________________
जिनमहत्त्व-द्वात्रिंशिका
११९ = अन्येषामप्येवंविधस्थितिप्रदर्शनात् । इष्टस्य = मोक्षस्य संसिद्धेः, उचितप्रवृत्तिर्हि तदुपायोऽनुचितप्रवृत्तिश्च तद्विघ्न इति । तदिदमुक्तम् ‘पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये। ___ इष्टकार्यसमृद्ध्यर्थमेवंभूतो जिनागमे ।।' [अष्टक - २५/३] ननु भगवतो नियतकालीनचारित्रमोहनीयकर्मविपाकोदयेनैव गृहावस्थानमिति नाभिग्रहन्याय्यतेति चेत्? न, सोपक्रमस्य तस्य पित्रुद्वेगनिरासाधवलंबनकाभिग्रहग्रहणमन्तरा विरतिपरिणामविनाश्यत्वात् । तथापि प्रव्रज्याविरोधिगृहावस्थानकारिणोऽस्य कथं न्याय्यत्वमिति चेत्? न, आनुपूर्येण न्याय्यप्रव्रज्यासंपादकत्वेनैव तस्य न्याय्यत्वात्, कालान्तरे वहुफलस्य कार्यस्य क्वचित्काले निषेधेऽपि न्याय्यत्वव्यवहारस्य सार्वजनीनत्वात् । तदिदमुक्तं - [अष्टक २५/ -દ્દો 'इमौ शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रव्रज्याप्यानुपूर्येण न्याय्यान्ते मे भविष्यति ।।
सर्वपापनिवृत्तिर्यत् सर्वथैषा सतां मता । गुरूद्वेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते ।।' इति । तथा यद्गुर्वोः = मातापित्रोः शुश्रूषणं = परिचरणं, तद्धि प्रारंभमंगलम् = आदिमंगलं प्रव्रज्यालक्षणशुभकार्यस्येति नैतद्विना જણાય છે કે એ ઉચિત પ્રવૃત્તિરૂપ છે. અષ્ટકજી (૨૫(૩) માં કહ્યું છે કે “માતા-પિતાના ઉદ્દેગનો નિરાસ કરવા માટે તથા “માતા-પિતાના ઉદ્ધગનો નિરાસ કરવા પૂર્વક પ્રવર્તવું' એવી મહાપુરુષોની મર્યાદા જ્ઞાપિત કરવા માટે તેમજ ઇષ્ટકાર્ય મોક્ષની સિદ્ધિ માટે પ્રભુએ આવા પ્રકારનો અભિગ્રહ લીધો એવું જિનાગમમાં સંભળાય છે.”
શંકા - ચારિત્ર મોહનીય કર્મનો ભગવાનને જે નિયત કાળ માટે વિપાકોદય રહેવાનો હતો તેટલો કાળ તે કર્મથી જ તેઓનો ગૃહવાસ પ્રવર્તવાનો હોઇ વિયોગ વગેરેનો પ્રશ્ન નહોતો, તેથી એ અભિગ્રહથી માતાપિતાનો વિયોગનિમિત્તક શોક દૂર થયો ન હોવાથી એ અભિગ્રહ ન્યાયસંગત નથી.
સમાધાન - પ્રભુનું ચારિત્ર મોહનીયકર્મ સોપક્રમ હતું. એટલે માતા-પિતાના ઉદ્વેગનો નિરાસ કરવો વગેરે રૂપ આલંબનવાળા એ અભિગ્રહ વિના તો પ્રબળ વૈરાગ્ય પ્રયુક્ત વિરતિપરિણામથી એ વિનાશ પામી જાય એવું હતું. એ જો વિનાશ પામી જાય તો માતા-પિતાનો શોક નિવારી ન શકાત. એટલે એ અભિગ્રહથી એ નિવારણ થયું હોવાથી અભિગ્રહ ઉચિત જ હતો.
શંકા - તેમ છતાં, એ અભિગ્રહ પ્રવ્રજ્યાવિરોધી ગૃહવાસને કરાવનારો હતો. એટલે એને ઉચિત શી રીતે કહેવાય?
સમાધાન - આ અભિગ્રહ ગૃહવાસ, માતા-પિતાની સેવા વગેરે આનુપૂવથી = ક્રમથી ન્યાયસંગત પ્રવ્રજ્યાનો સંપાદક હોવાથી જ એ ન્યાય હતો. એ લીધો એટલે એનાથી એટલા કાળ પૂરતો પ્રવ્રજ્યાનો નિષેધ થયો એ અનુચિત જેવું લાગે છે. પણ વાસ્તવમાં એવું નથી. જેમ કાલાન્તરે ઘણી શક્તિ પ્રદાન કરનાર દૂધ વગેરેનો અમુક અવસ્થામાં કરાયેલો નિષેધ પણ ઉચિત ગણાય છે તેમ કાલાન્તરે (માતા-પિતાના સ્વર્ગગમન બાદ = તેઓને ઉદ્વેગ થવાનો કાળ વીતી ગયા બાદ) બહુ ફળ આપનાર કાર્યનો (ચારિત્રનો) અમુક કાળમાં (માતા-પિતાના જીવન કાળમાં) જે નિષેધ કરવામાં આવે છે તે ઉચિત હોવાનો વ્યવહાર સર્વજન પ્રસિદ્ધ છે. અષ્ટકજી (૨૫/૫-૬) માં કહ્યું છે કે “ગૃહમાં રહીને આ માતા-પિતાની પરિચર્યા કરતાં મારી પ્રવ્રજ્યા પણ પરિચર્યાના અંતે ન્યાયોચિત બનશે. કારણકે આ પ્રવ્રજ્યા સર્વ પ્રકારે સર્વ પાપનિવૃત્તિ રૂપ છે એવું સજ્જનોને માન્ય છે. એટલે માતા-પિતાને ઉગ કરનાર મુમુક્ષુની પ્રવ્રજ્યા (નિમિત્ત ભાવે અન્યને ખેદ ઉપજાવવા રૂપ