SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ કૌમુદી સુધન રાજાની કથા. નારા, તેજસ્વી છત્રીશ પ્રકારના આયુધથી લીલાપૂર્વક શ્રમ કરનારા અહંપૂર્વિક રીતિથી યાચકેને દાન દેતા, શસ્ત્રની અધિષ્ઠાયક દેવીનું પિતાના મનમાં સ્મરણ કરતા, સુવર્ણના બખ્તરની દીપ્તિથી દીપ્યમાન શરીર ભાવાળા, કેપના આટેપથી ઉત્કટ બનેલા અને ચતુરંગ સેનાથી પરિવૃત એવા તે બંને રાજાઓ પ્રાતઃકાલે ત્યાં આવીને અખિલ ભૂતલને ક્ષોભ પમાડનાર અને પ્રધાન પુરૂષને સંહાર કરવામાં પ્રલયકાલ સમાન એવા પ્રબલ યુદ્ધને કરવા લાગ્યા. પછી રાત્રિ જેમ અંધકારને વિસ્તારે, તેમ મોહિની વિદ્યાથી શત્રુઓના સમસ્ત સૈન્યને વિવલ બનાવીને સુધર્મરાજાએ તે ઉત્કટ ચરટને હાથી ઉપરથી નીચે પાડીને કૅચબંધનથી બાંધી રણભૂમિમાં નાખી દીધો. તે વખતે દુષ્ટને શિક્ષા આપવાથી દેશની અધિષ્ઠાયક દેવીએ સંતુષ્ટ થઈને રાજાના મસ્તકપર પુષ્પવૃષ્ટિ કરી, અને સૈનિકે પ્રસન્ન થઈને જયજ્યારવ કરવા લાગ્યા તથા જયદુંદુભિઓના નાદથી સમગ્ર વિશ્વ શબ્દમય થઈ ગયું. પછી શિવદેવ સચિવ, નાના પ્રકારના ભેટણ સાથે મહાબલરાજાના પુત્ર બલદેવને આગળ કરીને વિનયથી નીચે નમવા પૂર્વક ભૂતલપર મસ્તક રાખી રાજાના ચરણને પ્રણામ કરીને મીઠાં વચનેથી રાજાને સંતુષ્ટ કરીને પોતાના સ્વામીને છોડાવ્યું. કારણ કે આપત્તિમાં રાજાઓને પ્રધાનનું જ બળ હોય છે. પછી તેના ઘરનું સર્વસ્વ લઈને દેશને આનંદ પમાડતા ભૂપાલ પોતાની રાજધાનીને પાદર આવ્યું. હર્ષ અને ભેંટણા સહિત આવેલા એવા નગરવાસીઓ સાથે તે રાજા જેટલામાં પિતાના નગરમાં પ્રવેશ કરે છે, તેટલામાં તરતજ દુસ્તટીની જેમ ઉત્પાતને સૂચવનારી વિપ્રમતલિકા (કિલ્લાના મુખ્ય દ્વારને ઉપરનો ભાગ) અકસ્માત્ સર્વ પડી ગઈ. તેને પડેલી જોઈને અપશુકનની આશંકાથી તે દિવસે રાજા પુરની બહાર જ રહે. પછી તત્કાલજ રાજાએ તે નવી કરાવી લીધી. કારણ કે સ્વર્ગવાસી દેવનું અભીષ્ટ જેમ મનમાં સંકલ્પ થતાં સિદ્ધ થાય છે, તેમ રાજાઓનું અભીષ્ટ વચન બોલતાં સિદ્ધ થાય છે. બીજે દિવસે પ્રવેશ કરતાં પુનઃ તે પડી ગઈ, એટલે રાજાએ તરત તે પાછી નવી
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy