________________
मार्ग- द्वात्रिंशिका
९१
અન્યઅનુષ્ઠાનો શ્રુતોક્ત માર્ગને વધુ નજીક હોવાનો આભાસ કરાવનારા હોઇ (અપ્રધાન) દ્રવ્યથી માર્ગભેદ નથી (એમ કહી શકાય) અને ભાવથી માર્ગભેદ છે. માટે એ ય માર્ગરૂપ નથી. કિન્તુ માર્ગાભાસ - અતાત્ત્વિક માર્ગ છે. તેથી જ, ભગવતીજીમાં આરાધક-વિરાધક ચતુર્થંગી જે કહી છે તેમાંનો માત્ર શીલની હાજ૨ીવાળો દેશઆરાધક ભાંગો પણ આ જીવોને હોતો નથી. આમાં અલ્પદોષથી ભય પામી ગચ્છને છોડનારા અગીતાર્થો આવે છે તેમ યથાછંદો પણ આવે છે એ જાણવું. ચોથામાં દ્રવ્યથી માર્ગભેદ છે. ભાવથી આચરણ અંશમાં માર્ગભેદ છે, પ્રરૂપણા-માન્યતા અંશમાં નથી. એટલે એનો આચાર વ્યવહા૨થી તાત્ત્વિક માર્ગ રૂપ છે. આરાધક વિરાધક ચતુર્થંગીમાંથી આ જીવોને બીજો દેશવિરાધક ભાંગો હોય છે, કારણકે પ્રાપ્તચારિત્રનું અપાલન હોવા છતાં શ્રુત અખંડિત હોય છે.
દુષમકાળના પ્રભાવે શ્રુતોક્ત કઠોર માર્ગ ક૨તાં સરળ એવો જે જીતવ્યવહાર રૂપ આચાર હીન હીન કાળમાં પળાય છે તેવો જ આચાર પૂર્વ પૂર્વના કાળમાં થયેલ સંવિગ્નપાક્ષિકોનો પણ સંભવે છે. વળી બન્નેની શ્રુતોક્તમાર્ગ પર શ્રદ્ધા તો સમાન રીતે અખંડિત હોય છે. તો પછી એકના એ આચરણમાં સંપૂર્ણ ચારિત્ર પાલન અને બીજાના એ આચરણમાં ચારિત્ર પાલનનો અભાવ (શિથિલતા) એવો ભેદ કેમ? એવા પ્રશ્નનો જવાબ આવો જાણવો કે આચરણ કેવું કઠોર યા અકઠોર છે એના પર ચારિત્રની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાનો આધાર નથી, પણ વીર્યના અનિગ્રહન-નિગૂહન પર એનો આધાર છે. ઉપદેશમાલા (૩૮૪) માં કહ્યું છે કે ‘સો વિ ય નિયયપરવમવવસાર્યાધવનું મૂહંતો | મુત્તુળ ડરિગં નફ નયંતો અવમ્સ ગૈરૂ ।। “હીન સંઘયણ વગેરે કા૨ણે યથોક્ત બજાવવાને જે અસમર્થ હોય તે પણ પોતાના પરાક્રમ = સંઘયણવીર્યથી શક્ય બાહ્ય પ્રવૃત્તિ તથા ધૈર્યના બળને છૂપાવે નહિ, ને એમાં માયા પ્રપંચનો ત્યાગ કરી પ્રામાણિક પ્રયત્ન કરે તો નિયમા (જિનાજ્ઞા બજાવવાથી) સુસાધુ જ છે.” આના ૫૨થી વીર્યને ગોપવવાનું ન હોય તો ચારિત્રપાલન સંપૂર્ણ રહે છે એ જણાય છે. જીતવ્યવહા૨માં વીર્યનિગ્રહન હોતું નથી માટે ચારિત્ર અખંડ રહે છે,સંવિગ્નપાક્ષિકમાં તે હોય છે માટે ચારિત્ર રહેતું નથી.
આ બત્રીશી અંગે એક પ્રશ્ન ઊઠે છે કે આ બત્રીશીના પ્રથમ શ્લોકમાં માર્ગના બે પ્રકારો કહ્યા છે – જિનવચન અને સંવિગ્ન અશઠ ગીતાર્થનું આચરણ. જ્યારે ૨૯ મા શ્લોકમાં ને એ પૂર્વના શ્લોકોમાં પણ સાધુ, શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક એમ ત્રણ મોક્ષના માર્ગ કહ્યા છે. તો આવો ભેદ કેમ?
-
આ પ્રશ્નનો જવાબ આવો સમજવો યોગ્ય લાગે છે કે પ્રથમ શ્લોકમાં જે દ્વિવિધ માર્ગ કહ્યો છે તે પ્રવર્તક (=પ્રવૃત્તિજનક, ને ઉપલક્ષણથી ત્યાજ્યની નિવૃત્તિ જનક) પ્રમાણ સ્વરૂપ માર્ગ છે જ્યારે ૨૯ મા વગેરે શ્લોકોમાં જે ત્રિવિધ માર્ગ કહ્યો છે તે પ્રવૃત્તિ (ને ઉપલક્ષણથી નિવૃત્તિ) સ્વરૂપ માર્ગ છે. માટે કોઇ વિરોધ નથી. આશય એ છે કે આત્મહિત માટે તે તે પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) કરવી? એનો અભ્રાન્ત નિર્ણય ક૨વા માટે સાધકે નજ૨માં લેવાના પ્રમાણ બે જ છે – એક છે જિનવચનો ને બીજું છે અશઠસંવિગ્નગીતાર્થનું આચરણ. આ પ્રમાણ ૫૨થી (૧) અભ્રાન્ત નિર્ણય જેવો થાય એ મુજબ જ સંપૂર્ણતયા પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) પ્રતિજ્ઞાપૂર્વક ક૨વી એ, તથા (૨) એ અભ્રાન્ત નિર્ણયને અંશતઃ અનુસરવાની પ્રતિજ્ઞા કરી એ મુજબ પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) ક૨વી એ, તથા (૩) એ અભ્રાન્ત નિર્ણયને સંપૂર્ણ અનુસરવાની પ્રતિજ્ઞા કરવા છતાં, પાછળથી પ્રમાદવશ એ મુજબ પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) ન કરવા છતાં, પોતાના આચરણમાં ૨હેલા એ વિસંવાદનો બચાવ ન કરતાં એ અભ્રાન્ત નિર્ણયને તો યથાર્થ રૂપે જ પ્રરૂપવો એ... આવી ત્રણે જીવનપદ્ધતિઓ જીવને મોક્ષ ત૨ફ લઇ જનારી હોવાથી ‘માર્ગ’ સ્વરૂપે કહેવાયેલી છે. માટે એ અપેક્ષાએ સાધુ, શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક એમ ત્રણ ભેદ માર્ગના બતાવ્યા.