________________
१२५
जिनमहत्त्व-द्वात्रिंशिका यानुगतं, मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं स्यादिति निर्मोहानां = वीतरागाणामसुन्दरम् । तथा च कुशलचित्तस्य न मुख्यत्वं, निर्मोहत्वविरोधादित्यर्थः । सरागत्वे तु = प्रशस्तरागदशायां त्वेतद्वोध्यादिप्रार्थनाकल्पमादिनाऽऽरोग्योत्तमसमाधिग्रहः साध्वपि = प्रशस्तमपि, असंभविविषयकयोरपि वाङ्मनसोः प्रशस्तभावोत्कर्षकत्वेन चतुर्थभङ्गान्तःपातित्वसंभवात् । तदुक्तं - 'वोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि' । ननु चतुर्थभङ्गस्थवाङ्मनसोर्भगवत्यपि संभवात्कथं न कुशलचित्तयोग इति चेत्? न, वैकल्पिकभक्तिभावप्रयुक्तस्य चतुर्थभंगस्य प्रार्थनारूपस्य भगवत्यनुपपत्तेः, विचित्रवर्गणासद्भावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ।।२५ ।। यदपि व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं वुद्धस्येष्यते, न चैतदर्हत इति नात्र महत्त्वमित्याशंक्यते तदप्यसंगतम्, तच्चित्तस्यैवानतिकुशलत्वेन मोहानुगतत्वाविशेषादित्यभिप्रायवानाहसत्त्वधीरपि या स्वस्योपकारादपकारिणि । सात्मभरित्वपिशुना परापायानपेक्षिणी।।२६।। ___ सत्त्वधीरिति । याऽपि वुद्धस्यापकारिणि = स्वमांसभक्षकव्याघ्रादौ स्वस्योपकारात् कर्मकक्षकर्त्तनसाવિષયવાળા વચન અને મન પણ પ્રશસ્તભાવોનો ઉત્કર્ષ કરાવનાર હોઇ ચોથા ભાંગામાં સમાવિષ્ટ થવા સંભવે છે. આશય એ છે કે ભગવાનું વીતરાગ હોઇ “પ્રસન્ન થઇને બોધિ આપે' એ વાત અસંભવિત છે. તેમ છતાં પ્રશસ્તભાવોત્કર્ષ કરનાર હોઇ એનો જેમ સત્ય, મૃષા, મિશ્ર અને અસત્યઅમૃષાભાષા-વ્યવહારભાષા રૂપ ચાર ભાંગામાંથી ચોથા વ્યવહારભાષાના ભાંગામાં સમાવેશ હોવો આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં કહ્યો છે તેમ પ્રસ્તુતમાં પણ અસંભવિત વસ્તુ વિષયક ચિત્તનો તે ભાવોત્કર્ષ હોઇ ચોથા ભાંગામાં સમાવેશ સંભવે છે. કહ્યું છે કે “સરાગ અવસ્થામાં બોધિ વગેરેની પ્રાર્થના સમાન તે કુશલચિત્ત સુંદર હોવું પણ સંભવે છે.'
શંકા - વીતરાગ ભગવાનમાં પહેલી અને છેલ્લી ભાષા હોય છે. એટલે ચોથો ભાંગો સંભવિત હોઇ આવું કુશળચિત્ત પણ કેમ ન હોય?
સમાધાન - સામાન્યથી ચોથો ભાંગો હોવા છતાં વિકલ્પાત્મક ભક્તિભાવ પ્રયુક્ત પ્રાર્થનારૂપ ચોથો ભાંગો વીતરાગપ્રભુમાં સંભવતો નથી, (કારણકે પ્રભુ કૃતકૃત્ય હોઇ પ્રાર્થના જ હોતી નથી), વિચિત્રવર્ગણા વિદ્યમાન હોવાના કારણે જ તેઓમાં ચોથાભાંગાની હાજરી કહી છે. નિહીં કે પ્રાર્થનારૂપ ભાષાની વિદ્યમાનતાના કારણે] એ જાણવું. જીિવ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણાવે છે. કાર્યભેદે કારણભેદ હોવો જોઇએ, એ ન્યાયે કાર્યરૂપે જ્યારે સત્યભાષા હોય ત્યારે તેમાં કારણભૂત વર્ગણા અમુક પ્રકારની હોવી જોઇએ. એમ અસત્યભાષા વગેરે રૂપે પરિણમનારી વર્ગણાઓ અલગ-અલગ પ્રકારની ભાષા વર્ગણા હોવી જોઇએ. પ્રસ્તુતમાં, વ્યવહારભાષા રૂપે પરિણામ પામનારી ભાષાવર્ગણાઓ વીતરાગને પણ ઉપલબ્ધ હોવાથી વ્યવહારભાષા પણ હોવાની વાત ગ્રન્થોમાં કરી છે. અર્થાતુ વ્યવહારભાષાસામાન્યની વિદ્યમાનતા કહી હોવા માત્રથી, પ્રાર્થના કે જે વ્યવહારભાષાનો એક પ્રકારવિશેષ છે, તે પણ વીતરાગમાં હોય જ એવું માની શકાય નહીં]lરપાઈ
વાઘ વગેરેને સ્વકીય માંસ ખાવા દેવામાં બુદ્ધનું ચિત્ત જેવું અતિકુશલ હોય છે એવું શ્રીજિનનું ન હોવાથી શ્રીજિનમાં મહત્ત્વ નથી” એવી જે આશંકા કરાય છે તે પણ અસંગત છે, કેમકે મૂળમાં એ ચિત્ત જ મોહાનુગત હોઇ અતિકુશલ હોતું નથી. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે -