SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. મંત્રીએ જણાવ્યું કે –“હે મહારાજ ! એવા માણસ નગરમાં ઘણા નીકળશે, તે આપ કેટલાને નિગ્રહ કરી શકશે? એવું કઈ કુળ નહિ હોય, એવું કઈ ઘર નહિ હોય અને ભૂતલપર એ કઈ વંશ નહિ હોય, કે જેમાં મિથ્યાત્વથી વિમૂઢ થયેલે કેઈપણ પ્રાણું ન વર્તતો હોય. હે સ્વામિન ! મિથ્યાત્વરૂપ મગરથી વ્યાપ્ત એવા આ સંસારસાગરમાં કઈ પુણ્યવંત પ્રાણીજ સમ્યકત્વ-રત્નને પ્રાપ્ત કરી શકે છે.” તે વખતે ચાર પણ વિચાર કરવા લાગ્યો કે – મારા પિતાના યથાસ્થિત સ્વરૂપને આ લલના કેમ માનતી નથી? ખરેખર એ લલના અધમ સ્ત્રીઓનાં શિરામણું છે, કે જે પિતાના પ્રાણપ્રિયનું સત્ય કથન સ્વીકારતી નથી. ધર્મજ્ઞ એવા પ્રીતમના કથનને કુલીન સીએજ માન્ય કરે છે. કારણ કે જાત્યરત્નની શ્રેણીમાંજ તેજસમૂહ હોય છે. પતિપર ભક્તિ, ગ્રહાચારની સુઘડતા, પૂની સેવા, વિનય અને અતિથિસત્કાર–એ સ્ત્રીઓને ખરેખર ! શૃંગાર (શણગાર) છે.” પછી જેનેંધર્મજ્ઞ એવા શ્રેષ્ઠીએ કુંદલતાને કહ્યું કે –“મુગ્ધ ! તું સમ્યક્તત્વ જાણતી જ નથી. જેમના અંતરમાં નિર્દોષ એવું જિનેંદ્રભગવંતનું વચન દીવાની જેમ પ્રકાશી રહ્યું નથી, તે મૂઢમતિ પ્રાણીઓજ વિચાર વિનાની ચેષ્ટા કર્યા કરે છે. પુણ્ય અને પાપનું ફળ કઈક પ્રાણને આ લોકમાં પણ મળે છે, કેઈકને પરલોકમાં અને કેઈકને ઉભયલોકમાં પ્રાપ્ત થાય છે. હે ભદ્ર! પુણ્યાનુબંધી પુણ્ય-અને પાપાનુબંધી પુણ્ય એમ પુણ્યના બે પ્રકાર છે, તેમાં પુણ્યાનુબંધી પુણ્યમાં સમ્યજ્ઞાન અને ક્રિયા અને પાપાનુબંધી પુણ્યમાં અજ્ઞાનકષ્ટ ક્રિયા હોય છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાણી અને નુત્તરવિમાનના સુખ પામીને પુનઃ પુણ્યતત્પર થઈને તે કરતાં અધિક શ્રેયને સાધી શકે છે અને પાપાનુબંધી પુણ્યથી પ્રથમકંઈક સુખ પામે, પણ સેંકડો પાપકરતા તે ભોભવ દુઃખી થાય છે. પુર્યોદયથી પાણીને સુખ મળે છે, અને પાદિયથી દુઃખ મળે છે. તથા તે બંનેને ક્ષય થતાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે મનસ્વિની! એમ શાસો કહે છે. માટે હે પ્રિયે! નાસ્તિકભાવને ત્યાગ કરીને અને આસ્તિકભાવને અંગીકાર
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy