________________
ભાષાંતર.
ગગનભેદક ગર્જના કરે છે. પછી તે ચરપુરૂષને અભીષ્ટ દાનથી સતેષીને રણસામ્રગીને માટે સેનાપતિને આદેશ કરીને રાજા પોતે હૃદયમાં વિચાર કરવા લાગ્યું કે –“જે રાજા પોતાના દેશમાં પણ પ્રજાપર પડતા ઉપદ્રવની ઉપેક્ષા કરે છે, તે પાપાત્મા મરીને ધીરે કરતાં પણ અધમ ગતિમાં જાય છે. જેના જીવતાં શત્રુઓ પિતાના દેશને આક્રમણ કરે (ઘેરી લે), તે રાજા પોતાને ક્ષત્રિમાં શા માટે ગણાવતા હશે? ઉપદ્રવથી પ્રજાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું, એજ પ્રજાપાલનું તપ, એજ જ૫ અને ઉત્કૃષ્ટ વ્રત પણ તેનું એજ કહેલ છે.” આ પ્રમાણે વિચાર કરીને ચતુરંગ બલથી બલિષ્ટ થઈ જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરીને અને સદગુરૂ પ્રમુખ તથા નગરજનનું સન્માન કરીને તેજસ્વી એવા તે રાજાએ વૈરીના વિજયને માટે પ્રયાણ કર્યું. જયયાત્રાને માટે જતા એવા તેનું સૈન્ય ગંગા નદીના જળપૂરની માફક પગલે પગલે સાથે ભળી જતી એવી બીજી સેનાએ થી વધવા લાગ્યું. શ્રીમાં લંપટ બનેલા સુભટે સેનાપતિની આજ્ઞા ન માનતાં રસ્તામાં પહેલાં ચાલતાં પોતાના ઉપરીઓનું પણ ઉલ્લંઘન કરી ગયા. ત્યાં રસ્તામાં કેટલાક સુભટે અમૃત જેવું નાનીયેરનું પાણું પીવા લાગ્યા, કેટલાક શરીરના તાપની શાંતિને માટે દ્રાક્ષારસ પીવા લાગ્યા, કેટલાક શરીરના ઉન્માદનું એક કારણ એવા તાલવૃક્ષના રસને પીવા લાગ્યા અને કેટલાક ખજૂરીનું સુલભ મા પીવા લાગ્યા. પછી અનુક્રમે પિતાના દેશની હદ સુધી જઈને રાજાના હુકમથી સેનાપતિએ વિશ્રાંતિને માટે ત્યાં છાવણી નખાવી.”જે તું પિતાને સુભટ માનતે હોય, તે પ્રભાતે રણભૂમિમાં આવીને તરત મુખ બતાવજે. હું સવારે ત્યાં આવ્યાજ છું એમ સમજજે.” આ પ્રમાણે ભૂપતિએ તે શત્રુરાજા (ચોરના રાજા) ને કહેવરાવ્યું. પછી રણકર્મને માટે રાત્રિએજ બધી સામગ્રી તૈયાર કરીને જયલક્ષ્મીને વરવાને ઉત્સુક મનવાળા, પ્રઢ હાથી પર બેઠેલા ઈંદ્ર અને ઉપેદ્રની જેમ ઉત્કટ, ચાલતા એવા ચામરેથી શોભાયમાન, લટકતા કુંડલથી વિભૂષિત, દિવ્ય અને નૂતન એવા છત્રથી દિવસ્પતિના તાપને વાર