________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
રહીને જ માણસોને નિર્વિશેષ ફળ આપવાથી કંઈક ઉત્તમ જનોની ઉપમાને પામ્યું હતું. તે વૃક્ષ ઉપર પોતાના પુત્ર, કલત્રાદિ કુટુંબથી મગરૂર મનવાળા એવા સેંકડો રાજહંસ વાસ કરીને રહ્યા હતા. સુગંધથી મનમાં મુદિત થનારા (શ્રેષ્ઠ આગમથી ઉંચા મનવાળા,) કવિઓમાં પ્રસિદ્ધ કાંતિવાળા (વિસ્તૃત અંતર પ્રભાવાળા,) સારી ગતિવાળા (સન્માર્ગ ગામી) અને જેઓ વિવેકવંત છે, તેઓ સર્વત્ર પ્રખ્યાત કેમ ન થાય?
એક દિવસે સર્વ પક્ષીઓમાં વૃદ્ધ એવા એક રાજહંસે વૃક્ષના મૂળમાં ઉત્પન્ન થયેલ એક લતાના નવા અંકુરને જોઈને હિતબુદ્ધિથી તરૂણ હંસને કહ્યું–જે આગામી કાલનો વિચાર કરો, એજ વૃદ્ધમાં વૃદ્ધત્વ છે.”—“હે વત્સ ! આ લતાને અંકુર ભવિષ્યમાં તમેને અનર્થકત્ત થશે, માટે અત્યારે એ અલ્પપ્રયાસે સુસાધ્ય છેવાથી સત્વર તેને ઉખેડી નાખો. જે અત્યારે તમે તેની ઉપેક્ષા કરશે, તે ભવિષ્યમાં તમે બધાને એ દુઃખનું કારણ થશે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –“વૈરી, વ્યાધિ અને વિષાકુરને આદિથી જ ઉચછેદ કરી નાખ.” આ પ્રમાણે તે વૃદ્ધનું કથન સાંભળીને વિશ્વ એવા તરૂણ હિંસાએ કહ્યું:–“અહો તમે વૃદ્ધ થયા છતાં હજી મૃત્યુથી ભય પામે છો. હે વૃદ્ધ ! અકસ્માત્ ભયની અમારે શામાટે કાળજી રાખખવી? કારણ કે ભવિષ્યમાં શું થશે, તે કેણું જાણે છે?” આ રીતનું તેમનું વચન સાંભળીને વૃદ્ધ રાજહંસે વિચાર કર્યો કે –
અહો વનના ઉન્માદથી મત્ત અને મહામૂર્ખ બની ગયેલા એવા આ તરૂણ હંસ ગુણકારી એ મારે હિતેપદેશ માનતાજ નથી; એટલું જ નહિ પણ ઉલટા ક્રોધે ભરાય છે. કહ્યું છે કે –
પા સંસ્કૃતિ પર, તમારાના विलूननासिकस्येव, विशुद्धादर्शदर्शनम् ॥१॥
જેની નાસિકા છેદાઈ ગઈ હોય એવા માણસને વિશુદ્ધ આરસી બતાવવાથી જેમ તે ગુસ્સે ભરાય છે, તેમ સામાન્ય (અયોગ્ય)