________________
:
- ભાષાંતર.
. .
કનું યજ્ઞ શા માટે નથી કરતા? કેટલાક નિર્દય લેકે નિર્જીવ એવા પર્વતને નમે છે અને જીવતા પ્રાણીઓને વધ કરે છે. વળી તેમાં કેટલાક તે દવાગ્નિ દેવામાં પણ પુણ્ય માને છે. તેમાં અભણ લેકે તે દૂર રહો, પણ વિવિધ શાને જાણનારાઓ પણ મદાંધની જેમ વિચાર વિનાની પ્રવૃત્તિ કરે છે. ત્યાં ઉદંબર અને ઉદ્દખળ વિગેરેને દેવની જેમ માને છે અને પ્રથમ પિંડ આપવાને કાગડાઓમાં પાત્રતા માને છે. જેઓ પુનઃ પુનઃ સ્ત્રીઓની કુક્ષિમાં પરવશપણે ઉત્પન્ન થાય છે, તેવા દેવતાઓથી જે અજ્ઞજને મેક્ષપદની ઈચ્છા રાખે છે. જેમને સ્ત્રી, ધન, ધાન્યાદિ પરિગ્રહ છે, તેઓ ગુરૂ થઈને ઘણાઓને ભવથી તારવા માટે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે –
બંધ થા વિત: થ યત્ર રૈ- स्तस्य स्वरूपमविदन्नपि तेन याति । . . तद्वयदि प्रवरिवर्ति विचारवंध्यं, ..
सल्लोचनोपि तदसौ खलु दैवदोषः "॥१॥ ... “જેમ માર્ગમાં આંધળે ધૂતારાઓને ભેટે અને તેમના સ્વરૂપને જાણ્યા સિવાય તેઓ લઈ જાય ત્યાં જાય છે, તેમ સારા લેચનવાળ છતાં જે વિચાર વિના પ્રવર્તન કરે, તે ખરેખર! ત્યાં દૈવને જ દેષ છે.” જ્યાં બિલકુલ અધર્મ છે, યા તે જ્યાં સ્વલ્પ ધર્મ છે, જ્યાં બહુ ધર્મ અને અલ્પ પાપ છે અને જ્યાં બિલકુલ શુદ્ધ ધર્મ છે–એ ચાર પ્રકારનું અનુષ્ઠાન કહેલ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–એ પાંચ સર્વ ધર્મવાળાઓમાં પવિત્ર ગણાય છે. યેગીઓને એ પાંચ વ્રત સર્વથા પાળવાના હોય છે અને ગ્રહસ્થાને અમૂક ભાગે છૂટ રાખીને પાળવાના હેય છે. આવા પ્રકારને ધર્મજ સર્વ સુખને આપે છે. આ પ્રમાણે દેશના સાંભળીને તે કુંભકાર એક તત્ત્વવેત્તા શ્રાવક થયે અને પાપભીરૂ થઈને તેણે ક્રૂર આરંભને પ્રયત્ન કરો છોડી દીધે. - હવે એક દિવસે તેજ ખાણમાં ખોદતાં ખેદતાં પુણ્યના પ્રભાવથી તેને સુખનું કારણભૂત એવું ધનથી ભરેલું નિધાન મળી ગયું.