ તાત્પર્ય છે./૧૨ા. ચિત્તવિનાશનો નિષેધ જે પૂર્વે કર્યો હતો તેનું પુખકારણ પૂર્વાદ્ધમાં દર્શાવી ઉત્તરાદ્ધમાં પ્રીતિવિશેષની ઉત્પત્તિની વિધિ દર્શાવતા ગ્રન્થકાર કહે છે...]
બિંબ ઘડનાર શિલ્પી પરની અપ્રીતિ એ તત્ત્વતઃ = ફળતઃ શ્રીજિનપરની અપ્રીતિ રૂપ જ સમજવી, કેમકે શિલ્પી વિશે થયેલી તે પણ શ્રી જિનાદેશક જ છે. શ્રી જિન વિશેની અપ્રીતિ તો સર્વ અપાયોના કારણભૂત છે. એટલે તેનો પરિહાર કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઇએ. ૭મા ષોડશકની ૭મી ગાથામાં કહ્યું છે કે “શિલ્પી પર કરાતી અપ્રીતિ કારણારુચિ કાર્યારુચિમૂલક હોય છે એવા પરમાર્થ ન્યાયે ભગવાન્ પરની અપ્રીતિ રૂપ જાણવી. આ અપ્રીતિ સર્વઅપાયોનું નિમિત્ત કારણ છે. માટે એ કરવી નહીં.” આમ શિલ્પી પરની અપ્રીતિ સર્વથા પરિહાર્ય હોવાથી શ્રીજિનની ત્રણ અવસ્થાને અનુસરીને દોહદ = મનોરથો પૂરવા. આશય એ છે કે શિલ્પી સ્વયં બાળ, કુમાર કે યુવાન છે એને ગૌણ કરીને પ્રભુની એ ત્રણ અવસ્થાનુસારે શિલ્પીના ચિત્તમાં