________________
સમ્બકત્વ કૌમુદી–પ્રખર ચોરની કથા.
કર્યા, કેટલાકેએ શુદ્ધ સમ્યકત્વ અને કેટલાકોએ ભદ્રભાવને સ્વીકાર કર્યો. સર્વ પ્રાણુઓ પર કૃપાળુએ પ્રસેનજિત્ રાજા સંપદાથી જગતને પ્રેમ ઉપજાવનાર એવા શ્રી શ્રેણિકને રાજ્યપર સ્થાપન કરીને સર્વ કામગથી વિરક્ત અને યતિધર્મને અનુરાગી એ તે શ્રાદ્ધધર્મનું આરાધન કરીને વૈમાનિક દેવતા છે. તે અવસરે ચક્રવસ્તી સમાન કાંતિવાળા એવા શ્રેણિક રાજાએ જિન ભગવંતના શાસનની પ્રભાવના કરી. આ નગરમાં જ પૂર્વે મેં આ બધું સાક્ષાત જેઈને પ્રથમ ગુરૂ પાસે શુદ્ધ સમ્યકત્વ સ્વીકાર્યું.”
આ પ્રમાણે પોતાના સ્વામીનું કથન સાંભળીને મુદિત થતી તે પ્રિયાએ કહ્યું કે – “હે સ્વામિન્ ! આ આપનું યથાર્થ કથન અમને રૂચે છે. કારણ કે, માત્ર વાંછા જેટલું જ ફળ આપનારા એવા ચિંતામણિ પ્રમુખ તે શાશ્વત લક્ષમી આપનાર એવા આહંતધ
ના ચરણની રજ સમાન છે.” એવામાં કુંદલતા બોલી કે – “હે સ્વામિન ! જેમ દશ હાથ પ્રમાણુ હરડે કહેવી તે મિથ્યા છે, તેમ આપનું અસત્ય કથન મારા માનવામાં આવતું નથી. માયાવી જો બીજાઓને ચાહ પમાડવા પોતાની કલ્પના પ્રમાણે યુક્તિથી જેમ બેલે છે, તેમ બીજા લેકે સત્ય માની લે છે. “ધર્મથીજ સુખ થાય છે,” આ ભ્રાંતિ આપના જેવાઓને હેય. કારણ કે ધર્મવંત જને પગલે પગલે દુ:ખી દેખાય છે. કેટલાક લેકે નિરંતર પાપ કરતાં પણ ગજગામી એવા તેઓ અખંડ છખંડ વસુધાનું મંડનરૂપ એવું સામ્રાજ્ય ભેગવે છે.” આ કુંદલતાનું કથન સાંભળીને શ્રેણિકરાજાએ પ્રધાનને કહ્યું કે “અહે ! આ લલનાના હૃદયમાં કેવું દુરાત્મપણું છે? કે મારું સર્વ અનુભવેલું, નાગરિકે એ જોયેલું અને એના પતિએ જ પતે કહેલું છતાં એ કેમ માનતી નથી? જે કુબુદ્ધિ અભવ્ય કે દૂરભવ્ય પ્રાણી હોય, તે બીજાઓએ કહેલ ધર્મની વાતપર શ્રદ્ધા કરતું નથી, એમ જિનભગવંતે કહ્યું છે. હવે પ્રભાતે સર્વજનની સમક્ષ એ દુષ્ટ લલનાને હું નિગ્રહ કરીશ, કે જેથી બીજે કઈ ધર્મને આક્ષેપ કરનાર ન જાગે.” આ સાંભળી અભયકુમાર