________________
સમ્યક કૌમુદી-સુયોધન રાજાની કથા.
ધનશ્રીની કથા. “અવંતીદેશના મધ્યભાગમાં એક સુશોભિત મેખલા સમાન, ખળપુરૂષથી રહિત અને પુણ્ય સંપાત્તથી સ્વર્ગને જીતનાર એવી ઉજજયિની નામની નગરી છે. ત્યાં ચળતી કીત્તિવાળે, સંપત્તિઓનું
સ્થાન અને પુણ્યકર્મથી પવિત્ર એ યશોભદ્ર નામને સાર્થવાહ હતા. સમ્યગ્દર્શનથી પવિત્ર આત્માવાળા, સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરનાર, સદા સ્વદારસંતોષી અને જગતમાં એક ઉત્તમ એવા તેને સતીઓમાં શ્રેષ્ઠ અને પુણ્ય-પવિત્ર લાવણ્યરસની એક વાપી સમાન એવી યશોદા અને યશોમતી નામની બે સ્ત્રીઓ હતી, અને ગૃહવ્યવહારની સંભાળ રાખનારી, ધર્મતત્વથી વિમુખ અને કપટનું એક સ્થાન એવી ધનશ્રી નામની તેની એક વૃદ્ધ માતા હતી. તે વ્યવહારથી દેવપૂજાદિક ક્રિયાઓ કરતી પણ વિધવા છતાં તે શખાદિક વિષયમાં સ્પૃહાવાળી હતી. કહ્યું છે કે –
પટકુળ પહેરવા, તાંબૂલભક્ષણ, નાટક જેવા, શૃંગારરસના ગીત ગાવા કે સાંભળવા, દૂધ, દહીં વિગેરેથી ભેજન કરવું, કર્પર કે સુગંધી પુષ્પને ઉપભોગ લે, મનહર વસ્તુઓ જેવી, સિંદૂર, કાજળ, અળતા અને કુંકુમ વિગેરેથી શરીરને શણગારવું, સીમંત કરવું, ઘૂત કે જળ કીડા કરવી, મશ્કરીમાં બોલવું. ઘણા અને મનહર અલંકારે પહેરવા, માથામાં પુષ્પ વિગેરેની રચના કરવી, એકલા ફરવું, પરને ઘેર જવું એકાંતમાં પુરૂષને મળવું, ઘરના દ્વાર આગળ રમવું અને પલંગ વિગેરે કેમળ અને મેહક શય્યામાં શયન કરવું, આ આચરણે વૈવનવયમાં ઉન્માદના હેતુ હોવાથી કારણ વિના કુલીન વિધવાને કદી પણ કપે નહિ (તેમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.)”
- એકદા વ્યવસાયને માટે દૂરદેશાંતરમાં જનાર એવા સાર્થવાહે વિવિધ પ્રકારના કરિયાણ લીધા. પછી સાંજે વાળુ કરવા રાત પડી જવાના ભયથી અત્યંત ઉતાવળથી એકાકી જ પોતાને ઘેર આવતાં