________________
ભાષાંતર. '
આ પ્રકારનું નીતિવાક્ય સંભારતો એવો તે મંત્રી રાજકાર્યમાં પ્રવૃત્ત થયા. પછી અનુક્રમે અવસર મેળવીને રાજ્યભાર પિતાના પુત્રને સોંપીને તેણે જેની દીક્ષા અંગીકાર કરી લીધી. કારણ કે – “તુમાં અસામગ્રી, વાળ વામનો તિમા
સમયે જિન-દિકી સાથે મતઃ?” | ? || “ દુર્લભ એવી ધર્મસામગ્રી મેળવીને જે અવસરે પણ કંઈ આત્મહિત ન સાધે, તે વિવેકી કેમ કહેવાય?”
“હે મહીનાથ આ પ્રમાણે પંડિતેની સભામાં કથા સાંભળતાં મને કાલક્ષેપ થયે. કારણ કે શ્રવણેન્દ્રિય દુર્જય છે. આ રીતે રહસ્થ સ્પષ્ટ પ્રકાશતાં પણ તે રાજાના ખ્યાલમાં ન આવવાથી દુર્ગપાલ પ્રણામ કરીને પિતાને ઘેર ચાલ્યા ગયે. પછી રાજા પણ વિષય (દેશ) ગ્રામ (સમૂહ) સંબંધી ચિંતાને ત્યાગ કરીને સુસાધુની જેમ આત્માવાસ (પિતાના આવાસ)ને આશ્રય લઈ સમાધિ (સુખ) પામે. અર્થાત્ રાજ્યની ચિંતાથી મુક્ત થઈ વિષયમુખમાં નિમગ્ન થયે.
હવે છઠે દિવસે રાજાએ પૂર્વની જેમ પૂછ્યું, એટલે કોટવાલ સંખ્યાબંધ કૌતુકથી પરિપૂર્ણ એવું આખ્યાન કહેવા લાગ્યું –
વાનરેની કથા. કુરૂદેશના અવનીખંડના મંડનરૂપ પંડિતેને પ્રિય અને પુન્નાગ વૃક્ષોની શ્રેણીથી શોભાયમાન એવું નાગપુર નામનું એક રમ્ય નગર હતું. ત્યાં શત્રુઓને ત્રાસ આપનાર અને સજ્જનોની પ્રીતિ વધારનાર તથા વાસુદેવના જે પરાક્રમી એ સુભદ્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તેણે પિતાના મનના વિદને માટે વારંવાર કીડા કરનારા અને અતુલ્ય ચપલતામાં વાયુ કરતાં પણ વધી જનાર એવા ઘણુ વાંદરાઓ રાખ્યા હતા. જેમ કોઈ કામી સ્ત્રીઓના કટાક્ષથી લલચાઈ તેમની સાથે રમતાં પિતાનું હિત ભૂલી જાય, તેમ