SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. તેના પ્રભાવથી તે ધનવાન થઈ ગયે, અને જ્ઞાતિજનમાં વધારે માન્ય ' થયે તથા પિતાના ઘરને અનુસાર દીન જનેને દાન પણ દેવા લાગ્યા. તેણે કૈલાસ પર્વત જેવું એક નવું મંદિર કરાવ્યું, અને તેમાં જુદા જુદા દેશથી આવનારા માણસોને રહેવાને માટે એક ભૂમિકા બનાવી. અનુક્રમે પોતાના પુત્ર પિત્રાદિક સંતતિને લોકેના લેચનને આશ્ચર્ય ઉપજાવે તેવા મેટા ઓચ્છવપૂર્વક પરણાવી પછી તે રાજાની કૃપાથી સર્વ કારીગરમાં મેટી પદવી પામે. કારણ કે ધનથી બધું સાધ્ય થાય છે. કહ્યું છે કે – " यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः सश्रुतिमान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति"॥१॥ જેની પાસે ધન હોય તે માણસ કુલીન, તે પંડિત, તે શાસ્ત્રજ્ઞ, તે ગુણજ્ઞ, તે વક્તા અને તેજ રૂપાળો કહેવાય છે. કારણ કે ધનમાં બધા ગુણ રહેલા છે.” આમ હોવા છતાં કુલકમાગત પિતાનું શિલ્પકર્મ તે મૂકતું નથી. કારણ કે પ્રાયઃ પિતાના વંશને અનુસારે માણસને કર્મપ્રવૃત્તિ સૂજે છે. એકદા તે બધી સામગ્રી સજીને માટી લાવવાને માટે તેજ ખાણ આગળ ગયો અને સર્વ સુખોને ઉત્પન્ન કરનારી તથા જનનીની જેમ માનનીય એવી તે ખાણને કુશ વિગેરેથી જેટલામાં તે દવા લાગે, તેટલામાં “મેંજ આટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચાડયે, છતાં હજી કૃતજ્ઞની જેમ આ દુબુદ્ધિ મને છેવા કરે છે,” એમ જાણે વિચાર કર્યો હોય, તેમ એક વિકટ આકારવાળી કેર તેની ઉપર તરત તૂટી પડી. સ્વામિહી અને કૃતજ્ઞ શું કયાં પણ સુખી થયા છે? તે દુસ્તટી પડતાં તેની કેડ તરતજ એવી રીતે ભાંગી ગઈ કે, તે સાજે થયો છતાં પણ લાકડી વિના ઉઠી શકતા નહિ. પછી મહા આપત્તિમાં પડેલ એવા તે કુંભકાર સર્વ કેની સમક્ષ આ પ્રમાણે એક ગાથા બોલ્યા:
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy