________________
ભાષાંતર
૩૫
દુષ્ટ અને ક્રૂર એ તે ચેર ક્યાં તારા જોવામાં આવ્યું?” તેણે કુપિત થયેલા રાજાને આ પ્રમાણે જણાવ્યું: “હે સ્વામિન! નગરમાં તમામ ઠેકાણે મેં તપાસ કર્યો, પરંતુ શુદ્ધ ધર્મના પ્રણેતાની જેમ તે ક્યાં પણ મારા જેવામાં આવ્યું નહિ.” આ સાંભળી રાજાએ તે દુર્ગ. પાલ સેવકને આ પ્રમાણે કહ્યું:–“જ્યારે ચોરને પત્તો ન મળે, તે આટલો બધો વખત તે નિરર્થક ક્યાં ગાળે?” તેણે કહ્યું –“હે મહાદેવ! રસ્તામાં એક કથાકાર, સાંભળતાં આનંદ ઉપજાવે તેવી કથા કહેતા હતા, હે વિપુલાધિપ! તે વાત સાંભળતાં મને આટલે વખત લાગે. કારણ કે કથારસ એ પ્રાય: સર્વ રસને અવધિ કહેલ છે.” આથી રાજાએ હસતાં હસતાં કહ્યું – “જે કથા સાંભળતાં તું પિતાનું મરણ પણ ભૂલી ગયે, તે કથા તું અત્યારે સ્વસ્થ થઈને મારી પાસે કહે.” આ પ્રમાણે રાજાને આદેશ થતાં તે પ્રસન્ન થઈને સભાસદેને પ્રિય એવી તે કથા આ પ્રમાણે કહેવા લાગ્યા:–
રાજહંસની કથા. ઉદ્વેગ વિનાના પૃથ્વીના એક ભાગમાં મેટા પુરૂષેનું જાણે ઘર હેય, તેમ સર્વ પ્રાણીઓને ઉપકાર કરનારું એવું એક વન છે. જે વનમાં સમગ્ર જનોને અભીષ્ટ એવી સર્વ ઋતુના ફળની સમૃદ્ધિથી વૃક્ષે પિતાના કુલીનપણાને કૃતાર્થ કરી રહ્યા છે. ગ્રામ્ય લેકેની જેમ નાના પ્રકારના પક્ષીઓ જ્યાં સર્વત્ર યથેષ્ટ ભક્ષણ, પાન અને વિલાસ કરી રહ્યા છે. જ્યાં તાપસો પોતાને વિનીતાકાર દર્શાવી પાણીમાં સ્નાન કરતાં પણ પિતાના વેતસાચર (નેતરના જેવી નમ્રતા) ને પ્રાય: કદી ત્યાગ કરતા નથી, જ્યાં વિનયથી ઉજવલ થયેલા એવા મુનિએ પ્રાણીઓ પરના પ્રતિભાવથી તાપ અને તૃષાને દૂર કરનારી એવી ધર્મોપદેશરૂપ પિયુષપ્રથા (પરબ) નું સારી રીતે રક્ષણ કરે છે. ત્યાં રાજહંસની શ્રેણીથી શોભાયમાન, શ્રમને દૂર કરનાર અને પાણીથી ભરેલું એવું એક પવિત્ર સરોવર હતું. તે સરેવરની નજીક પેન્નત છતાં ફળૌરવની સંપત્તિથી અધિક નમી ગયેલું એવું સાલ નામનું એક વિશાલ વૃક્ષ હતું. જે સદા નમ્ર