________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां, त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोधुं क्षमः" ॥१॥
નામથીજ શીતલતા ગુણને અને સ્વાભાવિક સ્વચ્છતાને ધારણ કરનારા એવા હે જળ ! અમે શું વધારે કહીએ? તારા સંગથી બીજા અશુચિ પદાર્થો પણ પવિત્ર થાય છે, હજી એ કરતાં કરતાં પણ વધારે અમે તારી સ્તુતિ કરવા જઈએ તે પ્રાણુઓનું જીવિત પણ તું જ છે. માટે હે જળ ! આવા તારામાં ગુણે હવા છતાં જે તે પોતેજ નીચ માગે ગમન કરીશ, તે તેને અટકાવવાને કેણ સમર્થ છે?” આ પ્રમાણે સ્તુતિ કરતા તે મંત્રીરાજને તેના પુણ્યથી આકૃષ્ટ થઈને સરિદેવીએ તરત તેને બહાર મૂકી દીધો. ત્યાં નીમવામાં આવેલ કેઈ ચરપુરૂષે દેવતાએ કરેલ સહાયતા વિગેરે મંત્રીનું બધું સ્વરૂપ તેજ રાજાને યથાવત્ નિવેદન કર્યું. પછી રાજાએ વિચાર કર્યો કે “અહા! મેં ખોટું કર્યું, કારણ કે આશ્રિતમાં ગુણદોષની વિચારણા કરવી તે ઉચિતજ નથી. કહ્યું છે કે –
ચંદ્ર લગી કૃતિવનનુર્નામ, दोषाकरः स्फुरति मित्रविपत्तिकाले । मूनों तथापि विधृतः परमेश्वरेण,
ન હ્યાછેતપુ મતાં જુગવંતા” ? “ચંદ્ર ક્ષય, સ્વભાવે વક શરીરવાળો, જડ (જલ) રૂપ, દોષાકર (રાત્રિ કરનાર-દેષને આકાર-સ્થાન) અને મિત્ર (સૂર્ય) ના વિપત્તિ (અસ્ત) સમયે સ્કુરાયમાન થાય છે, તથાપિ પરમેશ્વરે (મહાદેવે) તેને મસ્તકપર ધારણ કર્યો છે. કારણ કે સજ–મહાપુરૂષો આશ્રિતમાં ગુણદોષને વિચાર કરતા નથી.”
પછી રાજાએ પ્રસન્ન થઈ તે મંત્રીને બોલાવીને અને બહુ માનપૂર્વક તેને સત્કાર કરીને પૂર્વની પદવી પર તેને નીપે “મશ્કરીનાં વચન કહીને પણ રાજાને કદી ક્રોધ ઉત્પન્ન કરાવે નહિ”